Search

    Language Settings
    Select Website Language

    GDPR Compliance

    We use cookies to ensure you get the best experience on our website. By continuing to use our site, you accept our use of cookies, Privacy Policy, and Terms of Service.

    BijnorNews
    Bijnor news

    વોર્ડ નં.4ના AAPના ઉમેદવાર રાહુલ ભુવા-હાર્દિક રિબડીયા સામે FIR:બેનર હટાવતા દબાણ શાખાના અધિકારીને ‘ભાજપના દલાલ’ કહ્યાં, વીડિયો કટ કરીને મુક્યાનો દાવો

    2 days ago

    રાજકોટ મનપાની દબાણ હટાવ શાખામાં ફરજ બજાવતા દિગ્વિજયસિંહ જાડેજાએ બી ડિવિઝન પોલીસ સ્ટેશનમાં આમ આદમી પાર્ટીના વોર્ડ નંબર 4ના બે ઉમેદવાર રાહુલ ભુવા અને હાર્દિક રીબડીયા સામે ફરજ રુકાવટ બદલ પોલીસ ફરિયાદ નોંધાવી છે. ફરિયાદમાં જણાવ્યું કે, ગત 31 માર્ચના રોજ હું મારી ફરજ પર હતો, ત્યારે વોર્ડ નંબર 4, 5, 6, 15, 16 અને 18માં મારી નોકરી ચાલુ હતી. આ દરમિયાન સાંજે 5.30 વાગ્યા આસપાસ કુવાડવા રોડ ડિમાર્ટની પાછળ ઇલેક્ટ્રિક થાંભલા પર આમ આદમી પાર્ટીના બોર્ડ બેનર લગાવેલા હતા, તેને અમે હટાવ્યા હતા. ‘ભાજપના દલાલ છો’ કહી બોલાચાલી કર્યાનો આરોપ આ દરમિયાન રાહુલ ભુવા અને હાર્દિક રિબડીયાએ અમારી પાસે આવી બોર્ડ ઉતારવાનું બંધ કરો. આ ઉપરાંત, કોઈએ ફરિયાદ નથી કરી તો તમે બોર્ડ ઉતારવા કેમ આવ્યા છો? કહી પોતે પોતાની વોર્ડ નંબર 4ના ઉમેદવાર હોવાની ઓળખ આપી અમારી સાથે બોલાચાલી કરી હતી. અમારી ગાડીમાંથી બોર્ડ બેનર ઉતારવા લાગ્યા હતા અને ‘ભાજપના દલાલ છો’ કહી બોલાચાલી કરી અમારી ફરજમાં રુકાવટ કરી હતી, જેથી તેમની સામે ફરિયાદ નોંધાવી છે. બી ડિવિઝન પોલીસે આપના ઉમેદવાર રાહુલ ભુવા અને હાર્દિક રાબડીયા સામે BNS કલમ 221, 121(1), 3(5) મુજબ ગુનો નોંધી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે. આ વીડિયો 31 માર્ચનો છે અને ત્યારે જાહેર રજા હતીઃ રાહુલ ભુવા આ ઘર્ષણ બાબતે AAPના વોર્ડ 4ના ઉમેદવાર રાહુલ ભુવાએ પ્રતિક્રિયા આપતા કહ્યું કે, મારો એક વીડિયો વાઇરલ થયો છે, જેમાં એવું કહેવામાં આવે છે કે, મેં RMCના અધિકારી સાથે બોલાચાલી કરી. હું ખુલાસો કરવા માગુ છું કે, આ વીડિયો 31 માર્ચનો છે અને ત્યારે જાહેર રજા હતી. એ દિવસે અધિકારીઓએ સોસાયટીઓમાં ધારીઆ લઈને આવીને આમ આદમી પાર્ટીના બેનરો ઉતાર્યા હતા. સમર્થકોના ઘરમાં લગાવેલા બેનર ઉતારવામાં આવ્યા હતા, જેથી અમને સ્થાનિકોના ફોન આવ્યા હતા અને ત્યારબાદ અમે ત્યાં પહોંચ્યા અને અધિકારી સાથે વાત કરી હતી. અમે પૂછ્યું કે, ઓર્ડર ક્યાં છે? તો એ લોકોએ અમને કોઈ ઓર્ડર કે માહિતી આપી નહીં. ‘આ બધું ભાજપના ઈશારે થઈ રહ્યું છે’ મહત્વપૂર્ણ બાબતે છે કે, 31 તારીખે કોઈ પણ પ્રકારની આચારસંહિતા લાગી ન હતી. બીજી મહત્વપૂર્ણ બાબત કે એ લોકો પાસે બેનર ઉતારવા માટે કોઈપણ પ્રકારનો પરિપત્ર ન હતો. એ અધિકારી ભાજપના કોઈ નેતા સાથે ફોનમાં વાત કરતા હતા. જેથી સ્પષ્ટ થાય છે કે, આ બધું ભાજપના ઈશારે થઈ રહ્યું છે, કારણ કે આમ આદમી પાર્ટી વોર્ડ નંબર 4માં જીતી રહી છે. ‘રોડ પરથી ભાજપના બેનરો ઉતારવામાં ન આવ્યાં’ આમ આદમી પાર્ટીના નેતા રાહુલ ભુવાએ વધુમાં જણાવ્યું કે, અમે કોઈપણ પ્રકારની ઉગ્ર બોલાચાલી કરી નથી અને એમને સવાલ પૂછવાનો અમારી પાસે હક છે. આ બધા લોકો હપ્તા લે છે એ પણ બધાને ખબર છે. જો રોડ પર કોઈ બેનર લાગ્યું હોય અને હપ્તો આપી દેવામાં આવે તો ત્યારે આ લોકો કોઈપણ પ્રકારનો પ્રશ્ન ઉભો કરતા નથી. આજે પણ રોડ પર ભાજપના બેનરો લાગેલા છે, પરંતુ તેને ઉતારવામાં આવતા નથી, ફક્ત આમ આદમી પાર્ટીના બેનરો ઉતારી રહ્યા છે. સામાન્ય માણસ ડરી જાય, પરંતુ અમે આમ આદમી પાર્ટીના કાર્યકર્તાઓ છીએ અને અમે કોઈથી ડરતા નથી. ‘આ લોકોએ વીડિયો કટ કરીને પછી રિલીઝ કર્યો’ જ્યારે એ લોકોને ખબર પડી કે એ તેઓ ખોટા છે તો એ લોકોએ કહ્યું કે બેનર લઈ જાઓ અને આ બધી બાબત વીડિયોમાં કટ કરીને એમણે પછી રિલીઝ કર્યો છે. એ લોકો વીડિયો રેકોર્ડિંગ કરતા હતા માટે એ લોકોએ વીડિયોને એડિટ કરીને રિલીઝ કર્યો છે. આ લોકો પ્રજાને ગેરમાર્ગે દોરી રહ્યા છે, માટે હું લોકોને વિનંતી કરવા માગું છું કે આ તમામ લોકો ઈમેજ ખરાબ કરવાનો પ્રયત્ન કરી રહ્યા છે. મેં કોઈ ખોટી વાત કરી નથી. દબાણ શાખાની કામગીરી સામે AAPએ ઉઠાવેલા સવાલો 31 માર્ચે રજાના દિવસે દબાણ શાખાના અધિકારી નિષ્ઠાપૂર્વક માત્ર AAPના બોર્ડ-બેનર ઉતારવા કેમ નિકળ્યાં? ગાડીમાંથી ઉતારેલા તમામ બેનર-બોર્ડ AAPના, તો શું બાકીની પાર્ટીના બેનર કાયદેસર? આચારસંહિતાના અમલ પહેલાં કોના ઈશારે દબાણ શાખાએ બોર્ડ ઉતાર્યા? અધિકારી સાથે ફોનમાં વાત કરનાર ભાજપના નેતા કોણ? 31 માર્ચ ઘટના તો 5 દિવસ પછી ફરિયાદ કેમ?
    Click here to Read More
    Previous Article
    ઇરાનમાં પાવર પ્લાન્ટ્સની આસપાસ લોકો એકઠા થશે:હુમલાઓથી બચવા માટે યોજના બનાવી; ટ્રમ્પે આજે રાત સુધીની મુદત આપી
    Next Article
    વાગરામાં ભાજપના પાયાના કાર્યકર AAPમાં જોડાયા:અરૂણાબેન પટેલનો પક્ષપલટો, વાગરા-2 બેઠક પરથી AAPના ઉમેદવાર બનશે

    Related Gujarat Updates:

    Are you sure? You want to delete this comment..! Remove Cancel

    Comments (0)

      Leave a comment