Search

    Language Settings
    Select Website Language

    GDPR Compliance

    We use cookies to ensure you get the best experience on our website. By continuing to use our site, you accept our use of cookies, Privacy Policy, and Terms of Service.

    BijnorNews
    Bijnor news

    યુદ્ધ દરમિયાન મોટા-મોટા દેશો મુશ્કેલીમાં હતા, પણ ભારત નહીં:મોદીએ કહ્યું- આયાતના રસ્તા બંધ હતા તો પણ 40 દેશોમાંથી આવ્યું તેલ, 21મી સદીના સૌથી મોટા ઉર્જા સંકટમાંથી દેશ બહાર આવ્યો

    3 days ago

    વડાપ્રધાન નરેન્દ્ર મોદી આજે (શનિવારે) રાજસ્થાનની મુલાકાતે છે. તેઓ બલોતરાના પચપદરા ખાતે બપોરે લગભગ 12 વાગ્યે પહોંચ્યા હતા. ત્યાં તેમણે દેશની અત્યાધુનિક રિફાઇનરીના કંટ્રોલ રૂમનું નિરીક્ષણ કર્યું અને નિષ્ણાતો સાથે વાતચીત કરી. બાલોતરાના પચપદરામાં PMએ દેશની સૌથી આધુનિક રિફાઇનરીનું ઉદ્ઘાટન કર્યુ.. તેમણે જયપુર મેટ્રોના ફેઝ-2નો શિલાન્યાસ પણ (વર્ચ્યુઅલ) કર્યો હતો. રાજસ્થાનમાં સંબોધન કરતા વડાપ્રધાન મોદીએ જણાવ્યું હતું કે આ યુદ્ધની અસર સમગ્ર વિશ્વ પર પડી છે. ભારતે યોગ્ય નિર્ણયો લીધા, યોગ્ય રણનીતિ ઘડી અને પોતાની ડિપ્લોમેસી તાકાતનો સકારાત્મક ઉપયોગ કર્યો. પરિણામે, દેશ આ સંકટમાંથી બહાર આવવામાં સફળ રહ્યો. ભારતે સમયસર આ સંકટ સામે યોગ્ય પગલા ભર્યા. વડાપ્રધાન મોદીએ ઉલ્લેખ કર્યો કે પશ્ચિમ એશિયામાં યુદ્ધ દરમિયાન ભારતે 40 દેશો પાસેથી ઈંધણ મેળવ્યું હતું. મોદીએ કહ્યું- હું રાજસ્થાનની ધરતીનો ઋણી છું વડાપ્રધાન મોદીએ કહ્યું, આ કાળઝાળ ગરમીમાં આટલી મોટી સંખ્યામાં લોકોનું ભેગુ થવું એ ભાજપ સરકારના પ્રયાસોમાં તમારા અતૂટ વિશ્વાસને દર્શાવે છે. આ સમર્થન બદલ હું રાજસ્થાનની ધરતીનો ઋણી છું. આજે, રાજસ્થાનની આ જ ધરતી પરથી ભારતે વિકસિત અને આત્મનિર્ભર બનવાની દિશામાં એક મહત્વપૂર્ણ પગલું ભર્યું છે. આ દિવસ એ વાતનો સાક્ષી છે કે ભાજપની સરકારો માત્ર પ્રોજેક્ટ્સના શિલાન્યાસ કરીને અટકી જતી નથી. અમે તે પ્રોજેક્ટ્સને પૂર્ણ કરવા માટે રાત-દિવસ કામ કરીએ છીએ. વડાપ્રધાને કહ્યું- બે મહિના પહેલા રિફાઇનરીમાં થયેલી દુર્ઘટના બાદ આટલી ઝડપથી કામ પૂર્ણ કરવું એ સખત પરિશ્રમનું પરિણામ છે. સૌએ સાબિત કરી દીધું છે કે પડકાર ગમે તેટલો મોટો હોય, 'નવું ભારત' ન તો પોતાના સંકલ્પથી ડગે છે અને ન તો પોતાની ગતિ ધીમી પાડે છે. વડાપ્રધાન નરેન્દ્ર મોદી શનિવારે સવારે લગભગ 10.40 વાગ્યે જોધપુર પહોંચ્યા હતા. ત્યાં તેમણે એરપોર્ટના નવા ટર્મિનલ બિલ્ડિંગનું ઉદ્ઘાટન કર્યું અને નવી સુવિધાનું નિરીક્ષણ કર્યું. તેમણે 'ઉડાન' (UDAN) યોજનાનો પણ શુભારંભ કર્યો અને આ પહેલ અંગેનું પ્રેઝન્ટેશન વડાપ્રધાન સમક્ષ રજૂ કરવામાં આવ્યું હતું. 20 એપ્રિલે રિફાઇનરીમાં આગ લાગી હતી આ જ વર્ષે 20 એપ્રિલે રિફાઇનરીના બે ભાગો ક્રૂડ ડિસ્ટિલેશન યુનિટ (CDU) અને વેક્યુમ ડિસ્ટિલેશન યુનિટ (VDU) માં આગ લાગી હતી. આ ઘટના 21 એપ્રિલે રિફાઇનરીના ઉદ્ઘાટન પહેલાના એક દિવસ પહેલા બની હતી. દુર્ઘટના બાદ પીએમ નરેન્દ્ર મોદીનો અહીં આવવાનો કાર્યક્રમ સ્થગિત કરી દેવામાં આવ્યો હતો. વડાપ્રધાનની રાજસ્થાન મુલાકાતા ફોટા… મોદીના રાજસ્થાનના પ્રવાસના અપડેટ માટે બ્લોગ પર જાઓ…
    Click here to Read More
    Previous Article
    5 best alternatives to Google Chrome and Safari in 2026
    Next Article
    હે મેઘરાજા ગુજરાતને ટાઢું પાડો:મગજ તપી જતાં સટાસટી, બે વીડિયો વાઇરલ, મંત્રી મિટિંગમાં ગયા ને સાહેબ બહાર રહી ગયા, લૂંગીવાળા આગેવાને ડસ્ટબિન પચાવી લીધા

    Related National Updates:

    Are you sure? You want to delete this comment..! Remove Cancel

    Comments (0)

      Leave a comment