Search

    Language Settings
    Select Website Language

    GDPR Compliance

    We use cookies to ensure you get the best experience on our website. By continuing to use our site, you accept our use of cookies, Privacy Policy, and Terms of Service.

    BijnorNews
    Bijnor news

    નિવૃત્તિ પછી 4 પાવરફુલ પોસ્ટ મેળવનાર જે.એ.ગાંધી કોણ?:સચિવ બાયપાસ, 9 જિલ્લાના રોડની જવાબદારી એકના હાથમાં, CM હેઠળના વિભાગની પાવરગેમ

    10 hours ago

    આપણું રાજ્ય ગાંધીના ગુજરાત તરીકે ભલે ઓળખાતું હોય… પરંતુ ગુજરાત સરકારનું માર્ગ અને મકાન ખાતુ જે.એ.ગાંધીના નામે હોય એમ લાગે છે. જે.એ.ગાંધી એવા અધિકારી જે સરકારના મસમોટા બજેટ અને મહત્વની કામગીરી ધરાવતા વિભાગની એક-બે નહીં પણ ચાર-ચાર પોસ્ટ પર ગોઠવાઈ ગયા છે. આ ગ્રાફિક્સની મદદથી સમજો કે નિવૃત્તિની વય વટાવી ચૂકેલા સિનિયર અધિકારીના આધિપત્યમાં માર્ગ મકાન વિભાગનો વડલો કેવો દેખાય છે!!! સ્પેશિયલ સેક્રેટરીની પોસ્ટ ઊભી કરતા સેક્રેટરી “બાયપાસ” કોઈપણ સરકારી વિભાગના અધિકારીઓમાં સર્વોચ્ચ પદે સેક્રેટરી હોય અને એમના હાથ નીચે એડિશનલ સેક્રેટરીથી માંડીને અન્ય વર્ગ 1, 2, 3ના અધિકારીઓ કામ કરતા હોય છે. પણ માર્ગ અને મકાન વિભાગમાં જે રીતે સ્પેશિયલ સેક્રેટરીને “બાયપાસ” કરવામાં આવ્યા એ ઘટનાક્રમ પણ રસપ્રદ છે. પણ આ પાવરગેમની ઇનસાઇડ સ્ટોરી સમજતા પહેલાં ગુજરાત રાજ્યના માર્ગ અને મકાન વિભાગના અધિકારી બેડામાં થતી ગોઠવણ સામાન્ય વ્યક્તિને કેટલી અસર કરે છે એ સમજી લો. આ વિભાગમાં જે હલચલ થાય એની ગામેગામ અસર થાય ખુદ મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ પાસે હવાલો છે એવા માર્ગ અને મકાન વિભાગનું કામ રાજ્યભરના સ્ટેટ હાઇવે, પંચાયત હસ્તકના રોડ તેમજ જિલ્લા સ્તરના રોડ બનાવવા અને તેની જાળવણી કરવાનું હોય છે. આ ઉપરાંત સરકારી ઓફિસો, હોસ્પિટલો અને શૈક્ષણિક સંસ્થાઓ જેવી સરકારી ઇમારતોનું બાંધકામ તેમજ બ્રિજ અને અન્ડરપાસ બનાવવાની પ્રક્રિયામાં પણ મહત્વનો રોલ હોય છે. ટૂંકમાં રાજ્યની કનેક્ટિવિટીની જવાબદારી આ વિભાગના અધિકારીઓ અને એન્જિનિયરોના માથે હોય છે. એટલે ગાંધીનગરની ઓફિસમાં