Search

    Language Settings
    Select Website Language

    GDPR Compliance

    We use cookies to ensure you get the best experience on our website. By continuing to use our site, you accept our use of cookies, Privacy Policy, and Terms of Service.

    BijnorNews
    Bijnor news

    રાજકોટમાં રેડ એલર્ટ સાથે ગરમીનો પારો 40 ડિગ્રીને પાર:લૂનાં કારણે AQI 150ને પાર થતા જનજીવન પ્રભાવિત, બપોરના સમયે માર્ગો પર કર્ફ્યુ જેવો માહોલ, મનપાની એડવાઇઝરી જાહેર

    9 hours ago

    સૌરાષ્ટ્રના પાટનગર ગણાતા રાજકોટ શહેરમાં ઉનાળાની શરૂઆત થતાની સાથે સૂર્યનારાયણે પોતાનું રૌદ્ર સ્વરૂપ ધારણ કર્યું છે. ચાલુ વર્ષે ઉનાળાના પ્રારંભિક તબક્કામાં ગરમીએ માઝા મૂકી છે, જેના પગલે હવામાન વિભાગ દ્વારા રાજકોટમાં રેડ એલર્ટ જાહેર કરવામાં આવ્યું છે. વહેલી સવારથી જ આકરા તાપનો અનુભવ થઈ રહ્યો છે અને બપોર થતા સુધીમાં તો સ્થિતિ અસહ્ય બની રહી છે. એટલું જ નહીં ગરમીની સાથે જ શહેરમાં હવાનું પ્રદૂષણ (AQI) પણ ચિંતાજનક સ્તરે પહોંચી ગયું છે, જે શહેરીજનો માટે બેવડી મુસીબત સમાન સાબિત થઈ રહ્યું છે. તાપમાનનો પારો 40ડિગ્રીને પાર: વિસ્તાર મુજબ આંકડા પ્રદૂષણનો કહેર: AQI 150ને પાર ગરમીની સાથોસાથ રાજકોટમાં હવાનું પ્રદૂષણ પણ ખતરનાક સ્તરે પહોંચ્યું છે. વહેલી સવારથી જ શહેરના અનેક વિસ્તારોમાં AQI 100ની ઉપર નોંધાયો છે, જે સ્વાસ્થ્ય માટે હાનિકારક ગણાય છે. ખાસ કરી વાહનોના ધુમાડા અને ધૂળના રજકણોને કારણે હવામાં પ્રદૂષણનું પ્રમાણ વધ્યું છે. જનજીવન પર ગંભીર અસર: માર્ગો બન્યા સુમસામ ભારે ગરમી અને લૂના કારણે રાજકોટના જાહેર જીવન પર વ્યાપક અસર પડી છે. બપોરના 12થી સાંજના 4 વાગ્યા સુધી સૂર્યનો તાપ એટલો આકરો હોય છે કે લોકો કામ વગર બહાર નીકળવાનું ટાળી રહ્યા છે. શહેરના વ્યસ્ત ગણાતા વિસ્તારો જેવા કે યાજ્ઞિક રોડ, પેલેસ રોડ અને ત્રિકોણબાગ જેવા વિસ્તારોમાં બપોરે કરફ્યુ જેવો માહોલ જોવા મળી રહ્યો છે. માર્ગો સુમસામ બની ગયા છે અને બજારોમાં પણ ગ્રાહકોની પાંખી હાજરી જોવા મળે છે. જે લોકો મજબૂરીમાં બહાર નીકળી રહ્યા છે, તેઓ મોઢે રૂમાલ બાંધીને, માસ્ક પહેરીને કે ટોપીનો સહારો લઈને ગરમીથી બચવા પ્રયાસ કરી રહ્યા છે. આરોગ્ય શાખા દ્વારા ખાસ એડવાઇઝરી જાહેર કરવામાં આવી સ્થિતિની ગંભીરતાને જોતા બે દિવસ પહેલા રાજકોટ મહાપાલિકાની આરોગ્ય શાખા દ્વારા ખાસ એડવાઇઝરી જાહેર કરવામાં આવી હતી. આરોગ્ય અધિકારીએ પણ શહેરીજનોને ગરમી અને લૂથી બચવા હળવો ખોરાક લેવા, પુષ્કળ પ્રવાહીનું સેવન કરવા, સુતરાઉ કાપડાઓ પહેરવા અને બિનજરૂરી રીતે બપોરે આકરા તાપના સમયે બહાર નહીં નીકળવા સહિતની અપીલ કરી છે. તેમજ કોઈપણ પ્રકારની હિટસ્ટ્રોકની અસરો જોવા મળે તો તાત્કાલિક નજીકના આરોગ્ય કેન્દ્રો અથવા સિવિલ હોસ્પિટલમાં સારવાર લેવાની અપીલ કરવામાં આવી છે. આરોગ્ય વિભાગની એડવાઇઝરી મહાનગરપાલિકા દ્વારા સિવિલ હોસ્પિટલ અને તમામ આરોગ્ય કેન્દ્રોને ગરમીથી અસરગ્રસ્ત દર્દીઓ માટે તૈયાર રહેવા સૂચના આપી દેવામાં આવી છે. હીટ-સ્ટ્રોકના કેસોને પહોંચી વળવા માટે ખાસ વોર્ડની પણ વ્યવસ્થા કરવામાં આવી છે. શહેરમાં ઠેર-ઠેર પીવાના પાણીની પરબો શરૂ કરવા માટે સામાજિક સંસ્થાઓને વિનંતી પણ કરવામાં આવી છે. આગામી દિવસોમાં ગરમીનું આ જોર યથાવત રહેવા કે વધવાની પણ શક્યતા છે. ત્યારે પ્રદૂષણ અને તાપમાનનો બેવડો માર રાજકોટવાસીઓ માટે શારીરિક રીતે પડકારજનક સાબિત થઈ રહ્યો છે. જોકે તંત્ર દ્વારા સતત મોનિટરિંગ કરવામાં આવી રહ્યું છે અને લોકોને સાવચેત રહેવા તાકીદ કરવામાં આવી છે.
    Click here to Read More
    Previous Article
    JKના પૂર્વ CM ફારુક અબ્દુલ્લા પર ફાયરિંગ, VIDEO:સુરક્ષા જવાનોએ તેમને બચાવ્યા, હુમલાખોરે કહ્યું- 20 વર્ષથી તેમને મારવા માંગતો હતો
    Next Article
    Iran War To Impact IPL 2026 Players Now? Tensed Team Official's Grim "Tough Task" Warning

    Related Gujarat Updates:

    Are you sure? You want to delete this comment..! Remove Cancel

    Comments (0)

      Leave a comment