Search

    Language Settings
    Select Website Language

    GDPR Compliance

    We use cookies to ensure you get the best experience on our website. By continuing to use our site, you accept our use of cookies, Privacy Policy, and Terms of Service.

    BijnorNews
    Bijnor news

    યુનિવર્સિટી કેમ્પસમાં 4 નવા પ્રકલ્પોનું ઉદ્ઘાટન:કુલપતિએ પાણીની ટાંકી, ગુજરાતી ભવન, NCC ફાયરિંગ રેન્જ ખુલ્લી મૂકી

    1 day ago

    હેમચંદ્રાચાર્ય ઉત્તર ગુજરાત યુનિવર્સિટીના કુલપતિ કે. સી. પોરિયાએ યુનિવર્સિટી કેમ્પસમાં ચાર વિકાસલક્ષી પ્રકલ્પોનું ઉદ્ઘાટન કર્યું છે. પર્યાવરણ દિવસની પૂર્વ સંધ્યાએ પર્યાવરણ સંરક્ષણના સંદેશ સાથે આ કાર્યક્રમ યોજાયો હતો. યુનિવર્સિટીમાં પાણીના સંગ્રહની સમસ્યાના નિરાકરણ માટે સરકારી ગ્રાન્ટમાંથી 15 લાખ લિટર ક્ષમતાની પાણીની ટાંકી અને 25 લાખ લિટર ક્ષમતાના સંપનું નિર્માણ કરવામાં આવ્યું છે. આ પ્રોજેક્ટ પાછળ કુલ 3.16 કરોડ રૂપિયાનો ખર્ચ થયો છે. આ નવી સુવિધાથી રેસિડેન્શિયલ કેમ્પસ અને અન્ય વિભાગોમાં પાણીનો પુરવઠો સરળ બનશે. તેનાથી વીજળી અને પાણીનો બિનજરૂરી દુરુપયોગ પણ ઘટશે. પાટણની જનતાની લાંબા સમયની માંગણીને ધ્યાનમાં રાખીને યુનિવર્સિટીમાં 'ગુજરાતી ભવન'નો પ્રારંભ કરવામાં આવ્યો છે. રાજ્ય સરકારે આ વિભાગ માટે ચાર જગ્યાઓ મંજૂર કરી છે. ફાઈનાન્સ ડિપાર્ટમેન્ટની મંજૂરી મળ્યા બાદ ભરતી પ્રક્રિયાની જાહેરાત કરાશે. નવા શૈક્ષણિક સત્રથી જીકાસ પોર્ટલ મારફતે વિદ્યાર્થીઓ ગુજરાતી વિભાગમાં પ્રવેશ મેળવી શકશે. આ વિભાગ શરૂઆતમાં લૉ ડિપાર્ટમેન્ટના જૂના બિલ્ડિંગમાં કાર્યરત થશે. યુવાનોની શારીરિક સજ્જતા અને સંરક્ષણ ક્ષેત્રે કારકિર્દીને પ્રોત્સાહન આપવા માટે યુનિવર્સિટી ખાતે NCC ફાયરિંગ રેન્જ શરૂ કરવામાં આવી છે. આ રેન્જ મિલિટરીના નિર્ધારિત માપદંડો મુજબ તૈયાર કરાઈ છે. તેના પ્રોટેક્શન વોલ પાછળ 6.40 લાખ રૂપિયાનો ખર્ચ થયો છે. આ સુવિધાનો લાભ અગ્નિવીર, પોલીસ ભરતી અને અન્ય સ્પર્ધાત્મક પરીક્ષાઓની તૈયારી કરતા યુવાનો તેમજ NCC કેડેટ્સને મળશે. આગામી સમયમાં રનિંગ ટ્રેક અને જમ્પિંગ પ્રોડ જેવી સુવિધાઓને પણ વધુ અદ્યતન બનાવવાનું આયોજન છે. કાયદા વિભાગના વિસ્તૃતિકરણના ભાગરૂપે પાંચ વર્ષના ઇન્ટિગ્રેટેડ લૉ કોર્સ (B.Com. LL.B.) માટેની તૈયારીઓ પૂર્ણ કરી લેવામાં આવી છે. આ કોર્સ માટે બાર કાઉન્સિલ ઓફ ઇન્ડિયા (BCI) માં દરખાસ્ત કરવામાં આવી છે. ઓનલાઈન લોકલ ઇન્કવાયરી કમિટીની તપાસ પણ પૂર્ણ થઈ છે. યુનિવર્સિટી દ્વારા જરૂરી ડિપોઝીટની રકમ BCI ને જમા કરાવી દેવામાં આવી છે. યુનિવર્સિટી પ્રશાસન આ વર્ષથી જ પાંચ વર્ષનો ઇન્ટિગ્રેટેડ કોર્સ શરૂ થાય તેવા પ્રયત્નો કરી રહ્યું છે.
    Click here to Read More
    Previous Article
    જૂનાગઢ મનપાના વહીવટમાં ગાબડું:નવો રોડ બનતા જ પાણીની લાઈન લીકેજ થતાં લાખો લીટર પાણી વેડફાયું, અધિકારી-પદાધિકારીઓનું ભેદી મૌન
    Next Article
    લિફ્ટ લોક થતાં 7 વર્ષના બાળક સહિત 6 લોકો ફસાયા:વેસુના ગેલોપિન કોમ્પ્લેક્સની લિફ્ટમાં 45 મિનિટ સુધી ફસાયા, મોબાઈલ નેટવર્ક કપાયું; ફાયરબ્રિગેડે દરવાજો તોડી બહાર કાઢ્યા

    Related Gujarat Updates:

    Are you sure? You want to delete this comment..! Remove Cancel

    Comments (0)

      Leave a comment