Search

    Language Settings
    Select Website Language

    GDPR Compliance

    We use cookies to ensure you get the best experience on our website. By continuing to use our site, you accept our use of cookies, Privacy Policy, and Terms of Service.

    BijnorNews
    Bijnor news

    રમરમાટ 4 લકઝુરિયસ કાર એકબીજા સાથે ટકરાઈ, ક્રેટા સળગી:ચાર ઈજાગ્રસ્ત એકની હાલત ગંભીર, ગાંધીનગરમાં નશામાં ધૂત નબીરાઓએ SG હાઇવે બાનમાં લીધો

    17 hours ago

    ગાંધીનગરના સરખેજ હાઇવે પર મોડી રાત્રે એક હૃદયકંપાવનારી ઘટના સામે આવી છે, જેમાં પૂરપાટ ઝડપે દોડતી ચાર લકઝુરિયસ કાર વચ્ચે ગમખ્વાર અકસ્માત સર્જાયો હતો. સરગાસણ બ્રિજની શરૂઆતમાં સ્વાગત મોલની બિલકુલ સામે સર્જાયેલા આ અકસ્માતમાં ચારેય વાહનોનો કુરચો બોલી ગયો હતો. આ અકસ્માત એટલો ભયાનક હતો કે ટક્કર માર્યા બાદ તુરંત જ એક હ્યુન્ડાઈ ક્રેટા કારમાં ભીષણ આગ ફાટી નીકળી હતી. ઘટનાની ગંભીરતાને જોતા ગાંધીનગર ફાયર બ્રિગેડની ટીમ તાત્કાલિક સ્થળ પર દોડી આવી હતી અને ભારે જહેમત બાદ આગ પર કાબૂ મેળવ્યો હતો, પરંતુ ત્યાં સુધીમાં ક્રેટા કાર સંપૂર્ણપણે બળીને ખાખ થઈ ગઈ હતી. રાત્રે બેઠા હતા ત્યારે જોરદાર અવાજ આવ્યો પ્રત્યક્ષદર્શી અને ઇજાગ્રસ્તોને સમયસર હોસ્પિટલ પહોંચાડનાર યુવરાજસિંહ ભાટીએ જણાવ્યું કે, અકસ્માત સ્થળની નજીક આવેલા એક કોમ્પ્લેક્સમાં તેમની ઓફિસ આવેલી છે. મોડી રાત્રે તેઓ અને તેમના સાથી મિત્રો કામકાજમાંથી થોડો બ્રેક લઈને નીચે બેઠા હતા.તે સમયે અચાનક આશરે ત્રણસો મીટર દૂરથી એક જોરદાર અને કાન ફાડી નાખે તેવો ધડાકાભેર અવાજ સંભળાયો હતો. ચાર લક્ઝુરિયસ કાર એકબીજા સાથે ખરાબ રીતે અથડાઈ હતી અવાજ સાંભળતાની સાથે જ યુવરાજસિંહ અને તેમના મિત્રો ઘટનાસ્થળ તરફ દોડ્યા હતા. ત્યાં પહોંચીને જોયું તો ચાર લક્ઝુરિયસ કાર એકબીજા સાથે ખરાબ રીતે અથડાઈ પડી હતી અને ક્રેટા ગાડી ધાણીની જેમ સળગી રહી હતી. કારમાં સવાર ચાર યુવાનોને ગંભીર ઈજા આ અકસ્માતમાં ઇનોવા (GJ01JT7623), હ્યુન્ડાઈ ક્રેટા (GJ01WV4423), મહિન્દ્રા 9 ઇવી (GJ02ER7677) અને ટાટા ટિયાગો (GJ01KX9652) નો સમાવેશ થાય છે. અકસ્માતમાં ટાટા ટિયાગો સહિત તમામ ગાડીઓને મોટું નુકસાન પહોંચ્યું હતું. આ ઘટનામાં કારમાં સવાર ચાર જેટલા યુવાનોને ગંભીર ઈજાઓ પહોંચી હતી. ‘ત્રણ યુવકો નશાની હાલતમાં ધૂમ સ્ટાઇલમાં ગાડી ચલાવી રહ્યા હોવા જોઈએ’ પ્રત્યક્ષદર્શીના જણાવ્યા અનુસાર, ઇજાગ્રસ્ત યુવાનોમાંથી ત્રણ યુવકો સંપૂર્ણપણે નશાની હાલતમાં ધૂમ સ્ટાઇલમાં ગાડી ચલાવી રહ્યા હોવા જોઈએ.અને અકસ્માત સમયે ગાડીઓની સ્પીડ અંદાજે 130 કિલોમીટર પ્રતિ કલાકથી પણ વધુ હોવી જોઈએ. ઈજાગ્રસ્તોને હોસ્પિટલમાં ખસેડાયા સ્થાનિક લોકો અને યુવરાજસિંહની મદદથી તુરંત જ 108 એમ્બ્યુલન્સને જાણ કરવામાં આવી હતી. એમ્બ્યુલન્સ મારફતે ચારેય ઇજાગ્રસ્તોને તાત્કાલિક સારવાર અર્થે ખસેડવામાં આવ્યા હતા, જેમાં ત્રણ વ્યક્તિઓને ગાંધીનગરની સિવિલ હોસ્પિટલમાં અને એક વ્યક્તિની સ્થિતિ વધુ ગંભીર જણાતા તેને અમદાવાદની ખાનગી હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યા છે. નવાઈની વાત એ છે કે, અકસ્માત બાદ અરાજકતાનો માહોલ સર્જાતા કોઈપણ વાહનના માલિક અથવા ડ્રાઈવર ઘટનાસ્થળે હાજર મળી આવ્યા ન હતા. આ ચકચારી ઘટનાને પગલે સેક્ટર 7 પોલીસે ગુનો નોંધીને નશાખોર નબીરાઓ સામે કાયદેસરની કાર્યવાહી અને અકસ્માતની વધુ તપાસ હાથ ધરી છે.
    Click here to Read More
    Previous Article
    Here’s what happens to the body when you quit chai for 90 days
    Next Article
    Welcome to the Jungle Movie Review and Release LIVE Updates: Akshay Kumar’s film is ‘entertaining, laugh riot,’ say reviews, paid previews earn Rs 3.75 cr

    Related Gujarat Updates:

    Are you sure? You want to delete this comment..! Remove Cancel

    Comments (0)

      Leave a comment