Search

    Language Settings
    Select Website Language

    GDPR Compliance

    We use cookies to ensure you get the best experience on our website. By continuing to use our site, you accept our use of cookies, Privacy Policy, and Terms of Service.

    BijnorNews
    Bijnor news

    જિલ્લામાં ચૂંટણીનો માહોલ જામ્યો:રાજકોટ મહાપાલિકા, નગરપાલિકા અને પંચાયતોની ચૂંટણી માટે 4 દિવસમાં કુલ 90 ઉમેદવારી ફોર્મ ભરાયા

    10 hours ago

    રાજકોટ મહાપાલિકા નગરપાલિકા તેમજ તાલુકા અને જિલ્લા પંચાયતની ચૂંટણી પ્રક્રિયા વેગ પકડી રહી છે. જિલ્લા ચૂંટણી તંત્ર દ્વારા ઉમેદવારી ફોર્મ વિતરણની પ્રક્રિયા શરૂ કરવામાં આવ્યા બાદ છેલ્લા 4 દિવસમાં વિવિધ બેઠકો માટે કુલ 90 ફોર્મ ભરાઈને પરત આવ્યા છે. જેમાં 8 એપ્રિલના રોજ 13 ફોર્મ અને 9 એપ્રિલના રોજ 77 ફોર્મ ભરાયા છે. 6 એપ્રિલથી ઉમેદવારી ફોર્મ ભરવાની શરૂઆત થયા બાદ પ્રથમ બે દિવસમાં કોઈ ફોર્મ જમા થયા નહોતા, પરંતુ હાલ છેલ્લા બે દિવસમાં ઉમેદવારોમાં ભારે ઉત્સાહ જોવા મળ્યો છે. રાજકોટ જિલ્લાની 11 તાલુકા પંચાયતની કુલ 202 બેઠકો માટે સૌથી વધુ ફોર્મ ભરાયા છે. જેમાં 8 એપ્રિલે 11 અને 9 એપ્રિલે 59 મળીને કુલ 70 ઉમેદવારી પત્રો રજૂ કરવામાં આવ્યા છે. જિલ્લા પંચાયતની 36 બેઠકો માટે અત્યાર સુધીમાં કુલ 9 ફોર્મ ભરાયા છે, જેમાં 8 એપ્રિલે 2 અને 9 એપ્રિલે 7 ફોર્મનો સમાવેશ થાય છે. રાજકોટ મહાનગર પાલિકાના 18 વોર્ડની ચૂંટણી માટે છેલ્લા બે દિવસમાં 11 ફોર્મ ભરાયા છે, જેમાં તમામ ફોર્મ 9 એપ્રિલના રોજ જ પ્રાપ્ત થયા છે. જોકે, ગોંડલ નગરપાલિકાની ચૂંટણી માટે હજુ સુધી એક પણ ઉમેદવારી ફોર્મ ભરાઈને પરત આવ્યું નથી. આમ, જિલ્લામાં ચૂંટણીનો માહોલ જામી રહ્યો છે. રાજકોટ જિલ્લામાં આદર્શ આચારસંહિતાનો કડક અમલ, 3200 થી વધુ પ્રચાર સામગ્રી દૂર કરાઈ રાજકોટ જિલ્લામાં આગામી સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણીઓને ધ્યાનમાં રાખીને વહીવટી તંત્ર દ્વારા આદર્શ આચારસંહિતાનો અત્યંત કડકાઈથી અમલ કરવામાં આવી રહ્યો છે. ચૂંટણી પ્રક્રિયા મુક્ત અને ન્યાયી વાતાવરણમાં સંપન્ન થાય તે હેતુથી જિલ્લાના વિવિધ વિસ્તારોમાં લગાવવામાં આવેલી રાજકીય પ્રચારાત્મક સામગ્રીને હટાવવાની કામગીરી વેગીલી બનાવવામાં આવી છે. અત્યાર સુધીમાં સમગ્ર જિલ્લામાં કુલ 3211 જેટલી પ્રચારાત્મક સામગ્રી દૂર કરવામાં આવી છે, જેમાં જાહેર અને ખાનગી મિલકતોનો સમાવેશ થાય છે. આચારસંહિતાના નોડલ અધિકારી અને અધિક કલેક્ટર કચેરી દ્વારા પ્રાપ્ત થયેલી વિગતો અનુસાર, જાહેર મિલકતો પરથી કુલ 3191 પ્રચાર સામગ્રી હટાવવામાં આવી છે. કાર્યવાહીમાં દીવાલ પર લખાયેલા 537 લખાણો ભૂંસી નાખવામાં આવ્યા છે, જ્યારે 2307 પોસ્ટર્સ, 253 બેનર્સ અને 94 અન્ય પ્રકારની સામગ્રી જપ્ત કરી દૂર કરવામાં આવી છે. આ ઉપરાંત, ખાનગી મિલકતો પર પરવાનગી વગર લગાવાયેલી 20 જેટલી પ્રચાર સામગ્રી પણ વહીવટી તંત્ર દ્વારા હટાવી દેવામાં આવી છે. આગામી દિવસોમાં પણ આ ઝુંબેશ ચાલુ રહેશે. 'આપ' ના વોર્ડ 14 ના ઉમેદવારો આવતીકાલે ફોર્મ ભરશે, કોંગ્રેસ બાકીના 32 ઉમેદવારો જાહેર કરશે, રાજકોટ સહિત રાજ્યમાં કોર્પોરેશન અને પંચાયતોની 26મીએ યોજાનારી ચૂંટણી માટે ઉમેદવારી ફોર્મ ભરવાને હવે માત્ર 2 દિવસ બાકી છે. કોંગ્રેસ દ્વારા આજે રાત સુધીમાં મોટા ભાગના નામો જાહેર કરી દેવામાં આવે તેવી શક્યતા છે. કોંગ્રેસે પ્રથમ યાદીમાં 40 નામો જાહેર કર્યા હતા અને હજુ 32 નામો બાકી છે. જોકે, વોર્ડ નંબર 15માં પ્રવિણ સોરાણી અને સાગઠીયા વચ્ચેની મડાગાંઠ હજુ યથાવત છે, જેના કારણે આ વોર્ડના નામો જાહેર થશે કે કેમ તે અંગે સસ્પેન્સ યથાવત છે. જોકે કોંગ્રેસના અન્ય મોટાભાગના ઉમેદવારો આવતીકાલે ફોર્મ ભરે તેવી સંભાવના છે. બીજી તરફ, આમ આદમી પાર્ટી એ પણ પોતાની તૈયારીઓ તેજ કરી છે. રાજકોટ મહાપાલિકાના વોર્ડ નંબર 14 ના 'આપ' ના ઉમેદવારો નૈમિષ પાટડીયા, જયદીપ નકુમ, સોનલબેન વિરાણી અને શીતલબેન ગોહેલ આવતીકાલે ફોર્મ ભરશે. ઉમેદવારો સવારે 11:30 કલાકે ગીતા મંદિર સામે આવેલા મનસા તીર્થ કાર્યાલયથી નીકળી બપોરે 12:40 ના વિજય મુહૂર્તે કલેક્ટર કચેરી ખાતે ઉમેદવારી પત્ર રજૂ કરશે. આ પ્રસંગે કાર્યકર્તાઓ અને શુભેચ્છકોને મોટી સંખ્યામાં હાજર રહેવા અપીલ કરવામાં આવી છે. રાજકોટ સિવિલ હોસ્પિટલમાં અનેક અમરનાથ યાત્રિકો મેડિકલ ફિટનેસ સર્ટિફિકેટ માટે રઝળ્યા અમરનાથ યાત્રા માટે શ્રાઈન બોર્ડ દ્વારા નક્કી કરવામાં આવેલી ગાઈડલાઈન મુજબ મેડિકલ ફિટનેસ સર્ટિફિકેટ મેળવવું અનિવાર્ય છે. જોકે, રાજકોટ સિવિલ હોસ્પિટલ ખાતે આ પ્રક્રિયા હજુ સુધી વિધિવત રીતે શરૂ ન થતા યાત્રિકોને ભારે હાલાકીનો સામનો કરવો પડી રહ્યો છે. આશ્ચર્યજનક બાબત એ છે કે, ઓનલાઇન વેબસાઇટ ઉપર રાજકોટ મેડિકલ કોલેજનું નામ સર્ટિફિકેટ માટે અપલોડ કરી દેવામાં આવ્યું છે, પરંતુ સરકાર સ્થાનિક તંત્રને તેની જાણ કરવાનું જ ભૂલી ગઈ હોય તેવી સ્થિતિ સર્જાઈ છે. વહેલી સવારથી જ મોટી સંખ્યામાં યાત્રિકો હોસ્પિટલ પહોંચી ગયા હતા, પરંતુ તંત્ર દ્વારા કોઈ સ્પષ્ટ માહિતી કે કામગીરી શરૂ ન કરાતા ભાવિકોમાં ભારે રોષ જોવા મળ્યો હતો. અનેક યાત્રિકો કેસ કઢાવીને સવારના 6 વાગ્યાથી કલાકો સુધી લાઈનમાં ઊભા રહ્યા હતા. જ્યારે હોસ્પિટલના ઉચ્ચ અધિકારીઓ સાથે ચર્ચા કરવામાં આવી, ત્યારે તેઓએ જણાવ્યું કે રાજ્ય સરકાર અથવા સંબંધિત વિભાગ તરફથી હજુ સુધી કોઈ સત્તાવાર સૂચના મળી નથી. બીજી તરફ ધોરાજી, ગોંડલ, અમદાવાદ અને સુરત જેવા શહેરોમાં આ કામગીરી પૂરજોશમાં ચાલી રહી છે, ત્યારે રાજકોટમાં સંકલનના અભાવે યાત્રિકોને ઘરધક્કા થઈ રહ્યા છે. છેલ્લા 15-20 વર્ષથી યાત્રા કરતા અનુભવી યાત્રિકોએ જણાવ્યું કે દર વર્ષે અહીં જ મેડિકલ થાય છે, પરંતુ આ વર્ષે તંત્રની ઉદાસીનતાને કારણે યાત્રિકો અટવાયા છે. દૂર-દૂરથી આવતા યાત્રિકો માટે આ વિલંબ આર્થિક અને શારીરિક રીતે મુશ્કેલ સાબિત થઈ રહ્યો છે, જેથી તંત્ર વહેલી તકે આ પ્રક્રિયા શરૂ કરે તેવી માંગ ઉઠી છે.
    Click here to Read More
    Previous Article
    રાણાવાવમાં ટ્રકમાંથી વિદેશી દારૂ ઝડપાયો:રૂ.7.58 લાખનો મુદ્દામાલ જપ્ત, એકની ધરપકડ
    Next Article
    ડાંગમાં પાંચ વર્ષે ખીલ્યું સુરણનું દુર્લભ ફૂલ:સ્થાનિકો અને વનસ્પતિ પ્રેમીઓમાં ભારે ઉત્સુકતા, ગલકુંડ ગામમાં લોકોની ભીડઉમટી

    Related Gujarat Updates:

    Are you sure? You want to delete this comment..! Remove Cancel

    Comments (0)

      Leave a comment