Search

    Language Settings
    Select Website Language

    GDPR Compliance

    We use cookies to ensure you get the best experience on our website. By continuing to use our site, you accept our use of cookies, Privacy Policy, and Terms of Service.

    BijnorNews
    Bijnor news

    અરવલ્લી-બનાસકાંઠામાં વાદળો ઘેરાયા, ચોમાસા જેવો માહોલ:4 દિવસ અસહ્ય અકળામણની ચેતવણી; લોકોએ કહ્યું-‘ઘર તપેલા લાગે છે, AC પણ કામ નથી કરતું, હાર્ટ ફેલ થઈ જશે’

    4 days ago

    રાજ્યમાં ગરમીનો પારો ફરી ઊંચકાયો છે. સાત શહેરોનું તાપમાન 40 ડિગ્રીને પાર પહોંચી ગયું છે. અમદાવાદ 43°C સાથે રાજ્યમાં સૌથી ગરમ શહેર રહ્યું, જ્યારે ગાંધીનગરમાં 42.5°C, રાજકોટમાં 42.5°C અને સુરેન્દ્રનગરમાં 42.3°C મહત્તમ તાપમાન નોંધાયું છે. મે મહિનાની આકરી ગરમીથી લોકોને રાત્રે પણ રાહત મળતી નથી. અસહ્ય બફારા અને અકળામણના કારણે સિનિયર સિટીજનોને હાર્ટ ફેલ થઈ જશે તેવી અનુભુતિ થઈ રહી છે. રાત્રિને સમયે ઝાડનું એકપણ પાન ન હલતા લોકોને સોસાયટીની બહાર પણ પંખો લગાવીને બેસવું પડે છે. ઘર પણ તપેલા લાગી રહ્યાં છે, જેના કારણે ACની અસર પણ અડધી લાગી રહી છે. હવામાન વિભાગની આગાહી મુજબ, હજુ ચાર દિવસ લોકોને અસહ્ય અકળામણ અને ગરમીનો સામનો કરવો પડશે. ખાસ કરીને દરિયાકાંઠા વિસ્તારમાં ભારે અકળામણ થશે અને ભેજવાળા પવનો ફૂંકાતા રાજ્યભરમાં રાતે પણ બફારાનો સામનો કરવો પડશે. આ દિવસોમાં હવામાન સૂકું રહેશે, પરંતુ ગરમી અને ભેજનું પ્રમાણ સામાન્ય જનજીવનને પ્રભાવિત કરી શકે છે. વહેલી સવારથી અરવલ્લી-બનાસકાંઠા જિલ્લાના વાતાવરણમાં પલટો જોવા મળી રહ્યો છે. અહીં ગ્રામ્ય પંથકમાં કાળા ડિબાંદ વાદળો ઘેરાયા છે અને ચોમાસા જેવો માહોલ જોવા મળી રહ્યો છે. વરસાદી વાતાવરણ બનતા ખેડૂતોની ચિંતા વધી છે. અમદાવાદ અને આસપાસના વિસ્તારોની સ્થિતિ અમદાવાદ શહેરમાં મહત્તમ તાપમાન 43.0°C નોંધાયું છે, જે સામાન્ય કરતાં 1.1°C વધુ છે, જ્યારે લઘુત્તમ તાપમાન 28.4°C રહ્યું છે. સવારે હવામાં ભેજનું પ્રમાણ 63% અને સાંજે 27% નોંધાયું હતું. અમદાવાદ શહેરમાં આકાશ મુખ્યત્વે ચોખ્ખું રહેશે અને મહત્તમ તાપમાન 43°C ની આસપાસ રહેવાની શક્યતા છે. વડોદરામાં ગરમીથી રાત્રે પણ રાહત નહીં, જનજીવન પ્રભાવિત વડોદરામાં મહત્તમ તાપમાન 40.4°C હોવાની સાથે-સાથે લઘુત્તમ (રાત્રિનું) તાપમાન