Search

    Language Settings
    Select Website Language

    GDPR Compliance

    We use cookies to ensure you get the best experience on our website. By continuing to use our site, you accept our use of cookies, Privacy Policy, and Terms of Service.

    BijnorNews
    Bijnor news

    40 વર્ષ જૂના 75 વૃક્ષો કાપી વિકાસ ન કરો!:કોઠારીયા કોલોની-વાણિયાવાડીને જોડતા વોકળા પર ફાયર સ્ટેશન, કોમ્યુનિટી હોલના નિર્માણ સામે રોષ

    1 day ago

    રાજકોટ શહેરના વોર્ડ નં.-14માં કોઠારીયા કોલોની અને વાણિયાવાડીને જોડતા વોકળા પર રૂ.45 કરોડના ખર્ચે ફાયર સ્ટેશન અને કોમ્યુનિટી હોલ બનાવવા મામલે વિરોધ શરૂ થયો છે. કોંગ્રેસ આગેવાનીમાં આંદોલનના મંડાણ થતા આક્ષેપ કરાયો છે કે, આનાથી 40 વર્ષ જૂના 75 જેટલા નાના-મોટા વૃક્ષોનું નિકંદન થશે. જેથી આ પ્રોજેક્ટ રદ કરવામાં આવેની માગણી કરવામાં આવી છે. 40 વર્ષો કરતા પણ વધુ સમયથી ઘેઘુર વૃક્ષો પર લટકતી તલવાર મનપા કમિશનરને કરેલી રજૂઆતમાં જણાવ્યું હતું કે, કોઠારીયા કોલોની અને વાણીયાવાડી 4 (જુનો પારડી માર્ગ) વચ્ચે જે વોકળો આવેલ છે તે વોકળા ઉપર તાજેતરમાં રાજકોટ ખાતે પધારેલા રાજ્યના CM ભુપેન્દ્ર પટેલે ખાતમુહૂર્ત અને લોકાર્પણના પ્રસંગે વોર્ડ નં.14ના આ વોકળા પરના ખુલ્લા પ્લોટ ઉપર અમારી જાણ મુજબ ફાયર સ્ટેશન અને કોમ્યુનિટી હોલ અંદાજે 45 કરોડના ખર્ચે બનાવવાની તજવીજ રાજકોટ મહાનગરપાલિકાએ હાથ ધરી છે. ત્યારે આ વિસ્તારના રહેવાસીઓ દ્વારા છેલ્લા 40 વર્ષો કરતા પણ વધુ સમયથી ઘેઘુર વૃક્ષો પર લટકતી તલવાર ઉભી થઈ છે. વોકળા પર બે માળના બાંધકામના પગલે વોકળા પર વરસાદી પાણીના અવરોધના લીધે આ વિસ્તારના લોકોના ઘરોમાં પાણી ઘૂસી જાય એવી દહેશત ઉભી થઈ છે. જેને પગલે રાજકોટના પર્યાવરણ પ્રેમી, કોઠારીયા કોલોનીના રહેવાસીઓ, જાગૃત નાગરિકો, કોઠારીયા કોલોની યુવા ગ્રુપે આંદોલન શરૂ કર્યું છે. મનપાનો વિકાસના નામે વૃક્ષ છેદનનો ટાર્ગેટ કેટલો? કોંગ્રેસના આગેવાન અને કોઠારીયા કોલોની યુવા ગ્રૂપના પ્રમુખ ગજેન્દ્રસિંહ ઝાલાએ જણાવ્યું હતું કે, શહેરમાં જુદા જુદા ટીપી પ્લોટ અલગ અલગ ગાર્ડનમાં 44.66 લાખના ખર્ચે 18,229 વૃક્ષારોપણ કરવાનું કામ મૂકાયું છે, સરકારે વર્ષમાં 25 લાખ વૃક્ષો રોપવા સૂચના આપી છે. પરંતુ રાજકોટ મનપાનો વિકાસના નામે વૃક્ષ છેદનનો ટાર્ગેટ કેટલો? કોઠારીયા કોલોની અને વાણીયાવાડી વચ્ચેના જે વોંકળામાં ખુલ્લા પ્લોટ પર પ્રોજેક્ટ કરવા આયોજન થઈ રહ્યું છે. તેમાં આ વિસ્તારના પર્યાવરણ પ્રેમી ભાઈઓ છેલ્લા ઘણા વર્ષોથી વૃક્ષ ઉછેરની કામગીરી કરીને વૃક્ષો ઉછેરી મોટા કરવામાં આવ્યા છે. દરેક વૃક્ષોને