બેસેલા અધિકારીઓના હાથમાં ગુજરાતના વિકાસની મહત્વની લગામ છે એમ માની શકાય. અગાઉ સ્પેશિયલ સેક્રેટરીની પોસ્ટ હતી જ નહીં માર્ગ અને મકાન વિભાગના અધિકારીઓમાં સૌથી પહેલાં ક્રમે આવે છે સેક્રેટરીનું પદ. ચીફ એન્જિનિયર તરીકેનો પાંચ વર્ષનો અનુભવ ધરાવતા હોય તો સેક્રેટરીનું પ્રમોશન મળી જાય. આ ખુરસી પર અત્યારે પી.આર.પટેલિયા છે. આ સિવાયની બીજી એક પોસ્ટ સ્પેશિયલ સેક્રેટરીની ઊભી કરવામાં આવી છે. ઊભી કરવામાં આવી એટલે કોઈ વિભાગમાં આવી પોસ્ટ સામાન્ય રીતે હોતી નથી. સ્પેશિયલ સેક્રેટરીની જવાબદારી જે.એ.ગાંધીને મળી છે. પણ થોડા વર્ષ પહેલાં થયેલી ગોઠવણ પ્રમાણે અને ટેકનિકલી રીતે જોવા જઈએ તો, જે.એ.ગાંધી આ વિભાગના સેક્રેટરી પટેલિયાના હાથ નીચે કામ નથી કરી રહ્યા. તેમને એકદમ “સ્વતંત્ર પ્રભાર” જેવી છૂટ આપી દેવાઈ છે. ગાંધી નિવૃત્ત થતાં જ કોન્ટ્રાક્ટ પર નોકરી મળી ગઈ જે.એ.ગાંધી નિવૃત્ત થઈ ગયા હોવા છતાં હાલમાં તેઓ કોન્ટ્રાક્ટર બેઝ પર ફરજ બજાવી રહ્યા છે. તેમની પાસે માત્ર સ્પેશિયલ સેક્રેટરીની જ જવાબદારી ઉપરાંત માર્ગ અને મકાન વિભાગના ઉત્તર ગુજરાત સર્કલની જવાબદારી છે. જે હેઠળ તેમના હાથ નીચે 23 એન્જિનિયર્સ કામ કરી રહી રહ્યા છે. એટલું જ નહીં, તેઓ GSRDCના મેનેજિંગ ડિરેક્ટર પણ છે. આ ઉપરાંત નેશનલ હાઇવેના ચીફ એન્જિનિયર અને એડિશનલ સેક્રેટરી તરીકેની પણ જવાબદારી તેમની પાસે છે, જેના 9 સિનિયર એન્જિનિયર પણ તેમના તાબા હેઠળ છે. આમ એક સાથે ચાર-ચાર ખુરસી પર તહેનાત, 30થી વધુ એન્જિનિયરના સાહેબ જે.એ.ગાંધી રાજ્યના 9 મહત્વના જિલ્લાઓમાં આવતા પંચાયત રોડ તેમજ નેશનલ હાઇવેની જવાબદારી સંભાળી રહ્યા છે. અઢી વર્ષ પહેલાં પાસા ગોઠવાયા જે.એ.ગાંધીના દબદબાને વધારતી પોસ્ટનો પાયો 12 જુલાઈ, 2023ના રોજ નંખાયો હતો. સરકારે ઓર્ડર કર્યો કે માર્ગ અને મકાન વિભાગની કામગીરી વધુ અસરકારક, સમયસર અને ગુણવત્તાવાળી થઈ શકે તેમજ મોનિટરિંગની કામગીરી પણ સારી થાય એ માટે ચીફ એન્જિનિયર્સને ઝોન પ્રમાણે વહેંચવામાં આવ્યા છે. સરકારના ઓર્ડરમાં સ્પષ્ટ લખ્યું, ‘સચિવને દ્વારા ફાઇલ સબમિટ નહીં કરવાની’ જો કે મોટો ફેરફાર 22 ડિસેમ્બર, 2023ના રોજ આવ્યો, જ્યારે સરકારે પત્તા ખોલી નાખ્યા. આ દિવસ ઓર્ડર કરીને માર્ગ અને મકાન વિભાગમાં સ્પેશિયલ સેક્રેટરીની નવી પોસ્ટ ઉભી કરવામાં આવી. એટલું જ નહીં, ઓર્ડરમાં સ્પષ્ટ લખવામાં આવ્યું કે આ અધિકારી સ્વતંત્ર રીતે કાર્ય કરશે અને ત્રણ વિષયોનો સંપૂર્ણ હવાલો સંભાળશે. આ બાબતો માટે તેમને સરકાર, માર્ગ અને મકાન વિભાગના સચિવને ફાઇલો સબમિટ કરવાની જરૂર રહેશે નહીં. આ ત્રણ વિષયો નીચે મુજબના છે. 1- પંચાયત રોડ અને ઇમારતોને લગતી બાબતો 2- માર્ગ અને મકાન વિભાગના વર્ગ-2, વર્ગ-3, વર્ગ-4ના અધિકારી/કર્મચારીઓને લગતી બાબતો 3- નેશનલ હાઇવેને લગતી તમામ બાબતો એટલું જ નહીં, આ કક્ષાના અધિકારીને 1,44,200થી 2,18,200ના પે સ્કેલ પ્રમાણે પગાર આપવાનું પણ ઓન-રેકોર્ડ નક્કી થયું. નિવૃત્ત અધિકારીઓને સરકારે કોન્ટ્રાક્ટ પર રાખ્યા, કાયમી ભરતી નથી કરી જે સમયે માર્ગ અને મકાન વિભાગમાં સ્પેશિયલ સેક્રેટરીની પોસ્ટ ઉભી કરવામાં આવી ત્યારે એ.કે.પટેલ સેક્રેટરી હતા. એટલે નવી ઊભી કરાયેલી સ્પેશિયલ સેક્રેટરીની પોસ્ટના પહેલાં લાભાર્થી પી.આર.પટેલિયા હતા. એ.કે.પટેલની નિવૃત્તિ પછી પી.આર.પટેલિયાને સેક્રેટરી બનાવાયા અને સ્પેશિયલ સેક્રેટરીની જવાબદારી જે.એ.ગાંધીને સોંપવાનું નક્કી થયું. 30 સપ્ટેમ્બર, 2025ના રોજ જે.એ.ગાંધીની સત્તાવાર એન્ટ્રી થઈ. તેઓ ગત વર્ષે જ વય નિવૃત્ત થયા હતા. છતાં સરકારે કોન્ટ્રાક્ટ પર રાખ્યા છે. સરકારની મરજી હોય ત્યાં સુધી જે.એ.ગાંધીને સેવામાં રાખવાની શરત જે.એ.ગાંધીની નિમણૂકને લઈને ગુજરાત સરકારે બહાર પાડેલા ઠરાવમાં લખ્યું, જે.એ.ગાંધીને ઉત્તર ગુજરાત ઝોનના ચીફ એન્જિનિયર અને અધિક સચિવ તથા GSRDCના મેનેજિંગ ડિરેક્ટરની જગ્યા પર તેઓ હાજર થાય એ તારીખથી એક વર્ષ સુધી અથવા નિયમિત ઉમેદવાર મળે ત્યાં સુધી અથવા સરકાર ઇચ્છે ત્યાં સુધી, આ ત્રણ પૈકી જે પણ વહેલું હોય ત્યાં સુધી વયનિવૃત્તિ બાદની પ્રથમ વર્ષની કરાર આધારિત નિમણૂક આપવામાં આવે છે. સરકારના આ ઠરાવ બાદ 6 ઓક્ટોબર, 2025ના રોજ ગુજરાતના વહીવટી વિભાગે સત્તાવાર ઓર્ડર કર્યો અને જે.એ.ગાંધીની નિમણૂક પર મહોર લાગી ગઈ. 29 હજાર કરોડના બજેટ પર કોનો કેટલો કંટ્રોલ? સ્પેશિયલ સેક્રેટરીની પોસ્ટ ઉભી કરવા પાછળનું ગણિત પણ સમજવા જેવું છે. માર્ગ અને મકાન વિભાગ પાસે અત્યારે 29 હજાર કરોડ રૂપિયાથી વધુનું સૌથી મોટું બજેટ છે. સરકારને ખ્યાલ જ હતો કે એ.