પણ 30.6°C જેટલું ઊંચું નોંધાયું છે. આ કારણે રાત્રિના સમયે પણ લોકોને અસહ્ય બફારા અને ઉકળાટમાંથી મુક્તિ મળી રહી નથી અને ઘરો 'તપેલા' જેવા ભાસી રહ્યા છે. સિનિયર સિટીઝન પંખામાં ન બેસે, તો કદાચ એનું હાર્ટ ફેઈલ થઈ શકેઃ હરેશભાઈ વડોદરાના વડસર રોડ પર આવેલા વલ્લભ રેસિડેન્સીમાં રહેતા હરેશભાઈ કનાડાએ કહ્યું કે, છેલ્લા 3 દિવસથી ખૂબ ગરમી થઈ રહી છે. રાતના સમયે પણ ઘરની બહાર પંખો લઈને બેસવું પડે છે. એક પણ ઝાડનું પાંદડું હલતું નથી. જો સિનિયર સિટીઝન પંખામાં ન બેસે, તો કદાચ એનું હાર્ટ ફેઈલ પણ થઈ શકે છે. હાલ હોસ્પિટલમાં સૌથી નાના-નાના બાળકો અને સિનિયર સિટીઝન જ તમને જોવા મળશે, જેથી આ પરિસ્થિતીમાં બધાએ બિનજરૂરી ઘરની બહાર નીકળવું જોઈએ નહીં. યંગ જનરેશનને પણ બિનજરૂરી બહાર ફરવું ન જોઈએ. ACની ઇફેક્ટ પણ અડધી થઈ ગઈ હોય એવું લાગે છેઃ કામલેશભાઈ વધુમાં કામલેશભાઈ બ્રહ્મભટ્ટે કહ્યું કે, સખત ગરમીને કારણે ઘર પણ જાણે તપેલા જેવા થઈ ગયા હોય તેમ લાગે છે. ઘણીવાર તો એસીની ઇફેક્ટ પણ અડધી જ થઈ ગઈ હોય એવું લાગે છે. આ સખત ગરમીમાં ઘરની અંદર ક્યારેક તો રહેવાતું નથી અને પવન પણ ગરમ-ગરમ ફૂંકાઈ છે. માહોલની અંદર રસ્તા પર જતાં-જતાં રોડ-ડામર તપેલા હોય. અતિશય ગરમીને કારણે ક્યારેક તો આકુળ-વ્યાકુળ થઈ જવાતું હોય છે. વિશેષ તો દિન-પ્રતિદિન વાહનોથી થતા પ્રદૂષણથી આ બધી ઇફેક્ટ આવે છે. જો લોકો જાતે સમજીને જરૂર પૂરતો જ ઉપયોગ કરે, તો થોડો ફેર પડી શકે. અરવલ્લી-બનાસકાંઠા જિલ્લામાં કાળા વાદળો ઘેરાયા, ચોમાસા જેવું વાતાવરણ વહેલી સવારથી જ અરવલ્લી અને બનાસકાંઠા જિલ્લાના વાતાવરણમાં અચાનક પલટો આવ્યો છે. બનાસકાંઠાના પાલનપુર સહિત ગ્રામ્ય વિસ્તારોમાં વાદળછાયું વાતાવરણ છવાયું છે. કમોસમી વરસાદની આશંકાએ ખેડૂતોમાં ચિંતા વધારી છે. હાલ ખેતરમાં રહેલા શક્કરટેટી, બાજરી, મગફળી સહિતના પાકને નુકસાન થવાની ભીતિ છે. હાલમાં સમગ્ર પંથકમાં ચોમાસા જેવો માહોલ સર્જાયો છે. અરવલ્લી જિલ્લાના યાત્રાધામ શામળાજી વિસ્તારમાં પણ વાતાવરણ પલટાયું છે. ભિલોડા તાલુકા સહિતમાં સવારથી આકાશમાં કાળા ડિબાંગ વાદળો જોવા મળી રહ્યા છે. ગરમી અને ઉકળાટ વચ્ચે હવામાન બદલાતા લોકોને ગરમીમાં રાહત મળી છે. હવામાનની આગાહી, દરિયાકાંઠા વિસ્તારોમાં અસહ્ય ગરમીની ચેતવણી હવામાન વિભાગે આગામી 4 દિવસ (25 મે થી 28 મે) માટે સૌરાષ્ટ્ર અને કચ્છના દરિયાકાંઠાના