Search

    Language Settings
    Select Website Language

    GDPR Compliance

    We use cookies to ensure you get the best experience on our website. By continuing to use our site, you accept our use of cookies, Privacy Policy, and Terms of Service.

    BijnorNews
    Bijnor news

    કોલકાતા આ સીઝનમાં પહેલી મેચ જીતી:રાજસ્થાનને 4 વિકેટે હરાવ્યું; રિંકુ સિંહે ફિફ્ટી ફટકારીને KKRને જીતાડ્યું, વરુણ-કાર્તિકને 3-3 વિકેટ મળી

    1 week ago

    કોલકાતા નાઈટ રાઈડર્સ (KKR)એ IPLની આ સીઝનની પહેલી મેચ જીતી છે. ટીમે રાજસ્થાન રોયલ્સને 4 વિકેટથી હરાવ્યું. રવિવારે ઈડન ગાર્ડન્સમાં ટૉસ જીતીને પહેલા બેટિંગ કરવા ઉતરેલી રાજસ્થાનની ટીમ 20 ઓવરમાં 9 વિકેટ ગુમાવીને 155 રન જ બનાવી શકી હતી. જવાબમાં કોલકાતાએ 19.4 ઓવરમાં ટાર્ગેટ ચેઝ કરી લીધો હતો. KKR માટે રિંકુ સિંહે (53 રન) નોટઆઉટ ફિફ્ટી ફટકારી હતી. અગાઉ રાજસ્થાન માટે ઓપનર વૈભવ સૂર્યવંશીએ સૌથી વધુ 46 રન બનાવ્યા. તેની અને યશસ્વી જયસ્વાલ વચ્ચે પ્રથમ વિકેટ માટે 81 રનની ભાગીદારી થઈ હતી. વૈભવ સિવાય યશસ્વી જયસ્વાલે 39, શિમરોન હેટમાયરે 15 અને રિયાન પરાગે 12 રન બનાવ્યા. પાંચ બેટર્સ સિંગલ ડિજિટમાં આઉટ થયા. કોલકાતા માટે વરુણ ચક્રવર્તી અને કાર્તિક ત્યાગીએ 3-3 વિકેટ ઝડપી. સુનીલ નારાયણે 2 વિકેટ લીધી. જ્યારે જોફ્રા આર્ચર રન આઉટ થયો.
    Click here to Read More
    Previous Article
    IPLમાં આજે PBKS vs LSG:કેપ્ટન પંતે ટૉસ જીતીને બોલિંગ લીધી, રાઠીની જગ્યાએ સિદ્ધાર્થને તક, PBKSએ કોઈ ફેરફાર કર્યો નથી
    Next Article
    વેરાવળમાં પરશુરામ જયંતી ભક્તિભાવ અને ઉત્સાહ સાથે ઉજવાઈ:અખાત્રીજે ભવ્ય શોભાયાત્રા, બિલેશ્વર મંદિરે મહાપ્રસાદમાં હજારો ભાવિકો જોડાયા

    Related સપોર્ટ Updates:

    Are you sure? You want to delete this comment..! Remove Cancel

    Comments (0)

      Leave a comment