Search

    Language Settings
    Select Website Language

    GDPR Compliance

    We use cookies to ensure you get the best experience on our website. By continuing to use our site, you accept our use of cookies, Privacy Policy, and Terms of Service.

    BijnorNews
    Bijnor news

    'કોંગ્રેસના રાજમાં 40 રૂપિયે કિલો ખાંડ':નવસારીમાં 1500 કિલો ખાંડનું વિતરણ, મોંઘવારીને લઈને 'ચીની પે ચર્ચા' કાર્યક્રમમાં લાંબી લાઇનો

    8 hours ago

    નવસારી શહેર કોંગ્રેસે મોંઘવારી વિરુદ્ધ અનોખો વિરોધ કર્યો હતો. નવસારી મહાનગરપાલિકાના પટાંગણ બહાર રાહત દરે ખાંડનું વિતરણ કર્યું હતું. બજાર ભાવ કરતાં ઓછા, એટલે કે રૂ. 40 પ્રતિ કિલોના ભાવે આશરે 1500 કિલો ખાંડનું વિતરણ કરાયું હતું. ખાંડ ખરીદવા માટે પટાંગણ બહાર નાગરિકોની લાંબી કતારો જોવા મળી હતી. ઉલ્લેખનીય છે કે, હાલ નવસારીમાં ખાંડનો ભાવ પ્રતિ કિલો 58 રૂપિયા છે. 'ચાય પે ચર્ચા' સામે 'ચીની પે ચર્ચા' નામથી વિરોધ કાર્યક્રમ વડાપ્રધાન નરેન્દ્ર મોદીના લોકપ્રિય 'ચાય પે ચર્ચા' અભિયાન સામે નવસારી શહેર કોંગ્રેસે 'ચીની પે ચર્ચા' નામથી આ વિરોધ કાર્યક્રમ યોજ્યો હતો. નવસારી શહેર કોંગ્રેસ પ્રમુખ દીપક બારોટની આગેવાનીમાં આ કાર્યક્રમનું આયોજન કરાયું હતું. 'કોંગ્રેસના રાજમાં 40 રૂપિયે કિલો ચીની' જેવા સુત્રોચ્ચાર સાથે વિરોધ પ્રદર્શન કરવામાં આવ્યું હતું. તો વિરોધ પ્રદર્શન કરી રહેલા કોંગ્રેસના કાર્યકરોને પોલીસે અટકાવ્યાં હતા. જે દરમિયાન થોડીવાર માટે પોલીસ અને કોંગ્રેસના કાર્યકરો વચ્ચે માહોલ ગરમાયો હતો. અનંત પટેલે સરકાર પર પ્રહાર કર્યાં કાર્યક્રમમાં હાજર વાંસદાના ધારાસભ્ય અનંત પટેલે સરકાર પર પ્રહાર કરતા જણાવ્યું કે, દેશમાં મોંઘવારી ખૂબ વધી ગઈ છે. તેના કારણે સવારની ચા પણ સામાન્ય પરિવાર માટે મોંઘી બની રહી છે. તેમણે ઉમેર્યું કે, જિલ્લા અને શહેર કોંગ્રેસ સમિતિ દ્વારા અડધા ભાવે ખાંડ આપવાનું આયોજન કરાયું છે. અત્યાર સુધીમાં લગભગ 1500 કિલો ખાંડનું વિતરણ કરાયું છે અને જરૂર પડ્યે વધુ વ્યવસ્થા કરાશે. અમારી અપેક્ષા છે કે સરકાર મોંઘવારીને કાબૂમાં લાવી પ્રજાને સાચી ભેટ આપે. ‘જીવનજરૂરી વસ્તુઓ નાના માણસને પોસાય તેવા ભાવે મળવી જોઈએ’ શહેર કોંગ્રેસ પ્રમુખ દીપક બારોટે જણાવ્યું કે, જીવનજરૂરી વસ્તુઓ, શિક્ષણ અને દવાઓ નાનામાં નાના માણસને પોસાય તેવા ભાવે મળવી જોઈએ. વડાપ્રધાનના જન્મદિવસ પર અમે તેમને શુભેચ્છાઓ પાઠવીએ છીએ. સાથે જ મોંઘવારી સામે પ્રજાને રાહત આપવા માટે ઓછા ભાવે ખાંડનું વિતરણ કરીને લોકોનું મોઢું મીઠું કરાવવાનો નવતર અભિગમ અપનાવ્યો છે. સસ્તી ખાંડ મેળવવા માટે નગરપાલિકા પરિસરમાં મધ્યમ વર્ગના પરિવારો મોટી સંખ્યામાં આવ્યા હતા. તેમણે લાંબી કતારો લગાવીને આ સેવાનો લાભ લીધો હતો. ખાંડ લેવા આવેલા મહમદભાઈએ જણાવ્યું કે, આજે પેટ્રોલ, CNG, શાકભાજી, દૂધ તમામના ભાવ બહુ વધી ગયા છે. હવે શું કરીએ અમે કેવી રીતે ખાઈએ?કોંગ્રેસ સારું કામ કરશે એવું લાગે છે. હું ભાજપને કહેવા માંગુ છું કે મોંઘવારી બહુ વધી ગઈ છે.
    Click here to Read More
    Previous Article
    પુત્રીની હત્યા કરી મૃતદેહને ફ્રીજમાં બેસાડ્યો, શણગાર પણ કર્યો:હાર પહેરાવી મોઢામાં તુલસીપાન મૂક્યું, પિતા પણ હાથ-પગમાં મોજા પહેરી લટકી ગયા, સાવરકુંડલામાં પૈસાની લેતીદેતીમાં સોની પરિવાર વિખેરાયો
    Next Article
    PM મોદીના જન્મદિવસે બનાસકાંઠામાં સેવાકીય કાર્યક્રમો યોજાયા:વડગામ અને પાલનપુરમાં રક્તદાન કેમ્પ અને કીટ વિતરણ કરાયું

    Related Gujarat Updates:

    Are you sure? You want to delete this comment..! Remove Cancel

    Comments (0)

      Leave a comment