Search

    Language Settings
    Select Website Language

    GDPR Compliance

    We use cookies to ensure you get the best experience on our website. By continuing to use our site, you accept our use of cookies, Privacy Policy, and Terms of Service.

    BijnorNews
    Bijnor news

    કોઈ આવાસમાં ઘર અપાવવાનું કહે તો વિશ્વાસમાં આવશો નહીં:ગોતામાં સરકારી મકાન અપાવવાના બહાને 40 લોકો પાસેથી બે શખસે ₹50 લાખ પડાવ્યાં

    16 hours ago

    અમદાવાદના ગોતા વિસ્તારમાં ગુજરાત હાઉસિંગ બોર્ડના મકાનો વેચાણથી અપાવવાની લાલચ આપી અંદાજે 40 જેટલા લોકો પાસેથી રૂ. 50 લાખ પડાવી લેવાયા હોવાની ફરિયાદ સોલા પોલીસ સ્ટેશનમાં નોંધાઈ છે. નિકુંજ ભરવાડ અને ધનરાજ યાદવ નામના બે શખસે મકાન અપાવવા અને દસ્તાવેજ કરાવી આપવાના બહાને દરેક વ્યક્તિ પાસેથી રૂ. 1 લાખથી અઢી લાખ સુધીની રકમ પડાવી છેતરપિંડી આચરી હતી, જે અંગે પોલીસે ગુનો નોંધી બંને આરોપીને ઝડપી પાડવા તજવીજ હાથ ધરી છે. પાડોશીએ મકાન અપાવવાની લાલચ આપી જાળમાં ફસાવ્યા મેમનગર વિસ્તારમાં ભાડેથી રહેતા અને ઘરઘાટીનું કામ કરતા નરેશ પ્રજાપતિના પાડોશમાં વર્ષ 2024માં ધનરાજ યાદવ રહેતો હતો. ધનરાજે તેનો મિત્ર ગુજરાત હાઉસિંગ બોર્ડના મકાનો અપાવે છે તેમ કહી નરેશભાઈ અને તેમની પત્નીને ગોતાના વંદે માતરમ રોડ પર આવેલા ચાણક્ય એપાર્ટમેન્ટમાં 1BHK મકાન બતાવ્યું હતું. મકાનની કિંમત રૂ. 8 લાખ નક્કી કરી, મકાન ન લાગે તો પૈસા પરત આપવાની ખાતરી આપી નિકુંજ ભરવાડ સાથે મુલાકાત કરાવી હતી. મકાન લાગ્યાનું કહી ટુકડે-ટુકડે રૂ. 2.33 લાખ પડાવી દસ્તાવેજમાં ગલ્લાંતલ્લાં કર્યા આરોપીઓએ નરેશભાઈ પાસેથી શરૂઆતમાં રૂ. 1.60 લાખ લીધા બાદ 13 નંબરનું મકાન લાગ્યું છે તેમ કહી દસ્તાવેજના નામે વધુ રૂ. 73,500 પડાવ્યા હતા. ત્યારબાદ દસ્તાવેજ કરાવવાનું કહેતા ક્યારેક અધિકારીના માતાનું અવસાન થયું હોવાનું તો ક્યારેક આગળથી જવાબ આવશે તેમ કહી બહાના બનાવી સમય પસાર કર્યો હતો. તપાસ કરતા અન્ય 38 લોકો પણ ઠગાયા હોવાનું સામે આવતા પોલીસ ફરિયાદ લાંબા સમય સુધી મકાન કે દસ્તાવેજ ન મળતા તપાસ કરતા જાણવા મળ્યું કે ધનરાજ યાદવ અને નિકુંજ ભરવાડની વાતોમાં આવી અન્ય 38 જેટલા લોકોએ પણ રૂ. 1 લાખથી 2.50 લાખ સુધીની રકમ ગુમાવી છે. સમગ્ર મામલે સોલા પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધાતા પોલીસે બંને આરોપીઓ સામે ગુનો દાખલ કરી ધરપકડના ચક્રો ગતિમાન કર્યા છે.
    Click here to Read More
    Previous Article
    Updated WTC Points Table After India Draw vs New Zealand In 1st Test: New Team Enters Top 2
    Next Article
    ડ્રગ્સના દૂષણને ડામવા વડોદરા પોલીસની મેગા એન્ટી ડ્રગ્સ ડ્રાઇવ:નવલખી મેદાન સહિત 8 ડાર્ક સ્પોટ પર એકસાથે ચેકિંગ કર્યું, દારૂ પીને વાહન ચલાવતા 40 નસેડી ઝડપાયા, 6 લોકો પાસેથી ડ્રગ્સ મળ્યું

    Related Gujarat Updates:

    Are you sure? You want to delete this comment..! Remove Cancel

    Comments (0)

      Leave a comment