Search

    Language Settings
    Select Website Language

    GDPR Compliance

    We use cookies to ensure you get the best experience on our website. By continuing to use our site, you accept our use of cookies, Privacy Policy, and Terms of Service.

    BijnorNews
    Bijnor news

    બર્નિંગ બસના રૂંવાટા ઉભા કરી દેતા દ્રશ્યો, 4 જીવતા સળગ્યા:DNA સિવાય ઓળખ મુશ્કેલ, અન્ય જીવ બચાવવા બારીઓમાંથી કુદ્યા તો ગરમ ડાંમરમાં પડ્યા; ટેન્કર સાથેના અકસ્માતમાં 10 ઘાયલ

    10 hours ago

    ચોટીલા-રાજકોટ નેશનલ હાઈવે પર સાંગાણી ગામ નજીક મોડી રાત્રે એક કાળજું કંપાવનારો અકસ્માત સર્જાયો છે. રાજકોટ તરફથી ચોટીલા તરફ જઈ રહેલી ખાનગી ટ્રાવેલ્સની બસ અને ડામર ભરેલા ટેન્કર વચ્ચે થયેલી અથડામણમાં 4 મુસાફરો જીવતા સળગી ગયા છે. હવે તેમની ઓળખ કરવા માટે DNA જ એક રસ્તો છે. , જ્યારે અન્ય 10 મુસાફરો ઈજાગ્રસ્ત થયા છે. જીવ બચાવવા મુસાફરો બસની બારીના કાચ તોડી નીચે કુદ્યા તો કેટલાક નીચે પડેલા ગરમ ડાંમર પર પડ્યા હતા... શોર્ટ સર્કિટથી ટ્રાવેલ્સમાં લાગી આગ બનાવની પ્રાપ્ત વિગતો મુજબ, મોડી રાત્રે આશરે 1:30 વાગ્યાના સુમારે હાઈવે પર જઈ રહેલા ડામર ભરેલા ટેન્કરનું અચાનક ટાયર ફાટ્યું હતું. ટાયર ફાટવાને કારણે ટેન્કરની ગતિ ખોરવાઈ હતી અને પાછળથી પૂરઝડપે આવી રહેલી ખાનગી ટ્રાવેલ્સ તેની સાથે ધડાકાભેર અથડાઈ હતી. અથડામણ એટલી ભીષણ હતી કે બસમાં તાત્કાલિક શોર્ટ સર્કિટ થયું હતું અને જોતજોતામાં આખી ટ્રાવેલ્સ આગની લપેટમાં આવી ગઈ હતી. ઊંઘમાં રહેલા મુસાફરોને બહાર નીકળવાની તક મળે તે પહેલા જ આગે વિકરાળ સ્વરૂપ ધારણ કરી લીધું હતું. કોઈના હાથ સળગ્યાં તો કોઈના પગ આ ઘટનામાં 4 લોકોના ઘટના સ્થળે જ મોત નિપજ્યા છે, જ્યારે અકસ્માતમાં 10 લોકોને સામાન્ય ઈજાઓ પહોંચી છે. લીંબડીના રહેવાસી નરેન્દ્રભાઈનો હાથ સળગી ગયો હતો. તેઓને તેમજ અન્ય 9 લોકોને પણ સારવાર અર્થે હાલ રાજકોટ સિવિલ હોસ્પિટલ ખસેડાયા છે. ઘટનાની જાણ થતા જ સ્થાનિક વહીવટી તંત્ર અને ફાયર ફાઈટરની ટીમ ઘટનાસ્થળે દોડી ગઈ હતી અને ભારે જહેમત બાદ આગ પર કાબૂ મેળવ્યો હતો. મૃતકોના મૃતદેહોને પીએમ અર્થે ચોટીલા રેફરલ હોસ્પિટલ ખાતે રાખવામાં આવ્યા છે. ઈજાગ્રસ્તોના નામ 1.વિધિ પટોડીયા (18 વર્ષ), મેંદરડા, જુનાગઢ 2. નરેન્દ્ર રાઠોડ ( 50 વર્ષ) લીમડી, સુરેન્દ્રનગર 3. નાગરાજ રાણા ( 30 વર્ષ) તાલાળા, ગીર સોમનાથ પ્રથમ સારવાર ચોટીલા આપ્યા બાદ રાજકોટ સિવિલ હોસ્પિટલમાં સારવાર માટે લાવવામાં આવ્યા છે ડામર ભરેલા ઉભેલા ટ્રક સાથે બસ અથડાઈ : SDM ઘટના અંગે ચોટીલા SDM એચ.ટી. મકવાણાએ કહ્યું કે, મોડી રાત્રે દોઢ વાગ્યે ચોટીલા-રાજકોટ હાઇવે ઉપર સાંગાણી જે ગામ આવેલું છે ત્યાં પાટીયાની નજીક એક ખાનગી ટ્રાવેલ્સ અને ડામર લઈ જતું ડમ્પર વચ્ચે અકસ્માત થયેલો છે. બસ અમદાવાદથી રાજકોટ સાઈડ જતી હતી અને જે આગળ જે ડમ્પર જતું હતું જે ડામર ભરેલું, એને ડમ્પરનું પ્રાથમિક દ્રષ્ટિએ ટાયર ફાટતાં, એ ટાયર સળગી ગયું હતું અને પાછળની સાઈડ આ ટ્રાવેલ્સ અથડાણું, એવી વિગત સામે આવેલ છે. 35થી 40 લોકોને બચાવી લેવામાં આવ્યા છે." 