Search

    Language Settings
    Select Website Language

    GDPR Compliance

    We use cookies to ensure you get the best experience on our website. By continuing to use our site, you accept our use of cookies, Privacy Policy, and Terms of Service.

    BijnorNews
    Bijnor news

    ચાંદી ધડામ...સોનાના ભાવ પણ ઘટ્યાં:ચાંદી સાડા 4 હજાર અને સોનામાં ₹1,135નો ઘટાડો થયો; ભાવ ઓલટાઈમ હાઈથી નીચે આવતા ખરીદીનો માહોલ જામ્યો

    5 दिन पहले

    સોના-ચાંદીના ભાવમાં આજે એટલે કે 26 મેના રોજ ઘટાડો થયો છે. ઇન્ડિયા બુલિયન એન્ડ જ્વેલર્સ એસોસિએશન (IBJA) અનુસાર, 1 કિલો ચાંદીની કિંમત 4,750 રૂપિયા ઘટીને 2.66 લાખ રૂપિયા પર આવી ગઈ છે. 10 ગ્રામ 24 કેરેટ સોનાનો ભાવ 1,135 રૂપિયા ઘટીને 1.58 લાખ રૂપિયા થઈ ગયો છે. સોનાની કિંમતોની સફર: ₹1.76 લાખથી ₹1.58 લાખ સુધી આ વર્ષની શરૂઆતમાં સોનામાં તેજી જોવા મળી હતી, પરંતુ છેલ્લા કેટલાક અઠવાડિયામાં નફાખોરી અને વૈશ્વિક કારણોસર તેમાં ઘટાડો થયો છે. ચાંદીના ભાવમાં કડાકો: ₹3.86 લાખથી ₹2.66 લાખ સુધી ચાંદીમાં સોના કરતાં વધુ ઉતાર-ચઢાવ જોવા મળ્યો છે. તે તેની ઓલ ટાઈમ હાઈથી ઘણી નીચે આવી છે. સોનું 117 દિવસમાં ₹18 હજાર અને ચાંદી ₹1.20 લાખ સસ્તી ઘટાડાના મુખ્ય કારણો: મેટલ છોડીને 'કેશ' પર ભરોસો સામાન્ય રીતે યુદ્ધના માહોલમાં સોના-ચાંદીના ભાવ વધે છે, પરંતુ આ વખતે સ્થિતિ થોડી અલગ છે: કેશની બચત: મધ્ય પૂર્વ યુદ્ધને કારણે રોકાણકારો જોખમ લેવા માંગતા નથી. તેઓ પોતાનું સોનું અને ચાંદી વેચીને 'કેશ' એકઠા કરી રહ્યા છે જેથી અનિશ્ચિતતાના સમયે તેમની પાસે લિક્વિડ મની રહે. પ્રોફિટ બુકિંગ: જાન્યુઆરીમાં કિંમતો રેકોર્ડ સ્તરે પહોંચી ગઈ હતી, તેથી મોટા રોકાણકારોએ ઊંચા ભાવે પોતાની હોલ્ડિંગ વેચવાનું શરૂ કરી દીધું, જેના કારણે બજારમાં સપ્લાય વધી ગઈ અને કિંમતો ઘટી ગઈ. જ્વેલર્સ પાસેથી સોનું ખરીદતી વખતે આ 2 બાબતોનું ધ્યાન રાખો 1. સર્ટિફાઇડ ગોલ્ડ જ ખરીદો: હંમેશા બ્યુરો ઓફ ઇન્ડિયન સ્ટાન્ડર્ડ (BIS) નો હોલમાર્ક લાગેલો સર્ટિફાઇડ ગોલ્ડ જ ખરીદો. આ નંબર આલ્ફાન્યુમેરિક એટલે કે કંઈક આ રીતે હોઈ શકે છે- AZ4524. હોલમાર્કિંગથી ખબર પડે છે કે સોનું કેટલા કેરેટનું છે. 2. કિંમત ક્રોસ ચેક કરો: સોનાનું સાચું વજન અને ખરીદવાના દિવસે તેની કિંમત ઘણા સોર્સિસ (જેમ કે ઇન્ડિયા બુલિયન એન્ડ જ્વેલર્સ એસોસિએશનની વેબસાઇટ) થી ક્રોસ ચેક કરો.
    Click here to Read More
    Previous Article
    Twisha Sharma Case LIVE : SC ने दिखाई सख्ती, ट्विशा केस में बड़ा मोड़ | Twisha Sharma News Update
    Next Article
    5 મહિના સુધી જોયા અખ્તરની ઓફિસ લૂંટાતી રહી!:ત્રણ લોકોએ મળીને 66 હાર્ડ ડિસ્ક ગાયબ કરી, ઓફિસ બોયે 15 હજારમાં વેચી દીધો કરોડોનો ડેટા

    Related બીઝનેસ Updates:

    Are you sure? You want to delete this comment..! Remove Cancel

    Comments (0)

      Leave a comment