Search

    Language Settings
    Select Website Language

    GDPR Compliance

    We use cookies to ensure you get the best experience on our website. By continuing to use our site, you accept our use of cookies, Privacy Policy, and Terms of Service.

    BijnorNews
    Bijnor news

    જન્માષ્ટમીના મિની વેકેશનમાં સોમનાથમાં ઉમટ્યું યાત્રિકોનું ઘોડાપૂર:સાંજે 4 વાગ્યા સુધી 90 હજારથી વધુ ભાવિકોએ કર્યા દર્શન, 30થી 45 મિનિટમાં થયા મહાદેવના દર્શન

    8 hours ago

    જન્માષ્ટમીના મિની વેકેશનને કારણે શનિવારે સોમનાથ યાત્રાધામમાં યાત્રિકોની ભારે ભીડ જોવા મળી. વહેલી સવારથી જ દેશના અલગ-અલગ વિસ્તારોમાંથી મોટી સંખ્યામાં શ્રદ્ધાળુઓ સોમનાથ મહાદેવના દર્શન કરવા પહોંચ્યા હતા. સાંજે 4 વાગ્યા સુધીમાં 90 હજારથી વધુ ભાવિકોએ પ્રથમ જ્યોતિર્લિંગ શ્રી સોમનાથ મહાદેવના દર્શન કર્યા હતા. જન્માષ્ટમીના પર્વ નિમિત્તે પ્રવાસે નીકળેલા ઘણા યાત્રિકોએ પહેલા દ્વારકાધીશના દર્શન કર્યા હતા. ત્યારબાદ તેઓ સોમનાથ પહોંચ્યા હતા, જેના કારણે યાત્રાધામમાં માનવ મહેરામણ ઉમટી પડ્યો હતો. મંદિર પરિસર, દર્શનની લાઈનો અને આસપાસના વિસ્તારોમાં શ્રદ્ધાળુઓની ભારે અવરજવર જોવા મળી હતી. આટલી મોટી ભીડ હોવા છતાં, સોમનાથ મંદિર ટ્રસ્ટ દ્વારા સારી ક્રાઉડ મેનેજમેન્ટ વ્યવસ્થા કરવામાં આવી હતી. તેના કારણે દર્શનાર્થીઓને ઓછી મુશ્કેલી પડી. ઝીગઝેગ ક્યૂ સહિતની વ્યવસ્થિત દર્શન વ્યવસ્થાને લીધે હજારોની ભીડ હોવા છતાં ભાવિકોને લગભગ 30થી 45 મિનિટમાં સોમનાથ મહાદેવના દર્શન થઈ શક્યા હતા. યાત્રિકોની સાથે મોટી સંખ્યામાં વાહનો પણ સોમનાથ પહોંચ્યા હતા. તેના કારણે મંદિરનું મુખ્ય પાર્કિંગ સંપૂર્ણ ભરાઈ ગયું. લગભગ ત્રણ હજાર જેટલા વાહનોના પાર્કિંગને લીધે ભારે દબાણ સર્જાયું હતું. મુખ્ય પાર્કિંગમાં આશરે 2000 ફોર-વ્હીલર અને 500 બસની ક્ષમતા પૂરી થઈ જતાં યાત્રિકોના વાહનો માટે વૈકલ્પિક વ્યવસ્થા શરૂ કરવી પડી. આથી, વેણેશ્વર અને સદભાવના ગ્રાઉન્ડ ખાતે વૈકલ્પિક પાર્કિંગની વ્યવસ્થા કરવામાં આવી. પાર્કિંગથી મંદિર સુધી યાત્રિકો સરળતાથી પહોંચી શકે તે માટે પણ જરૂરી વ્યવસ્થા ગોઠવવામાં આવી હતી. બીજી બાજુ, યાત્રિકોના ભારે પ્રવાહને કારણે ગીર સોમનાથ ટ્રાફિક પોલીસે પણ સતત કામગીરી કરી. ટ્રાફિક જામ ન થાય તે માટે શહેર અને સોમનાથ તરફ જતા અલગ-અલગ રસ્તાઓ તથા મહત્વના પોઈન્ટ પર વધારાના જવાનોને તૈનાત કરાયા હતા. જન્માષ્ટમીના મિની વેકેશનમાં દ્વારકા પછી સોમનાથ આવેલા યાત્રિકોના ભારે પ્રવાહ વચ્ચે મંદિર ટ્રસ્ટ અને પોલીસ વિભાગની સાથે મળીને કરેલી કામગીરીને કારણે દર્શન અને ટ્રાફિક વ્યવસ્થા મોટાભાગે સારી રહી. દિવસભર સોમનાથ યાત્રાધામમાં શ્રદ્ધા અને આસ્થાનો અનોખો માહોલ જોવા મળ્યો અને ચારે તરફ ‘હર હર મહાદેવ’ના જયઘોષ ગુંજી ઉઠ્યા હતા.
    Click here to Read More
    Previous Article
    તહેવારોમાં જુગારની મોજ પડી ભારે:સુરત પોલીસે ધાબા, ગેલેરી અને કાર મેળા પર ત્રાટકી 136 જુગારીઓને ઝડપી લીધા
    Next Article
    230+ Graduates, 14 India Stars: The Success Story Of Sesa Football Academy

    Related Gujarat Updates:

    Are you sure? You want to delete this comment..! Remove Cancel

    Comments (0)

      Leave a comment