Search

    Language Settings
    Select Website Language

    GDPR Compliance

    We use cookies to ensure you get the best experience on our website. By continuing to use our site, you accept our use of cookies, Privacy Policy, and Terms of Service.

    BijnorNews
    Bijnor news

    હિંમતનગરમાં 40 હજાર સ્ક્વેર ફૂટ ચિત્રાંકન પૂર્ણતાના આરે:નગરપાલિકાએ 7 લાખ લીટર કલરથી વિવિધ થીમ પર બનાવ્યા ચિત્રો

    1 day ago

    હિંમતનગર નગરપાલિકા દ્વારા શહેરના વિવિધ વિસ્તારોમાં 40 હજાર સ્ક્વેર ફૂટ દીવાલો પર ચિત્રાંકન કરવામાં આવી રહ્યું છે. આ કામગીરીમાં અંદાજે સાત લાખ લીટર કલરનો ઉપયોગ થયો છે અને તે રૂ. 20 લાખના ખર્ચે હાથ ધરાઈ છે. હાલ આ પ્રોજેક્ટ અંતિમ તબક્કામાં છે. આ ચિત્રાંકન અન્ડરપાસ, ઓવરબ્રિજ, નગરપાલિકા સામેની દીવાલો, કેનાલ ફ્રન્ટના પ્રવેશદ્વાર, આંબાવાડી રેલવે અન્ડરપાસ, મહાવીરનગરથી ટાવર ચોક સુધીના રેલવે ઓવરબ્રિજની બંને તરફની દીવાલો, નગરપાલિકા સામેના કોટની દીવાલ અને છાપરિયા ચાર રસ્તે હનુમાનજી મંદિર પાસેની દીવાલો પર કરવામાં આવ્યું છે. વિવિધ થીમ્સમાં ભાથીગળ ગુજરાતી સંસ્કૃતિ, સ્વચ્છ ભારત અભિયાન, શહીદ થીમ, કુદરતી દ્રશ્યો, મધુબની, વર્લી, એબ્સ્ટ્રેક્ટ આર્ટ, તેમજ શહેરની ઓળખ સમા ટાવર, પેલેસ અને કેનાલ ફ્રન્ટના ચિત્રોનો સમાવેશ થાય છે. આ તમામ થીમ્સ પૂર્વ કારોબારી અધ્યક્ષ જીનલ પટેલ દ્વારા આપવામાં આવી છે. તેમણે મિશન લાઈફ અંતર્ગત રૂ. 5 લાખ અને સ્વચ્છ ભારત મિશનની રૂ. 15 લાખની ગ્રાન્ટ મળી કુલ રૂ. 20 લાખની ગ્રાન્ટમાંથી આ ચિત્રાંકન કરાવ્યું છે. જીનલ પટેલે ટેલિફોનિક વાતચીતમાં જણાવ્યું હતું કે, મધ્ય પ્રદેશની ત્રણ ટીમો દ્વારા 25 ફેબ્રુઆરીએ આ કામગીરી શરૂ કરવામાં આવી હતી, જે 15 માર્ચ સુધીમાં પૂર્ણ થવાની શક્યતા છે. કેનાલ ફ્રન્ટના બંને પ્રવેશદ્વાર પર મધુબની અને વર્લી ચિત્રો બનાવવામાં આવ્યા છે, જેમાં હિંમતનગરની ઓળખના ચિત્રો પણ સામેલ છે. આ સ્થળ આગામી દિવસોમાં શહેરીજનો માટે સેલ્ફી પોઈન્ટ બની શકે છે. આંબાવાડી રેલવે અન્ડરપાસમાં શહીદ થીમ પર ચિત્રાંકન કરાયું છે, જ્યારે મહાવીરનગરથી ટાવર સુધીના રેલવે ઓવરબ્રિજ પર એબ્સ્ટ્રેક્ટ થીમનું ચિત્રાંકન ચાલી રહ્યું છે. પાલિકા દ્વારા ચેતવણી આપવામાં આવી છે કે, જો કોઈ સાદી દીવાલ પર જાહેરાતો, પેઈન્ટિંગ કે સ્ટીકરો ચોંટાડશે તો રૂ. 500નો દંડ વસૂલ કરવામાં આવશે. ચિત્રાંકન કરેલી દીવાલો પર આવી પ્રવૃત્તિ કરનાર સામે કડક દંડનાત્મક કાર્યવાહી અને રીપેઈન્ટનો ખર્ચ પણ વસૂલવામાં આવશે.
    Click here to Read More
    Previous Article
    સુરત મનપા ચૂંટણી માટે AAPના 75 ઉમેદવાર જાહેર:કોંગ્રેસની સાંજ સુધીમાં પ્રથમ યાદી આવશે, ભાજપે ડોર-ટુ-ડોર પ્રચાર શરૂ કર્યો; ભાવનગરમાં આચારસંહિતા ભંગની પ્રથમ ફરિયાદ
    Next Article
    ઘોઘંબા જંગલમાંથી બે દીપડાના બચ્ચા મળ્યા, એક મૃત:પંચમહાલના સીમલીયા નજીકથી મળ્યા, બીજું બચ્ચું ઇજાગ્રસ્ત

    Related Gujarat Updates:

    Are you sure? You want to delete this comment..! Remove Cancel

    Comments (0)

      Leave a comment