વિસ્તારોમાં 'હોટ એન્ડ હ્યુમિડ એર' (ગરમ અને ભેજવાળું વાતાવરણ)ની ચેતવણી જાહેર કરી છે, જેના કારણે સ્થાનિક લોકોને અસહ્ય અકળામણ અને ગરમીનો સામનો કરવો પડશે. જોકે, આગામી 4 દિવસ સુધી મહત્તમ તાપમાનમાં કોઈ મોટો ફેરફાર નહીં થાય, પરંતુ ત્યારબાદ તાપમાનમાં 2થી 3°Cનો નજીવો ઘટાડો થવાની સંભાવના છે. મધ્ય પ્રદેશ અને પાકિસ્તાન તરફ સક્રિય થયેલા વેધર ડિસ્ટર્બન્સની અસર આગામી દિવસોમાં જોવા મળી શકે છે. ખાસ કરીને સૌરાષ્ટ્ર અને કચ્છના દરિયાકાંઠાના વિસ્તારોમાં ગરમ અને ભેજવાળા પવનને કારણે અકળામણભર્યું વાતાવરણ અનુભવાઈ શકે છે. આ વિસ્તારોમાં પવન દક્ષિણ-પશ્ચિમથી પશ્ચિમ દિશામાં ફૂંકાશે અને તેની ગતિ 25 થી 35 નોટ્સ સુધી પહોંચી શકે છે. આગામી 7 દિવસ દરમિયાન રાજ્યના જુદા-જુદા વિસ્તારોમાં મહત્તમ તાપમાન 40°Cથી વધુ રહેવાની સંભાવના છે. આગામી 7 દિવસ દરમિયાન ગુજરાતના તમામ જિલ્લાઓ, દીવ, દમણ તેમજ દાદરા નગર હવેલીમાં હવામાન મુખ્યત્વે સૂકું રહેવાની સંભાવના છે. ચોમાસું અને વેસ્ટર્ન ડિસ્ટર્બન્સ અપડેટ દક્ષિણ-પશ્ચિમ ચોમાસું (Southwest Monsoon) હાલમાં માલદીવ અને કોમોરિન વિસ્તારના કેટલાક ભાગો, દક્ષિણ બંગાળની ખાડીના વધુ વિસ્તારો, નિકોબાર ટાપુઓ અને દક્ષિણ આંદામાન સમુદ્ર તરફ આગળ વધી રહ્યું છે. આગામી 2-3 દિવસમાં તે આંદામાન સમુદ્ર, આંદામાન ટાપુઓ અને બંગાળની ખાડીના બાકીના ભાગોમાં આગળ વધવા માટે સાનુકૂળ પરિસ્થિતિ સર્જાઈ રહી છે. જોકે, હાલ આગામી સાત દિવસ સુધી ગુજરાતમાં વરસાદની કોઈ ખાસ આગાહી કરવામાં આવી નથી અને પ્રી-મોન્સૂન એક્ટિવિટી પણ ખાસ જોવા મળી રહી નથી. ઉપરાંત, પંજાબથી પશ્ચિમ પાકિસ્તાન અને ઉત્તર-પૂર્વ અરબ સાગર સુધી 1.5 કિમી ઊંચાઈએ એક ટ્રફ સર્જાયેલો છે, જે 28 મે, 2026થી ઉત્તર-પશ્ચિમ ભારતને અસર કરે તેવી સંભાવના સેવાઈ રહી છે.
    Click here to Read More
    Previous Article
    કર્ણાટકના સીએમ અને નાયબ મુખ્યમંત્રીની આજે રાહુલ-ખડગે સાથે મીટિંગ:મુખ્યમંત્રી બદલવાની અટકળો; સિદ્ધારમૈયા બોલ્યા- હાઈકમાન્ડે બોલાવ્યો છે, એટલે આવ્યો છું
    Next Article
    આણંદ-વડોદરા ICAI શાખાએ બે દિવસીય પરિષદ યોજી:જ્ઞાનવિવેચનમમાં AI, આવકવેરા સહિતના વિષયો પર ચર્ચા

    Related Gujarat Updates:

    Are you sure? You want to delete this comment..! Remove Cancel

    Comments (0)

      Leave a comment