Search

    Language Settings
    Select Website Language

    GDPR Compliance

    We use cookies to ensure you get the best experience on our website. By continuing to use our site, you accept our use of cookies, Privacy Policy, and Terms of Service.

    BijnorNews
    Bijnor news

    ભાજપે ગુજરાતમાંથી રાજ્યસભાના 4 ઉમેદવાર જાહેર કર્યા:સૌરાષ્ટ્રમાંથી બે અને ઉત્તર-મધ્ય ગુજરાતમાંથી એક-એકને ટિકિટ, પૂર્વ MLAના પુત્ર જીતેન્દ્ર કણઝારીયા MP બનશે

    12 hours ago

    ભાજપ દ્વારા ગુજરાતના રાજ્યસભાના 4 ઉમેદવારના નામ જાહેર કરવામાં આવ્યા છે. રાજ્યસભા ચૂંટણીને લઈને ભાજપે તૈયારીઓ તેજ કરી છે. મુખ્યમંત્રીના ગાંધીનગર સ્થિત નિવાસસ્થાને ટૂંક સમયમાં મહત્વપૂર્ણ બેઠક યોજાશે, જેમાં ભાજપ પ્રદેશ અધ્યક્ષ જગદીશ વિશ્વકર્મા પણ ખાસ ઉપસ્થિત રહેશે. બેઠકમાં રાજ્યસભા ચૂંટણીની વ્યૂહરચના અને ઉમેદવારોના સમર્થનમાં જરૂરી આયોજન અંગે ચર્ચા થવાની શક્યતા છે. આ દરમિયાન તમામ ભાજપ ધારાસભ્યોને ગાંધીનગર નહીં છોડવા માટે સૂચના આપવામાં આવી હોવાનું જાણવા મળ્યું છે. બીજી તરફ, સોમવારે ભાજપના તમામ ચાર ઉમેદવારો વિજય મુહૂર્તમાં રાજ્યસભા ચૂંટણી માટે પોતાના ઉમેદવારીપત્રો દાખલ કરશે. આ ઉમેદવારોમાં જીતેન્દ્ર કણઝારીયા પૂર્વ ધારાસભ્ય મેઘજી કણઝારીયાના પુત્ર છે. જ્યારે રાજુ શુક્લએ એક મહિના પહેલાં જ બાયપાસ સર્જરી કરાવી છે અને આજે તેનું નામ જાહેર કરવામાં આવ્યું છે. થોડા વર્ષ પહેલાં તેઓ સક્રિય પત્રકારત્વમાં પણ હતા. ભાજપે જાહેર કરેલા રાજ્યસભાના ઉમેદવાર 1.રાજુભાઈ શુક્લા (ઉત્તર ગુજરાત-કડી) 2.મુકેશ રાઠવા( મધ્ય ગુજરાત) 3.માનસિંહ પરમાર (સૌરાષ્ટ્ર) 4.જીતેન્દ્ર કણઝારીયા (સૌરાષ્ટ્ર) ગુજરાતની ચાર રાજ્યસભા બેઠકો માટે 8 જૂન સુધી ઉમેદવારીપત્ર ભરી શકશે, જ્યારે 18 જૂને મતદાન યોજાશે. વિધાનસભામાં ભાજપ પાસે 161 ધારાસભ્યોનું મજબૂત સંખ્યાબળ હોવાથી ચારેય બેઠકો પર ભાજપનો વિજય લગભગ નિશ્ચિત માનવામાં આવી રહ્યો છે. બીજી તરફ કોંગ્રેસ પાસે માત્ર 12 ધારાસભ્યો હોવાથી ચૂંટણીનું ગણિત તેના પક્ષમાં નથી. આમ આ ચારેય ઉમેદવાર બિનહરિફ થઈ જશે. જીતેન્દ્ર કણઝારીયા: ગુજરાતના ⁠દેવભૂમિ દ્વારકા જિલ્લામાં ભાજપ (BJP) ના અગ્રણી નેતા અને કાર્યકર છે . તેઓ ખંભાળિયા અને કલ્યાણપુર વિસ્તારના વિવિધ સામાજિક અને રાજકીય કાર્યક્રમોમાં સક્રિય રહ્યા છે. દેવભૂમિ દ્વારકા જિલ્લા પંચાયતના પૂર્વ કારોબારી સમિતિના ચેરમેન રહી ચૂક્યા છે. ખંભાળિયાના પૂર્વ ધારાસભ્ય મેઘજીભાઈ કણઝારિયાના પુત્ર છે. 2021માં કોરોનાના કારણે મેઘજીભાઈ કણઝારિયાનું અવસાન થયું હતું. માનસિંહ પરમાર: ગીર સોમનાથના વતની અને ભારતીય જનતા પાર્ટી (BJP)ના અગ્રણી નેતા છે, જેઓ હાલમાં ગુજરાત પ્રદેશ ભાજપ બક્ષીપંચ મોરચાના અધ્યક્ષ તરીકે સેવા આપી રહ્યા છે. રાજુ શુક્લ: તેઓ કડી-કલોલ ભાજપના કાર્યકર અને સુરેન્દ્રનગર પ્રભારી છે. હાલમાં રાજ્યસભામાં સાંસદ બાબુભાઈ દેસાઈ ગોવિંદભાઈ ધોળકિયા એસ જયશંકર કેસરીદેવસિંહ ઝાલા જે પી નડ્ડા મયંક નાયક જશવંતસિંહ પરમાર ટર્મ પૂરી થનાર સાંસદ રમીલાબેન બારા નરહરિ અમીન રામ મોકરિયા શક્તિસિંહ ગોહિલ
    Click here to Read More
    Previous Article
    વડોદરાની ગ્લોબલ ડિસ્કવરી સ્કૂલ વિવાદમાં:આર્બિટ્રેશનના આદેશ છતાં બાકી ભાડાના 3.68 કરોડ ન ચૂકવ્યાનો આક્ષેપ, એકેડેમિના MDએ કહ્યું: મામલો કોર્ટમાં છે, અમે બાળકોના સપોર્ટમાં છીએ
    Next Article
    ઘોડા છૂટ્યા પછી તબેલાને તાળા!:સાંઢીયા પુલનાં કામમાં ક્ષતિ બદલ નોટિસ આપવા મુદ્દે કોંગ્રેસનાં પ્રહાર, શહેર પ્રમુખે કહ્યું- અધિકારીઓ નહીં પદાધિકારીઓ સામે પણ પગલાં લો

    Related Gujarat Updates:

    Are you sure? You want to delete this comment..! Remove Cancel

    Comments (0)

      Leave a comment