Search

    Language Settings
    Select Website Language

    GDPR Compliance

    We use cookies to ensure you get the best experience on our website. By continuing to use our site, you accept our use of cookies, Privacy Policy, and Terms of Service.

    BijnorNews
    Bijnor news

    જોરાવરનગર પોલીસે રતનપરમાં 4 જુગારીઓને પકડ્યા:જાહેરમાં જુગાર રમતા ₹63,040નો મુદ્દામાલ જપ્ત

    10 hours ago

    સુરેન્દ્રનગરના રતનપર વિસ્તારમાં જાહેરમાં જુગાર રમતા ચાર શખ્સોને જોરાવરનગર પોલીસે ઝડપી પાડ્યા છે. પોલીસે તેમની પાસેથી કુલ ₹63,040નો મુદ્દામાલ જપ્ત કરીને કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે. જિલ્લા પોલીસવડાની સૂચનાથી સુરેન્દ્રનગર શહેરમાં દારૂ-જુગારની બદીઓ નાબૂદ કરવા ઝુંબેશ ચલાવવામાં આવી રહી છે. આ અંતર્ગત, જોરાવરનગર પોલીસના રવિભાઈ અલગોતર સહિતના સ્ટાફને રતનપરની ગાંડાવાડીમાં જાહેરમાં જુગાર રમાતો હોવાની બાતમી મળી હતી. બાતમીના આધારે પોલીસે દરોડો પાડી રફીક આદમભાઈ કટીયા, હૈદર મહમદભાઈ મુલ્લા, અલ્તાફ ઉર્ફે શેમ્પુ કાદરભાઈ કટીયા અને સલીમ કાળુભાઈ ભટ્ટીને ગંજીપાના વડે જુગાર રમતા રંગેહાથ પકડી પાડ્યા હતા. પોલીસે તેમની પાસેથી રોકડા ₹8,040, ₹40,000ની કિંમતનું એક બાઈક અને ₹15,000ના ત્રણ મોબાઈલ ફોન સહિત કુલ ₹63,040નો મુદ્દામાલ કબજે કર્યો છે. આ મામલે જોરાવરનગર પોલીસ મથકે ચારેય શખ્સો વિરુદ્ધ જુગારધારા હેઠળ ફરિયાદ નોંધી વધુ તપાસ હાથ ધરવામાં આવી છે.
    Click here to Read More
    Previous Article
    PM મોદીની અપીલને મેયરે ચરિતાર્થ કરી:સરકારી-લક્ઝુરિયસ ગાડીનો મોહ છોડી મેટ્રોમાં સવારી કરી મહાનગરપાલિકા પહોંચ્યા, નાગરિકોને પર્યાવરણ જતનનો સંદેશ આપ્યો
    Next Article
    કમાટીબાગના પ્રાણી સંગ્રહાલયમાં પ્રાણીઓને ગરમીથી બચાવવા પ્રયાસો:સતત પાણીનો છંટકાવ અને બરફના બ્લોક્સ મૂકાયા, 24 કલાક પશુ ચિકિત્સકની ટીમની દેખરેખ

    Related Gujarat Updates:

    Are you sure? You want to delete this comment..! Remove Cancel

    Comments (0)

      Leave a comment