કે.પટેલની નિવૃત્તિ પછી પટેલિયાને સચિવ બનાવવાના થશે. આથી પહેલેથી જ સ્પેશિયલ સેક્રેટરીની પોસ્ટ ઉભી કરીને કાઠુ કાઢ્યું! પદભાર પ્રમાણે માર્ગ અને મકાન વિભાગમાં સેક્રેટરીને મુખ્ય બોસ ગણવામાં આવે છે. પરંતુ સ્પેશિયલ સેક્રેટરીની પોસ્ટ ઉભી થયા બાદ હજુ ઘણા લોકોના મનમાં પ્રશ્ન છે કે, આ બે અધિકારીઓમાંથી વધુ પાવરફુલ કોણ છે? આ અંગે જાણકારો જણાવે છે કે, બન્નેને અલગ-અલગ અને સ્વતંત્ર કામગીરી સોંપાઈ છે. જેમાં હાલમાં સેક્રેટરી પી.આર.પટેલિયા પાસે મોટાભાગે સ્ટેટ હાઈવેની કામગીરી છે. જેમાં નવા બ્રિજ બનાવવા, તેના ટેન્ડરિંગ કરવા કામની સોંપણી વગેરે બાબતોનો સમાવેશ થાય છે. એ જ રીતે વરસાદમાં રોડ ધોવાઈ જાય તો તેની મરામત સહિતની કામગીરી, બ્રિજ તૂટી જાય તો તેને રિપેરિંગ કરાવવાનું અને વૈકલ્પિક વ્યવસ્થા ઉભી કરવાનું કામ પણ તેમનું છે. આ ઉપરાંત તેમના વિભાગના ક્લાસ- 1 અધિકારીઓની બદલી કરવાની સત્તા તેમની પાસે છે. જે.એ.ગાંધી પાસે સ્પેશિયલ સેક્રેટરી તરીકે મોટી સત્તા સ્પેશિયલ સેક્રેટરી જે.એ.ગાંધી પાસે પંચાયતના રસ્તાઓની કામગીરી છે. તેમજ નેશનલ હાઈવે ઓથોરિટી સાથે સંકલન કરીને તેના પર બ્રિજ બનાવવાનું કે અન્ય મરામત સહિતની કામગીરી કરવાની રહે છે. ઉપરાંત ક્લાસ-2ની બદલી કરવાની સત્તા ગાંધી પાસે રહેલી છે. ગુજરાત સ્ટેટ રોડ ડેવલપમેન્ટ કોર્પોરેશન (GSRDC)ના મેનેજિંગ ડિરેક્ટરનો ચાર્જ પણ ગાંધી પાસે છે. GSRDC એ માર્ગ અને મકાન વિભાગ હેઠળની અત્યંત મહત્વની શાખા છે. જેમાં મોટાં હાઈવે અને ટોલ પ્રોજેક્ટ્સની કામગીરી હોય છે. આમ, સ્પેશિયલ સેક્રેટરી અને સેક્રેટરીની જવાબદારી અને પાવર અલગ-અલગ છે. બન્ને પોતાને સોંપાયેલી જવાબદારી નિભાવવા માટે એકબીજાથી સ્વતંત્ર છે. કોઈ કોઈનો બોસ નથી. બન્ને સેક્રેટરીઓ જે તે ફાઈલને એકબીજાને બતાવ્યા વગર કે ચર્ચા કર્યા વગર જ મંત્રી કે મુખ્યમંત્રી સુધી પહોંચાડતા હોય છે. જે.એ.ગાંધીની જેમ જ માર્ગ અને મકાન વિભાગના સેક્રેટરી પદેથી 31 માર્ચ 2026ના રોજ વયનિવૃત્ત થનારા પ્રભાત પટેલિયાને એક વર્ષના કોન્ટ્રાક્ટ પર રાખી લેવાયા છે. તેઓ નિવૃત્ત થાય તેના બે દિવસ પહેલાં જ તેમને આ જ પોસ્ટ પર ચાલુ રાખવાનો કોન્ટ્રાક્ટ આપી દેવાયો હતો. જેને લઈને પણ ગણગણાટ શરુ થયો છે. 