નંબર અને કુલ 75 હાલમાં હયાત અહીં નાના - મોટા લીમડા, વડલા, ગુલમહોર, કરંજ, બોરસલી, આસોપાલવ, બીલીપત્ર, ઊંબરો, પીપળો, પીપર, ખાખરો સહિતના વૃક્ષો ઉછેરીને મોટા કર્યા છે. જેમાં વડલા અને અમુક લીમડાઓ 40 વર્ષો કરતા પણ વધુ સમયથી ઘેઘુર બની ગયા છે. દરેક વૃક્ષોને નંબર પણ આપેલ છે. અને કુલ 75 વૃક્ષો હાલમાં હયાત છે ત્યારે મનપાના પ્રોજેક્ટ હેઠળ વૃક્ષોનું નિકંદન નીકળી જશે. રાજકોટ મહાનગરપાલિકા કોઈપણ નાગરિક વૃક્ષ છેદન કરે છે તો તેને નોટિસ પાઠવી દંડનીય કાર્યવાહી કરી રહી છે, ત્યારે અહીં તો ખુદ મનપા જ વૃક્ષોનું છેદન કરે એવી ભિતી સેવાઈ રહી છે. વધુ વરસાદ પડે તો લોકોને હિજરત કરવી પડેની પરિસ્થિતિ ઉદભવી શકે હાલ કોઠારીયા કોલોની પાસે માસ્તર સોસાયટીથી આગળ વોકળો મોટા ભૂંગળાઓ નાખીને પેક કરી દેવામાં આવ્યો છે, ત્યારે આ સમગ્ર વિસ્તારમાં વરસાદી પાણીના નિકાલની વ્યવસ્થા બંધ થઈ જતા આ વિસ્તારના બંગલાઓમાં પાણી ઘૂસી જાય છે. સુપ્રીમ કોર્ટની ગાઈડલાઈન મુજબ વોકળા ઉપર કે નદીના કુદરતી પાણીના નિકાલની વ્યવસ્થા અવરોધી ન શકાય તેમ છતાં ખુદ મહાનગરપાલિકા દ્વારા વોકળા ઉપર બે માળનું બિલ્ડીંગ આ પ્રોજેક્ટ હેઠળ ખડકી દેવામાં આવશે, ત્યારે કોઠારીયા કોલોની અને માસ્તર સોસાયટીના વિસ્તારના રહેવાસીના ઘરમાં પાણી ઘૂસી જાય એમાં કોઈ શંકાને સ્થાન નથી. ભવિષ્યમાં વધુ વરસાદ પડે તો લોકોને હિજરત કરવી પડે તે પ્રકારની પરિસ્થિતિ ઉદભવી શકે છે. બંને પ્રોજેક્ટો અંગે ફેર વિચારણા કરવા CM સુધી રજૂઆત વોર્ડ નંબર 14માં વિકાસના નામે વૃક્ષ છેદનની પ્રવૃત્તિ અને વોકળા પર તોતિંગ બાંધકામ અટકાવવા અને વોર્ડ નંબર 14માં અન્ય સ્થળે ઉપરોક્ત બંને પ્રોજેક્ટો અંગે ફેર વિચારણા કરવા રાજ્યના મુખ્યમંત્રી ભુપેન્દ્રભાઈ પટેલ, મ્યુનિસિપલ કમિશનર તુષાર સુમેરા, મહાનગરપાલિકા મેયર નેહલ શુક્લને કોઠારીયા કોલોની યુવા ગ્રુપ દ્વારા લેખિત રજૂઆત કરવામાં આવી છે. આ અંગે વિસ્તારના રહેવાસીઓ દ્વારા આંદોલનના પણ આજથી શ્રીગણેશ કરી દેવામાં આવશે.
    Click here to Read More
    Previous Article
    આતંકવાદના ઓનલાઈન 'વર્કશોપ'નો પર્દાફાશ:યુવાનોનું બ્રેઈનવોશ કરી કટ્ટરપંથી બનાવવાનો પ્રયાસ, કાશ્મીરના 5 જિલ્લામાં દરોડા; 5000 લોકોની પૂછપરછ બાદ કાર્યવાહી
    Next Article
    હિલસ્ટેશન સાપુતારામાં મોન્સૂન ફેસ્ટિવલનો રંગારંગ પ્રારંભ:વરસાદી માહોલમાં આદીવાસી નૃત્ય, હુડા રાસ, ભાંગડા, સીદીના ધમાલ સહિતના લોકનૃત્યએ આકર્ષણ જમાવ્યું; પરેડમાં લોકો ઉમટ્યાં

    Related Gujarat Updates:

    Are you sure? You want to delete this comment..! Remove Cancel

    Comments (0)

      Leave a comment