Search

    Language Settings
    Select Website Language

    GDPR Compliance

    We use cookies to ensure you get the best experience on our website. By continuing to use our site, you accept our use of cookies, Privacy Policy, and Terms of Service.

    BijnorNews
    Bijnor news

    40 દિવસમાં રાજસ્થાન રોયલ્સના માલિક બદલાયા:મિત્તલ અને પૂનાવાલાએ ₹13,800 કરોડની મેગા ડીલ ફાઈનલ કરી, IPLના ઈતિહાસનો બીજો સૌથી મોટો સોદો

    8 hours ago

    ઈન્ડિયન પ્રીમિયર લીગ (IPL)ના ઈતિહાસમાં એક મોટા સમાચાર સામે આવ્યા છે. વિશ્વના સ્ટીલ કિંગ તરીકે જાણીતા લક્ષ્મી નિવાસ મિત્તલ અને તેમના પુત્ર આદિત્ય મિત્તલે, સીરમ ઈન્સ્ટિટ્યૂટના સીઈઓ આદર પૂનાવાલા સાથે મળીને 'રાજસ્થાન રોયલ્સ' (RR) ફ્રેન્ચાઈઝી ખરીદી છે. આ સાથે જ રાજસ્થાન રોયલ્સને હવે નવા માલિકો મળ્યા છે. આ સોદો અંદાજે $1.65 બિલિયન (આશરે ₹13,800 કરોડ) ની વેલ્યુએશન પર થયો હોવાનું મનાય છે, જે IPLના ઈતિહાસના સૌથી મોંઘા સોદાઓ પૈકીનો એક છે. મિત્તલ પરિવારની 75% હિસ્સેદારી 3 મેના રોજ મિત્તલ પરિવારે આ ડીલ અંગે સત્તાવાર જાહેરાત કરી હતી. અહેવાલો મુજબ, મિત્તલ પરિવારે મનોજ બડાલે અને તેમના કન્સોર્ટિયમ પાસેથી રાજસ્થાન રોયલ્સના સંપાદન માટે અંતિમ કરાર પર હસ્તાક્ષર કર્યા છે. નવું માલિકી માળખું શા માટે મિત્તલ પરિવારે લીધો આ નિર્ણય? મનીકંટ્રોલના રિપોર્ટ અનુસાર, મિત્તલ પરિવાર છેલ્લા ઘણા સમયથી રાજસ્થાન રોયલ્સમાં રસ દાખવી રહ્યો હતો. આ ખરીદી પાછળનો મુખ્ય ઉદ્દેશ્ય તેમના સ્પોર્ટ્સ પોર્ટફોલિયોને વધુ મજબૂત બનાવવાનો છે. મિત્તલ પરિવાર પહેલેથી જ વૈશ્વિક સ્તરે રમતગમત ક્ષેત્રે સક્રિય છે અને હવે IPL જેવી મોટી લીગમાં પ્રવેશવાથી તેમનું કદ વધશે. RRના 40 દિવસના માલિક સૂત્રોના જણાવ્યા અનુસાર, રોકાણકાર કાલ સોમાણીના નેતૃત્વ હેઠળનું એક કન્સોર્ટિયમ અગાઉ રાજસ્થાન રોયલ્સ માટે એક મજબૂત દાવેદાર તરીકે ઉભરી આવ્યું હતું - એક્સક્લુઝિવિટી પણ મેળવી હતી, પરંતુ આ સોદો આખરે સાકાર થઈ શક્યો નહીં. તેમણે માર્ચ 2026માં આશરે $1.63 બિલિયન (₹13,600 કરોડ)ની બોલી લગાવી હતી અને એક સમયે એવું લાગતું હતું કે તેઓ આ રેસ જીતી ગયા છે. પરંતુ, તાજેતરના (3 મે, 2026ના) અહેવાલો અનુસાર, મિત્તલ ફેમિલી અને આદર પૂનાવાલા એ આખરે બાજી મારી લીધી છે. RCB ચૂકી ગયા પણ RR ખરીદી આદર પૂનાવાલા અગાઉ 'રોયલ ચેલેન્જર્સ બેંગલુરુ' (RCB) ખરીદવાની રેસમાં પણ હતા. જોકે, RCB ને આદિત્ય બિરલા ગ્રુપના નેતૃત્વ હેઠળના કન્સોર્ટિયમે અંદાજે $1.78 બિલિયન (આશરે ₹16,600 કરોડ)માં ખરીદી લીધું હતું. જે IPL ઇતિહાસનો સૌથી મોટો સોદો માનવામાં આવે છે. RCB ગુમાવ્યાના થોડા મહિનાઓ બાદ પૂનાવાલાએ મિત્તલ પરિવાર સાથે મળીને રાજસ્થાન રોયલ્સમાં રોકાણ કરીને ક્રિકેટ ક્ષેત્રે પોતાની એન્ટ્રી પાકી કરી છે. રોયલ્સનું 'ગ્લોબલ' કનેક્શન રાજસ્થાન રોયલ્સ માત્ર ભારત પૂરતી મર્યાદિત નથી. આ ફ્રેન્ચાઈઝી દક્ષિણ આફ્રિકાની લીગમાં 'પાર્લ રોયલ્સ' અને કેરેબિયન પ્રીમિયર લીગ (CPL)માં 'બાર્બાડોસ રોયલ્સ' જેવી ટીમો પણ ધરાવે છે. આ સોદાથી મિત્તલ પરિવાર અને આદર પૂનાવાલા પાસે હવે આ આંતરરાષ્ટ્રીય ટીમોનું પણ નિયંત્રણ આવશે. 2008માં ચેમ્પિયન બની હતી રાજસ્થાન શેન વોર્નની કેપ્ટનશીપમાં રાજસ્થાન રોયલ્સે IPLની પ્રથમ સીઝન 2008માં જીતી હતી. પરંતુ ત્યારબાદ ટીમનું પ્રદર્શન નીચે જવા લાગ્યું. ત્યારથી ટીમ માત્ર એકવાર 2022માં ફાઇનલમાં પહોંચી છે. ત્યારે ગુજરાત ટાઇટન્સ સામેની ફાઇનલ મેચમાં તેને હાર મળી. બે વર્ષ માટે બેન થઈ હતી RR રાજસ્થાન રોયલ્સને 2015માં સામે આવેલા સ્પોટ-ફિક્સિંગ કેસને કારણે 2 વર્ષ માટે પ્રતિબંધિત કરવામાં આવી હતી. તપાસ બાદ લોઢા સમિતિએ ટીમના સહ-માલિક રાજ કુંદ્રાને સટ્ટાબાજીનો દોષી ઠેરવ્યા હતા. તેને કારણે રાજસ્થાન રોયલ્સ અને ચેન્નઈ સુપર કિંગ્સ બંનેને 2016 અને 2017ના IPL સીઝનમાંથી બહાર કરી દેવામાં આવ્યા હતા. બાદમાં 2018માં રાજસ્થાન રોયલ્સે ફરીથી IPLમાં વાપસી કરી.
    Click here to Read More
    Previous Article
    Kerala Election Results 2026: Date, timings, where to check Kerala Assembly election results
    Next Article
    જે મન થાય તે કર, બ્રિજભૂષણને છૂટો દોર:વિનેશ ફોગાટે કહ્યું- હું પણ તેના શોષણની ભોગ બની, ગોંડામાં કુસ્તી લડવી મુશ્કેલ; ભારત સરકાર જવાબદાર

    Related સપોર્ટ Updates:

    Are you sure? You want to delete this comment..! Remove Cancel

    Comments (0)

      Leave a comment