Search

    Language Settings
    Select Website Language

    GDPR Compliance

    We use cookies to ensure you get the best experience on our website. By continuing to use our site, you accept our use of cookies, Privacy Policy, and Terms of Service.

    BijnorNews
    Bijnor news

    માયાભાઈ આહીરના પુત્રની જમીન પચાવી પડાતા લેન્ડ ગ્રેબિંગની ફરિયાદ નોંધાવી:4 હેક્ટરમાં ગેરકાયદે કબજો જમાવી વાવેતર કર્યાનો આક્ષેપ, રાજુલા DySPને તપાસ સોંપાઈ

    13 hours ago

    અમરેલીના રાજુલા તાલુકામાં ગુજરાત લેન્ડ ગ્રેબિંગ (પ્રોહિબિશન) એક્ટ હેઠળ જમીન પચાવી પાડવાનો એક મહત્વપૂર્ણ ગુનો નોંધાયો છે. રાજુલાના ધુડીયા આગરીયા ગામની જમીન પર ગેરકાયદે કબજો કરીને વાવેતર અને ઉપજ મેળવવાના મામલે એક શખ્સ સામે કાયદેસરની કાર્યવાહી હાથ ધરવામાં આવી છે. ગુજરાતના જાણીતા લોકસાહિત્યકાર માયાભાઈ આહીરના પુત્ર દ્વારા આ અંગે રાજુલા પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધાવવામાં આવી છે. 2024થી ગેરકાયદે કબજો આરોપી દ્વારા ધુડીયા આગરીયા ગામના ખાતા નંબર 537 અને સર્વે નંબર 116 પૈકીની 4 હેક્ટર, 21 આર અને 89 ચોરસ મીટર જમીન પર તા. 12 મે, 2024થી ગેરકાયદેસર કબજો કરવામાં આવ્યો છે. ફરિયાદી દ્વારા વારંવાર જમીનનો કબજો ખાલી કરવા જણાવવા છતાં આરોપીઓ દ્વારા કબજો ખાલી કરવામાં આવ્યો ન હતો. જમીનના આધાર-પુરાવા વિના ગેરકાયદે કબજો ચાલુ રાખીને વાવેતર કરી ઉપજ મેળવવામાં આવી રહી હોવાનો આરોપ લગાવવામાં આવ્યો છે. પોલીસ તપાસનો ધમધમાટ અને અગાઉના વિવાદો સમગ્ર મામલે રાજુલા ડીવાયએસપી એન.બી. ગોરડીયાને તપાસ સોંપવામાં આવી છે. હાલમાં આરોપી જેતુભાઈ ધાખડાની ધરપકડ કરવા માટે પોલીસ દ્વારા અલગ-અલગ ટીમો બનાવવામાં આવી છે અને ઝડપથી ધરપકડ કરવામાં આવશે તેવું જાણવા મળ્યું છે. ધાખડાએ વીડિયો વાયરલ કરી આક્ષેપ કર્યા હતા આ વિવાદ છેલ્લા કેટલાક મહિનાઓથી ચાલી રહ્યો હતો. અગાઉ આરોપી જેતુભાઈ ધાખડા દ્વારા લોકસાહિત્યકાર માયાભાઈ આહીર સામે વીડિયો બનાવીને સોશિયલ મીડિયામાં વાયરલ કરવામાં આવ્યા હતા અને ગંભીર આક્ષેપો કરવામાં આવ્યા હતા. આ મામલે અગાઉ પોલીસ સ્ટેશનમાં અનેક અરજીઓ પણ થઈ ચૂકી છે, અને હવે કલાકારના પુત્ર દ્વારા ફરિયાદી બનીને એફઆઈઆર (FIR) નોંધાવવામાં આવી છે.
    Click here to Read More
    Previous Article
    આવી દિવાળી 50 વર્ષ બાદ આવી:બસ્તરમાં જવાનો વચ્ચે બોલ્યા PM મોદી, ગયા વર્ષે INS વિક્રાંત પહોંચ્યા હતા; સૌથી વધુ 3 વખત જમ્મુ-કાશ્મીર ગયા
    Next Article
    બે દિવસમાં સુરતથી ટ્રેનમાં 60 હજાર મુસાફરો વતન રવાના:દર 2 કલાકે દોડાવાઈ સ્પેશિયલ ટ્રેન, આ વર્ષે ડબલ ભીડ થતા વર્ષ 2025નો રેકોર્ડ તૂટ્યો

    Related Gujarat Updates:

    Are you sure? You want to delete this comment..! Remove Cancel

    Comments (0)

      Leave a comment