Search

    Language Settings
    Select Website Language

    GDPR Compliance

    We use cookies to ensure you get the best experience on our website. By continuing to use our site, you accept our use of cookies, Privacy Policy, and Terms of Service.

    BijnorNews
    Bijnor news

    4 વર્ષથી ફરાર આર્મ્સ એક્ટનો વોન્ટેડ આરોપી ઝડપાયો:ડાંગ LCBએ મહારાષ્ટ્રના સંગમનેરથી પકડ્યો, 12 ગંભીર ગુનામાં સંડોવણી

    8 hours ago

    ડાંગ જિલ્લાની લોકલ ક્રાઇમ બ્રાન્ચ (LCB)એ સાપુતારા પોલીસ સ્ટેશનમાં નોંધાયેલા ગંભીર આર્મ્સ એક્ટના ગુનામાં છેલ્લા ચાર વર્ષથી ફરાર વોન્ટેડ આરોપી રામદાસભાઈ પરશુરામ રહાણે (ઉંમર 49)ને ઝડપી પાડ્યો છે. આરોપીને મહારાષ્ટ્ર રાજ્યના સંગમનેર ખાતેથી પકડી પાડવામાં આવ્યો હતો. સુરત વિભાગના પોલીસ મહાનિરીક્ષક પ્રેમવીર સિંહ દ્વારા અનડિટેક્ટ ગુનાઓ ઝડપથી શોધી કાઢવા અને નાસતા-ફરતા આરોપીઓને પકડવા માટે કડક સૂચનાઓ આપવામાં આવી હતી. આ સૂચનાઓના આધારે, ડાંગ જિલ્લા પોલીસ અધિક્ષક પૂજા યાદવના માર્ગદર્શન હેઠળ LCB ટીમ સક્રિય રીતે તપાસમાં જોડાઈ હતી. તપાસ દરમિયાન, પોલીસ સબ ઇન્સ્પેક્ટર જે.જી. અનડકટ અને તેમની ટીમને માનવીય અને ટેકનિકલ સ્રોતો દ્વારા મહત્વપૂર્ણ બાતમી મળી હતી. બાતમી મુજબ, સાપુતારા પોલીસ સ્ટેશનના ગુનામાં વોન્ટેડ આરોપી રામદાસભાઈ રહાણે મુંબઈથી નાશિક તરફ આવવાનો હતો. આ માહિતીના આધારે, LCBની અલગ-અલગ ટીમો બનાવી મહારાષ્ટ્રમાં રેકી શરૂ કરવામાં આવી. સઘન તપાસ અને સતત નજર રાખ્યા બાદ, ટીમે સંગમનેર ખાતેથી આરોપીને શોધી કાઢી કસ્ટડીમાં લીધો હતો. ત્યારબાદ તેને આગળની કાયદેસરની કાર્યવાહી માટે સાપુતારા પોલીસ સ્ટેશનને સોંપવામાં આવ્યો છે. ઉલ્લેખનીય છે કે આરોપી રામદાસભાઈ રહાણે વિરુદ્ધ વર્ષ 1997થી 2018 દરમિયાન મહારાષ્ટ્ર અને ગુજરાતમાં હત્યા, હત્યાનો પ્રયાસ, લૂંટ, ખંડણી અને ફાયરિંગ જેવા ગંભીર ગુનાઓમાં આશરે 12 કેસ નોંધાયેલા છે. તેની ધરપકડને પોલીસ માટે એક મોટી સફળતા માનવામાં આવી રહી છે. આ સમગ્ર કામગીરીમાં પોલીસ ઇન્સ્પેક્ટર જે.જી. અનડકટના નેતૃત્વ હેઠળ ASI રમેશ પવાર, પ્રમોદ નીવર, હેડ કોન્સ્ટેબલ હરીશ બાગુલ, દિનેશ ગાંગુડા, દિલીપ ગામીત સહિતના સ્ટાફે મહત્વપૂર્ણ ભૂમિકા ભજવ્યો હતો.
    Click here to Read More
    Previous Article
    વલસાડ જિલ્લાનું ધોરણ 12નું પરિણામ પરિણામ નોંધપાત્ર રહ્યું:42 સામાન્ય, 6 વિજ્ઞાન પ્રવાહની શાળાઓએ 100% પરિણામ મેળવ્યું
    Next Article
    How Appadi Podu, Vijay And Trisha's Hit Ghilli Song, Became Tamil Nadu's 'Mood' On Election Result Day

    Related Gujarat Updates:

    Are you sure? You want to delete this comment..! Remove Cancel

    Comments (0)

      Leave a comment