Search

    Language Settings
    Select Website Language

    GDPR Compliance

    We use cookies to ensure you get the best experience on our website. By continuing to use our site, you accept our use of cookies, Privacy Policy, and Terms of Service.

    BijnorNews
    Bijnor news

    પોલીસ ચોકીમાં પતિને થપ્પડ મારનાર પત્ની સહિત 4ની અટકાયત:ACPએ કહ્યું: યુવતીએ કરેલી અરજીમાં કોઈ તથ્ય જણાતું નથી, તેના આક્ષેપો પાયાવિહોણા છે

    6 दिन पहले

    વડોદરાના ગોરવા પોલીસ સ્ટેશન હેઠળ આવતી ઇલોરાપાર્ક પોલીસ ચોકીમાં યુવક પર તેની જ પત્નીએ પોલીસની હાજરીમાં જ ઉશ્કેરાઈને થપ્પડ મારી દીધી હતી અને સાગરીતોને બોલાવી જાનથી મારી નાખવાની ધમકી આપી હતી. આ મામલે ગોરવા પોલીસે પત્ની ઉર્વશી સહિત 4 આરોપીની અટકાયત કરીને વધુ તપાસ હાથ ધરી છે. પત્ની દ્વારા કરવામાં આવેલી અરજીમાં કોઈ તથ્ય જણાતું નથી આ મામલે ACP આર ડી કવાએ જણાવ્યું હતું કે, ઇલોરા પાર્ક પોલીસ ચોકીમાં થયેલલી ઘટના સંદર્ભે પોલીસ ક્વિક એક્શન લીધા છે અને ચાર આરોપી સામે ગુનો નોંધીને તપાસ શરૂ કરવામાં આવી છે. ઉર્વશીએ જે અરજી આપી છે તેમાં કોઈ તથ્ય જણાતું નથી. તેઓ કોઈ પુરાવા પણ રજૂ કરી શક્યા નથી. તેના આક્ષેપો પાયાવિહોણા છે. પોલીસે ઉર્વશી ઉર્વશી જગદીશભાઇ નાઇ (રહે-12 ચિત્રકુટ એપાર્ટમેન્ટ બાપુની દરગાહ પાસે, ગોરવા, વડોદરા), વિજય ઉર્ફે મનીષ ચંદ્રસિંહ રાઠોડ (રહે-મધુનગર સોસાયટી, કરોડીયા રોડ, ગોરવા, વડોદરા), આશીફ ઉર્ફે મુચ્છડ યુસુફ શેખ (રહે-બોરીયા તળાવ-1, મધુનગર, ગોરવા) અને સબ્બીર ઉર્ફે સબો સિકંદર વાઘેલા (રહે-ગંગાનગર, હુસેની ચોક પાસે, વડોદરા)ની અટકાયત કરી છે અને આ મામલે વધુ તપાસ શરૂ કરી છે. બીજી તરફ, હુમલાખોર પત્નીએ ગોરવા પોલીસ પર પક્ષપાતનો આક્ષેપ લગાવતાં પતિ-સસરા સામે નડિયાદના તાંત્રિક પાસે વિધિ કરાવી બળજબરીથી લગ્ન કરવા અને બંધક બનાવી શારીરિક-માનસિક ત્રાસ આપવાના ગંભીર આક્ષેપો કર્યા છે. સાથે જ PIએ સાત અરજી બાદ પણ ફરિયાદ ન લીધાનો આરોપ લગાવ્યા હતા. પતિને જાહેરમાં થપ્પડ મારીને ધમકાવ્યો હતો પતિ પાર્થની પોલીસ ફરિયાદ પ્રમાણે ઉશ્કેરાયેલી ઉર્વશીએ પોલીસ ચોકીમાં જ પાર્થને જાહેરમાં જોરદાર થપ્પડ મારી દીધી હતી. એટલું જ નહીં, તેણે ફોન કરીને પોતાના ઓળખીતા મનીષ રાઠોડ, આશીફ ઉર્ફે મુચ્છડ અને સબો નામના શખ્સોને ત્યાં બોલાવી લીધા હતા. આ ત્રણેય શખ્સોએ આવીને પાર્થને ધમકાવ્યો હતો કે, ઉર્વશી પાસેથી લીધેલા રૂપિયા પરત આપી દેજે, નહીં તો જાનથી મારી નાખીશું અને હવે તને ગોરવામાં રહેવું ભારે પડી જશે. ચોકીમાં હાજર પોલીસ સ્ટાફ અને પાર્થના મિત્રો વચ્ચે પડતાં જ તમામ આરોપીઓ ત્યાંથી નાસી છૂટ્યા હતા. ગોરવા પોલીસે આ મામલે ગુનો નોંધી વધુ તપાસ હાથ ધરી છે. ઘરમાં બંધક બનાવી શારીરિક-માનસિક ત્રાસ આપ્યાનો લગાવ્યો આક્ષેપ આ ઘટના અંગે પોતાનો પક્ષ રાખતા યુવતી ઉર્વશીએ યુવક પાર્થ અને પોલીસ તંત્ર સામે અત્યંત ચોંકાવનારા આક્ષેપો કર્યા હતા. ઉર્વશીના જણાવ્યા મુજબ, એક્સિસ બેંકમાં નોકરી કરતી વખતે તેની મિત્રતા પાર્થ રોહિત સાથે થઈ હતી. પાર્થે અગાઉ તેની પાસેથી મોટી રકમ પડાવી લીધી હતી અને પૈસા પાછા માંગતા પ્રેમ સંબંધ રાખવા દબાણ કર્યું હતું. ઉર્વશીએ ના પાડતાં પાર્થે નડિયાદના એક તાંત્રિકના માધ્યમથી તેના પર તાંત્રિક વિધિ કરાવીને તેને લગ્ન કરવા મજબૂર કરી દીધી હતી. લગ્ન બાદ પાર્થે તેને સાડા 3 મહિના સુધી ઘરમાં બંધક બનાવી રાખીને અસહ્ય શારીરિક અને માનસિક ત્રાસ આપ્યો હતો, જેનાથી કંટાળીને તેણે અગાઉ આત્મહત્યા કરવાનો પણ પ્રયાસ કર્યો હતો.
    Click here to Read More
    Previous Article
    વરસાદી પાણી ભરાતા વાહનના નુકસાન અંગે કોર્ટનો હુકમ:ગ્રાહકને વાહન રીપેરીંગના ખર્ચની રમક 4.19 લાખ ચૂકવે ત્યાં સુધી 9%ના સાદા વ્યાજ સાથે ચૂકવવા વીમા કંપનીને હુકમ
    Next Article
    પત્નીના ચારિત્ર્ય પર શંકા કરનાર પતિએ જેલમાં જ રહેવું પડશે:સૃષ્ટી વિરુદ્ધના કૃત્યની માગ, પત્નીને સિગારેટના ડામ આપ્યાના આક્ષેપ; સેશન્સ કોર્ટે જામીન અરજી ફગાવી

    Related Gujarat Updates:

    Are you sure? You want to delete this comment..! Remove Cancel

    Comments (0)

      Leave a comment