Search

    Language Settings
    Select Website Language

    GDPR Compliance

    We use cookies to ensure you get the best experience on our website. By continuing to use our site, you accept our use of cookies, Privacy Policy, and Terms of Service.

    BijnorNews
    Bijnor news

    ગીર પૂર્વમાં 40 ડિગ્રી તાપમાન, સિંહો માટે 250 પાણીના પોઈન્ટ:8 રેન્જમાં બીટગાર્ડને પાણી ભરવાની જવાબદારી સોંપાઈ; ગીરના 'સાવજ' માટે વન વિભાગ સજ્જ

    12 hours ago

    ગુજરાતમાં ઉનાળાની શરૂઆત થતાં જ તાપમાન 40 ડિગ્રીને પાર કરી ગયું છે. આ કાળઝાળ ગરમી વચ્ચે અમરેલી જિલ્લાના ધારી ગીર પૂર્વ વન વિભાગ દ્વારા સિંહો અને અન્ય વન્યપ્રાણીઓ માટે વિશેષ વ્યવસ્થા કરવામાં આવી છે. ડિવિઝન હેઠળ આવતી 8 રેન્જમાં 250 જેટલા પીવાના પાણીના પોઈન્ટ ઊભા કરવામાં આવ્યા છે. 8 રેન્જમાં પાણીના સ્ત્રોત કાર્યરત આ વ્યવસ્થા ધારી ગીર પૂર્વ ડિવિઝનની ખાંભા તુલસીશ્યામ, દલખાણીયા, હડાળા, પાણીયા પોઈન્ટ, સરસિયા, સાવરકુંડલા, જસધાર અને આંબરડી પ્રવાસન રેન્જ સહિતના વિસ્તારોમાં કરવામાં આવી છે. કેટલાક પોઈન્ટ પર પવનચક્કી દ્વારા પાણી ભરવામાં આવે છે, જ્યારે મોટાભાગના પોઈન્ટ પર ટેન્કર મારફતે પાણી પહોંચાડવામાં આવી રહ્યું છે. આ પોઈન્ટ્સ ગીર જંગલ અને રેવન્યુ વિસ્તાર બંનેમાં કાર્યરત છે. બીટગાર્ડને સોંપાઈ વિશેષ જવાબદારી જૂનાગઢના ચીફ ફોરેસ્ટ કન્ઝર્વેટર (CF) રામ રતન નાલાના માર્ગદર્શન હેઠળ, ધારી ગીર પૂર્વ ડીવીઝનના ડેપ્યુટી કન્ઝર્વેટર ઓફ ફોરેસ્ટ (DCF) વિકાસ યાદવે દરેક રેન્જમાં પાણીના પોઈન્ટ નિયમિત ભરવા માટે સૂચનાઓ આપી છે. આ કામગીરી માટે દરેક રેન્જમાં બીટ ગાર્ડ કક્ષાના કર્મચારીઓને જવાબદારી સોંપવામાં આવી છે. વન્યજીવોનું સ્થળાંતર રોકવા પ્રયાસ વન વિભાગ દ્વારા ઉભી કરાયેલી આ વિશેષ પાણી વ્યવસ્થા સિંહો ઉપરાંત હરણ, નીલગાય અને પક્ષીઓ સહિતના વન્યપ્રાણીઓ માટે આશીર્વાદરૂપ સાબિત થશે, જેઓ કાળઝાળ ગરમીમાં પાણીની તીવ્ર અછતનો સામનો કરી રહ્યા છે. ગીર પૂર્વમાં 40 ડિગ્રી તાપમાન, સિંહો માટે 250 પાણીના પોઈન્ટ ગીર પૂર્વ ડિવિજનના DCF વિકાસ યાદવએ જણાવ્યું હતું કે, આપ બધાને ખબર છે કે હવે ઉનાળાની સીઝન ચાલુ થઈ ગઇ છે. તાપમાન વધી રહ્યું છે. આપણી સૌરાષ્ટ્રની તપોભૂમિમાં સાવજ રહે છે અને એની સાથે સાથે ઘણા બધા વન્ય પ્રાણી પણ અહીંયા નિવાસ કરે છે. તો આ વસ્તુને ધ્યાનમાં રાખીને પાણીની સમસ્યા ન સર્જાય તે માટે વિશેષ વ્યવસ્થા ગીર પૂર્વ વન વિભાગ દ્વારા કરવામાં આવી રહી છે. ટેકનોલોજી અને કુદરતી સ્ત્રોતનો સમન્વય આમાં સૌર ઉર્જા દ્વારા સંચાલિત ઘણા બધા પાણીના પોઇન્ટો છે, અમુક પોઇન્ટો પવનચક્કી દ્વારા ચાલે છે. અમુક એવા વિસ્તારો પણ છે જ્યાં થોડીક દુર્ગમતા હોય. ત્યાં પાણીના ટેન્કર દ્વારા પાણી ભરવામાં આવી રહ્યું છે. ગીરમાંથી ઘણી બધી નદીઓ પસાર થાય છે. જેમાં સાત મોટી નદીઓનો પણ સમાવેશ થાય છે. જેમાં ગીર પૂર્વ વન વિભાગમાં શેત્રુંજી અને મચ્છુન્દ્રી મોટી નદીઓ છે. ગીરના 'સાવજ' માટે વન વિભાગ સજ્જ આ સિવાય પ્રાકૃતિક પાણીના સ્ત્રોતની વાત કરીએ તો કુટિયા અને કોતર પણ અહીંયા છે. પણ, છતાં જ્યારે જ્યારે ટેમ્પરેચર વધે છે તો પાણીની સમસ્યા ઉભી થઈ શકે છે. જેથી પાણીની અછતને ધ્યાનમાં રાખીને 250 જેટલા પાણીના પોઇન્ટ્સ ગીર પૂર્વ વન વિભાગમાં મેન્ટેન કરવામાં આવી રહ્યા છે. ધારી ગીર પૂર્વ ડિવિજન ડીસીએફ વિકાસ યાદવએ કહ્યું કે, પાણીના પોઇન્ટ ઉપર જે બીટગાર્ડ છે એમની જવાબદારી નક્કી કરવામાં આવી છે કે, એમને દરેક દિવસે પાણીના પોઇન્ટ જોવાનું રહેશે. જેમાં કેવી રીતે એનું મેન્ટેનન્સ થાય છે, એની સાફસફાઈ થાય છે, ભેજ મેન્ટેન અને મોઈશ્ચર મેન્ટેન થાય છે કે કેમ એ જોવાનું રહેશે. જંગલમાં એના માટે વિશેષ વ્યવસ્થા કરવામાં આવી છે.
    Click here to Read More
    Previous Article
    જામનગરમાં વહેલી સવારે ઝાકળ છવાઈ, વિઝિબિલિટી ઘટી:ઉનાળા વચ્ચે શિયાળા જેવો અનુભવ, મિશ્ર ઋતુનો અહેસાસ
    Next Article
    સુરેન્દ્રનગર જેલમાં કાચા કામના કેદીનું મોત:હૃદયરોગના હુમલાથી 70 વર્ષીય વૃદ્ધનું મોત

    Related Gujarat Updates:

    Are you sure? You want to delete this comment..! Remove Cancel

    Comments (0)

      Leave a comment