Search

    Language Settings
    Select Website Language

    GDPR Compliance

    We use cookies to ensure you get the best experience on our website. By continuing to use our site, you accept our use of cookies, Privacy Policy, and Terms of Service.

    BijnorNews
    Bijnor news

    કારખાનામાંથી એકસાથે 4 બહેનો લાપતા, CCTV:ભાઈ બીમાર હોવાનું બહાનું કાઢી ₹1000નો ઉપાડ લઈ નીકળી ગઈ, કાપોદ્રા ચોપાટી પાસે ફરતી દેખાઈ

    1 day ago

    સુરત શહેરના પૂણાગામ વિસ્તારમાં આવેલા કારખાનામાં નોકરી કરતી 3 સગીરા સહિત 4 સંબંધી બહેનો ભેદી સંજોગોમાં એકસાથે ગુમ થઈ જતાં પરિવારમાં ભારે ફફડાટ અને ચિંતાનો માહોલ સર્જાયો છે. કારખાનાના માલિક પાસેથી ભાઈ હોસ્પિટલમાં દાખલ હોવાનું ખોટું બહાનું આગળ ધરીને 1000 રૂપિયાનો ઉપાડ મેળવ્યા બાદ ચારેય યુવતીઓ ઘરે પરત ફરી ન હતી. જોકે, પોલીસ તપાસ દરમિયાન આ ચારેય બહેનો કાપોદ્રા ચોપાટી પાસે પોતાની મરજીથી ફરતી હોવાનું CCTV કેમેરામાં કેદ થતાં સમગ્ર રહસ્યમય મામલામાં મોટો વળાંક આવ્યો છે. પરિવારમાં ચિંતાનું મોજું અને શેઠનો ચોંકાવનારો ખુલાસો મૂળ અમરેલી જિલ્લાના વતની અને હાલ પૂણાગામ વિસ્તારમાં સ્થાયી થયેલા 42 વર્ષીય રિક્ષાચાલકની પત્ની તથા તેમની 17 અને 15 વર્ષની બે સગીર દીકરીઓ પૂણાગામ તળાવ પાસેના ઔદ્યોગિક એકમમાં ધાગા કટિંગનું કામ કરે છે. મંગળવારે સાંજે માતા પોતાની નોકરી પૂર્ણ કરીને નિયત સમયે ઘરે પહોંચી ગઈ હતી, પરંતુ બંને દીકરીઓ મોડી સાંજ સુધી પરત ન ફરતાં પરિવારજનોમાં ચિંતા વધી હતી. પરિવારે કારખાનાના માલિકનો સંપર્ક કરતાં ચોંકાવનારી વિગત સામે આવી હતી કે બંને દીકરીઓ ભાઈ બીમાર હોવાનું કહી 1000 રૂપિયા ઉપાડ પેટે મેળવીને ઘણા સમય પહેલાં જ ત્યાંથી રવાના થઈ ચૂકી છે. એકસાથે 4 બહેનો ગાયબ થતાં અપહરણનો ગુનો નોંધાયો પરિવારજનોએ આસપાસ તપાસ શરૂ કરતાં માલૂમ પડ્યું હતું કે બાજુમાં જ રહેતી અને અન્ય કારખાનામાં કામ કરતી તેમની નજીકની સંબંધીની 23 અને 16 વર્ષની બે દીકરીઓ પણ નોકરી પરથી ઘરે પહોંચી ન હતી. એક જ પરિવાર અને સંબંધીઓની 4 દીકરીઓ એકસાથે ગાયબ થઈ જતાં ગભરાયેલા પરિવારે તાત્કાલિક પૂણા પોલીસ મથકે દોડી જઈ જાણ કરી હતી. ગુમ થનાર પૈકી 3 સગીરા હોવાના કારણે પોલીસે કાયદાકીય જોગવાઈ મુજબ તુરંત અપહરણનો ગુનો નોંધીને સોશિયલ મીડિયા તેમજ સ્થાનિક CCTV નેટવર્કની મદદથી શોધખોળના ચક્રો ગતિમાન કર્યા હતા. કાપોદ્રા ચોપાટી પાસે CCTV માં કેદ થઈ પૂણા પોલીસની ટીમે બાતમી અને સર્વેલન્સના આધારે તપાસ આગળ ધપાવતાં ચારેય બહેનો કાપોદ્રા ચોપાટી વિસ્તારના CCTV ફૂટેજમાં એકસાથે હરતી-ફરતી સ્પષ્ટપણે નજરે પડી હતી. ફૂટેજના પ્રાથમિક નિરીક્ષણ મુજબ તેઓ કોઈના દબાણ વગર પોતાની સ્વેચ્છાએ જ ત્યાં ગઈ હોવાનું જણાઈ રહ્યું છે. ખોટું બહાનું કાઢી પૈસા લઈને તેઓ શા માટે નીકળી ગઈ અને ક્યાં જવા માંગતી હતી તે તમામ દિશામાં પૂણા પોલીસે ઊંડાણપૂર્વક તપાસ શરૂ કરી છે.
    Click here to Read More
    Previous Article
    'મમ્મી બહુ તકલીફમાં છું, મન કરે છે સુસાઈડ કરી લઉં':સુરતમાં ભાજપ નેતાની પુત્રવધૂએ આપઘાતની 10 મિનિટ પહેલા સાસુને કોલ કર્યો, ભાસ્કર પાસે એક્સક્લુઝિવ ઓડિયો
    Next Article
    🟠Monsoon in Gujarat LIVE | 10 કારણથી જેની સામે થાકી ગયું ચોમાસું! હવે શું થશે? | Weather | N18L

    Related Gujarat Updates:

    Are you sure? You want to delete this comment..! Remove Cancel

    Comments (0)

      Leave a comment