11 જગ્યા ખાલી પણ સરકાર પાસે અધિકારીઓ જ નથી માર્ગ અને મકાન વિભાગમાં સેક્રેટરી ઉપરાંત સ્પેશિયલ સેક્રેટરીની ખાસ પોસ્ટ ઊભી કરવા પાછળનાં કારણો શું છે? આટલી મહત્વની પોસ્ટ પર શા માટે માત્ર નિવૃત્ત થનારા સચિવોને જ કોન્ટ્રાક્ટના ધોરણે ફરીથી લેવામાં આવે છે? સીધી ભરતી કે અન્ય રીતે આ જગ્યાઓ કેમ ભરવામાં આવતી નથી? આ સંદર્ભમાં 'દિવ્ય ભાસ્કર' દ્વારા સેક્રેટરી પ્રભાત પટેલિયા અને સ્પેશિયલ સેક્રેટરી જે.એ.ગાંધીનો અભિપ્રાય જાણવા માટે તેમનો સંપર્ક કરવાનો પ્રયાસ કરવામાં આવ્યો હતો, પરંતુ તેઓ મળી શક્યા નહોતા. બીજી બાજુ, વિભાગના કેટલાક ઉચ્ચ અધિકારીઓએ નામ ન આપવાની શરતે જણાવ્યું હતું કે, હાલમાં આ વિભાગમાં ચીફ એન્જિનિયરની 11 જગ્યાઓ છે. નિયમ મુજબ, 5 વર્ષનો અનુભવ ધરાવતા ચીફ એન્જિનિયરને સેક્રેટરી તરીકે પ્રમોશન મળી શકે છે, પરંતુ હાલમાં આ લાયકાત ધરાવતા કોઈ એન્જિનિયરો ઉપલબ્ધ નથી. લાયક એન્જિનિયરો ન હોવાને કારણે સરકારે આ પ્રકારની કામચલાઉ અને વચગાળાની વ્યવસ્થા ઊભી કરવી પડી છે. નોંધવા જેવી વાત છે કે, હાલમાં આ વિભાગમાં માંડ બેથી ત્રણ કાયમી ચીફ એન્જિનિયર છે. બાકીના મોટાભાગના ચીફ એન્જિનિયરોને નિવૃત્તિ બાદ તરત જ કોન્ટ્રાક્ટ બેઝ પર લઈ લેવામાં આવ્યા છે. ============================ જો તમારી પાસે પણ કોઈ જગ્યાએ ચાલતા ભ્રષ્ટાચાર કે ગેરરીતિના પુરાવા છે, કાર્યવાહી નથી થઈ રહી, કોઈ વ્યક્તિને છાવરવામાં આવી રહી હોય તો દિવ્ય ભાસ્કરને ઇ-મેલના માધ્યમથી પુરાવા સાથે જાણ કરો. dvbbhaskar123@gmail.com
    Click here to Read More
    Previous Article
    Samastipur ka Lara, Najafgarh ka Nawab, God’s Bandra home: Cricketers change a place’s identity
    Next Article
    Unsung Heroes | How a haemophilia-affected boy from Karnataka built a system that saved thousands

    Related Gujarat Updates:

    Are you sure? You want to delete this comment..! Remove Cancel

    Comments (0)

      Leave a comment