Search

    Language Settings
    Select Website Language

    GDPR Compliance

    We use cookies to ensure you get the best experience on our website. By continuing to use our site, you accept our use of cookies, Privacy Policy, and Terms of Service.

    BijnorNews
    Bijnor news

    યુપીની 40 સ્કૂલોમાં પૂરનું પાણી ઘૂસ્યું:100 વર્ષ જૂનું મકાન ધરાશાયી થતાં 6 મોત; કેદારનાથ હાઈવે પર કાટમાળમાં અનેક વાહનો દટાયા

    2 days ago

    દેશભરમાં ચોમાસાનો વરસાદ હવે લોકો માટે આફત બની ગયો છે. યુપીમાં સતત વરસાદને કારણે નદીઓ ગાંડીતૂર બની છે. ફર્રુખાબાદ જિલ્લાના 33 ગામો અને 40 સરકારી સ્કૂલોમાં ગંગાનું પાણી ઘૂસી ગયું છે. બલિયામાં એક અઠવાડિયામાં 27 ઘરો સરયૂ નદીમાં સમાઈ ગયા છે. વારાણસીમાં ગંગાનું પાણી 40-50 નાના મંદિરોમાં ઘૂસી ગયું છે. જ્યારે, પ્રતાપગઢમાં સતત વરસાદને કારણે 100 વર્ષ જૂનું મકાન ધરાશાયી થયું, જેમાં એક જ પરિવારના 6 લોકોના મોત થયા. ઉત્તરાખંડમાં મોડી રાતથી સતત વરસાદ પડી રહ્યો છે. ખરાબ હવામાનને ધ્યાનમાં રાખીને દેહરાદૂન, ચમોલી, બાગેશ્વર, રુદ્રપ્રયાગ અને પૌડી ગઢવાલમાં આંગણવાડી કેન્દ્રો સાથે ધોરણ 12 સુધીની તમામ સ્કૂલો બંધ કરી દેવામાં આવી છે. રુદ્રપ્રયાગમાં ધોધમાર વરસાદ બાદ તિલવાડા નજીક પહાડ પરથી કાટમાળ અને પાણી કેદારનાથ હાઈવે પર આવી ગયું. જેના કારણે અનેક વાહનો કાદવ અને ખડકોના કાટમાળમાં દટાઈ ગયા. બીજી તરફ, આસામમાં પૂરની સ્થિતિ હજુ પણ ગંભીર છે. છેલ્લા 24 કલાકમાં વધુ 6 લોકોના મોત થયા છે, જેના કારણે આ ચોમાસાની સિઝનમાં મૃત્યુઆંક વધીને 95 થયો છે. ધાનસિરી નદી ભયજનક સપાટીથી ઉપર વહી રહી છે, જેના કારણે 14 જિલ્લામાં હાઈ એલર્ટ જાહેર કરવામાં આવ્યું છે. રાજ્યના 563 ગામોના 1.6 લાખથી વધુ લોકો પૂરથી પ્રભાવિત છે. સેટેલાઇટ મેપમાં જુઓ ચોમાસાના વાદળોની સ્થિતિ દેશભરમાંથી હવામાનની તસવીરો મોસમ સંબંધિત અપડેટ્સ માટે નીચેના લાઇવ બ્લોગમાંથી પસાર થાઓ…
    Click here to Read More
    Previous Article
    પૂર્વ ક્રિકેટ કેપ્ટન શાકિબ અલ હસનના ઘર પર હુમલો:પેટ્રોલ બોમ્બ ફેંક્યા, શેખ હસીનાના કાર્યક્રમમાં સામેલ થવાથી બાંગ્લાદેશી કટ્ટરપંથીઓ નારાજ
    Next Article
    દારૂડિયાએ ટુ-વ્હીલરોને અડફેટે લઈ કાર ડિવાઈડર પર ચડાવી દીધી:મકરપુરા પોલીસ સ્ટેશન સામે અકસ્માત; નાકમાંથી લોહી નીકળ્યું, એરબેગ પણ ખુલ્લી લઈ

    Related National Updates:

    Are you sure? You want to delete this comment..! Remove Cancel

    Comments (0)

      Leave a comment