4 માણસો ભડથું થઈ ગયા એ નીકળે એવી પોઝીશન જ ન હતી : પ્રત્યક્ષદર્શી ઘટનાના પ્રત્યક્ષદર્શી અજય મેવાડાએ જણાવ્યું કે, રાત્રે અંદાજિત દોઢ વાગ્યાની આસપાસ એક ટ્રક પંચર થયેલો પડેલો હતો. અને એની પાછળ મધુરમ કંપનીની ટ્રાવેલ્સ આવી અને કંટ્રોલ ન થતાં એની જોડે અથડાઈ. બસમાં ધીરે ધીરે ધીરે ધીરે આગ લાગવા માંડી. એટલે પછી ત્યાં બાજુમાં પેટ્રોલ પંપ છે મારે, ત્યાંથી હું ફાયરના બાટલા લાવ્યો પણ ડામર ટેન્કરમાં ભરેલો હતો એ ડામર ઢોળાતો હતો, એના કારણે આગ વધારે વધારે વધતી જતી હતી, એટલે કંટ્રોલ ન થઈ. બસમાં આગ વિકરાળ રૂપ લઈ લીધું જેમાં 4 માણસો ભડથું થઈ ગયા હતા, એ નીકળે એવી પોઝીશન જ ન હતી અને બાકીના માણસોને અમે બચાવી લીધા હતા.. અંદાજિત 20 થી 25 માણસોને કાચ પાઇપ અને ધોકા વડે કાચ તોડીને બચાવ્યા. BSF જવાને પણ અનેકના જીવ બચાવ્યાં લીમડી રહેતા ઈજાગ્રસ્ત BSF જવાનના ભાઈ કિરીટભાઈ રાઠોડે દિવ્ય ભાસ્કર ડિજિટલને જણાવ્યું હતું કે, મારા મોટાભાઈ નરેન્દ્રભાઈ રાઠોડ જ્યારે રજા ઉપર આવે છે ત્યારે તાલાલા દર્શન કરવા માટે જાય જ છે. જેઓ દર્શન કરવા માટે રાત્રે નીકળ્યા હતા અને આ અકસ્માત સર્જાયો હતો. જેઓ અમદાવાદથી ગઈકાલે રાત્રે 8 વાગ્યા આસપાસ બસમાં નીકળ્યા હતા. જોકે ઓવરટેક કરવા જતા ડમ્પર સાથે લક્ઝરી બસ અથડાઈ હતી. એ પોતે પડી ગયા અને દાઝી ગયા હતા. જેને અન્ય લોકોને પણ બસ માંથી બહાર કાઢી બચાવ્યા હતા. અકસ્માતને લીધે બસ આખી સળગી ગઈ હતી. મારા મોટાભાઈ અત્યારે આસામના મણીપુરમાં બીએસએફમાં ફરજ બજાવે છે અને હાલ રજા ઉપર છે. જીવ બચાવવા અનેક લોકોએ કુદકા માર્યા જ્યારે દીપકભાઈ વોરાએ જણાવ્યું હતું કે, આ અમારા સગા થાય છે. રાત્રે 2 વાગ્યે બનાવ બન્યો હતો. અમારા સગા મારફત અમને આ અકસ્માતની જાણ થઈ. અમારા સગાનું કહેવું છે કે બંધ કન્ડિશનમાં ડામરનું ટેન્કર પડયું હતુ અને ઓવરટેક કરવામાં લક્ઝરી બસ અથડાઈ ગઈ હતી. જેને લીધે આગ લાગી ગઈ હતી. અમારા સગા નરેન્દ્રભાઈ ડ્રાઇવરના પાછળના સોફામાં બેસીને મુસાફરી કરતા હતા. જોકે અકસ્માત થયો ત્યારે આ ભાઈએ બારીનો કાચ તોડી ત્યાંથી કૂદકો મારી પોતાનો જીવ બચાવી લીધો હતો પરંતુ અન્ય ઘણા હતા કે જેઓ લકઝરી બસમાં ફસાઈ ગયા હતા. દરમિયાન સાઈડમાં એક ગાડી જતી હતી તે ભાઈએ ખૂબ મદદ કરી. બારીના કાચ તોડી અને મુસાફરોને બચાવ્યા. 4 વ્યક્તિઓ તો ગાડીમાં જ સળગીને મૃત્યુ પામ્યા હતા. જ્યારે અમુક લોકો ભરી નથી કૂદીને નીચે પડ્યા હતા જેને કારણે તેઓને પણ ફ્રેકચર જેવી નાની મોટી ઈજાઓ પહોંચી હતી. તેમણે વધુમાં જણાવ્યું હતું કે હાઈવે ઉપર અનેક જગ્યાએ બંધ પડેલા ટેન્કર હોય છે. જેની પાછળ રેડિયમ પટ્ટી લગાવેલી હોતી નથી અને તેને કારણે આ પ્રકારના ગંભીર અકસ્માતો થાય છે. જે બાબતે સરકારે ધ્યાન આપવું જોઈએ અને આ પ્રકારના ટેન્કર જો હાઈવે ઉપર પડ્યા હોય તો સાઈડમાં રાખવા જોઈએ કે જેથી કરીને આ પ્રકારની દુર્ઘટના ન થાય. તસવીરોમાં જુઓ ભયંકર અકસ્માત બાદના દ્રશ્યો
    Click here to Read More
    Previous Article
    કર્ણાટકની સ્કૂલોમાં હિજાબ પ્રતિબંધનો આદેશ પાછો ખેંચાયો:2022માં પ્રતિબંધ લાદવામાં આવ્યો હતો; નવા આદેશમાં રુદ્રાક્ષ અને જનોઈની પણ મંજૂરી
    Next Article
    How To Make Maharashtrian-Style Thecha Pulao For A Quick Meal

    Related Gujarat Updates:

    Are you sure? You want to delete this comment..! Remove Cancel

    Comments (0)

      Leave a comment