Search

    Language Settings
    Select Website Language

    GDPR Compliance

    We use cookies to ensure you get the best experience on our website. By continuing to use our site, you accept our use of cookies, Privacy Policy, and Terms of Service.

    BijnorNews
    Bijnor news

    સુરતમાં 40 વર્ષીય વેપારી બાથરૂમમાં પુરાયા:ઘરના બાથરૂમનો દરવાજો લોક થઈ જતાં અંદર ફસાયા, ફાયર બ્રિગેડે 10 જ મિનિટમાં કાઢ્યા બહાર

    6 दिन पहले

    સુરત શહેરના મોટા વરાછા વિસ્તારમાં આવેલી એક પોશ સોસાયટીમાં બાથરૂમનો દરવાજો અચાનક લોક થઈ જતાં એક વેપારી અંદર જ ફસાઈ ગયા હોવાની ઘટના સામે આવી છે. લોકમાં ટેક્નિકલ ખામી સર્જાવાને કારણે સર્જાયેલી આ કટોકટી બાદ તાત્કાલિક સુરત ફાયર વિભાગને જાણ કરવામાં આવી હતી. ફાયરની ટીમે ગણતરીની મિનિટોમાં ઘટનાસ્થળે પહોંચીને દરવાજો તોડી ઉદ્યોગપતિને સહી-સલામત બહાર કાઢ્યા હતા. અબ્રામા રોડ પર આવેલી લક્ઝુરિયસ સોસાયટીની ઘટના મળતી માહિતી મુજબ મોટા વરાછા વિસ્તારમાં અબ્રામા રોડ પર અવધ પલ્સબેરી બંગલોઝ નામની હાઈપ્રોફાઈલ સોસાયટી આવેલી છે. આ સોસાયટીમાં રહેતા 40 વર્ષીય ઉદ્યોગપતિ ભાવેશ સાવલિયા પોતાના ઘરે બાથરૂમમાં હતા. આ દરમિયાન બાથરૂમના દરવાજાના લોકમાં અચાનક કોઈ ટેકનિકલ પ્રોબ્લેમ સર્જાયો હતો. ભાવેશભાઈએ અંદરથી દરવાજો ખોલવાનો ઘણો પ્રયત્ન કર્યો હતો પરંતુ, લોક જામ થઈ ગયું હોવાથી દરવાજો ખૂલ્યો ન હતો. પરિવારજનોએ ફાયર વિભાગની મદદ માંગી વેપારી બાથરૂમમાં ફસાઈ ગયા હોવાની જાણ બહાર હાજર પરિવારના સભ્યોને થતાં તેઓ પણ ચિંતામાં મુકાયા હતા. બહારથી પણ લોક ખોલવાના તમામ પ્રયાસો નિષ્ફળ રહ્યા હતા. આખરે મામલાની ગંભીરતા જોઈને પરિવાર વતી તાત્કાલિક સુરત ફાયર વિભાગને ફોન કરીને ઘટનાની જાણ કરવામાં આવી હતી અને મદદ માંગવામાં આવી હતી. ફાયર ટીમે માત્ર 10 જ મિનિટમાં ઓપરેશન પાર પાડ્યું ફાયર કંટ્રોલ રૂમમાં મેસેજ મળતાની સાથે જ સ્થાનિક ફાયર સ્ટેશનની ટીમ રેસ્ક્યૂ સાધનો સાથે ગણતરીની મિનિટોમાં અવધ પલ્સબેરી બંગલો ખાતે દોડી આવી હતી. ફાયરના જવાનોએ સ્થિતિનો તાગ મેળવીને સમય બગાડ્યા વિના આધુનિક સાધનો વડે બાથરૂમનો લોક તોડવાની કામગીરી શરૂ કરી હતી. ફાયર ફાઈટરોએ ભારે જહેમત બાદ માત્ર 10 જ મિનિટના ટૂંકા ગાળામાં લોક તોડી નાખ્યું હતું અને 40 વર્ષીય ભાવેશ સાવલિયાને કોઈ પણ ઈજા વગર સહી-સલામત બહાર કાઢ્યા હતા. હેમખેમ બહાર આવતા જ ભાવેશભાઈ અને તેમના પરિવારે રાહતનો શ્વાસ લીધો હતો અને ફાયર બ્રિગેડની ત્વરિત કામગીરીનો આભાર માન્યો હતો.
    Click here to Read More
    Previous Article
    ન્યૂડ વીડિયો કોલ રેકોર્ડ કરી 60 લાખ પડાવ્યા:કિન્નર ગુરુમાં બની વિધિના નામે પૈસા પડાવનાર ગેંગનો મુખ્ય આરોપી દબોચાયો
    Next Article
    Punjab Remote-Controlled By Arvind Kejriwal? What Bhagwant Mann Said

    Related Gujarat Updates:

    Are you sure? You want to delete this comment..! Remove Cancel

    Comments (0)

      Leave a comment