Search

    Language Settings
    Select Website Language

    GDPR Compliance

    We use cookies to ensure you get the best experience on our website. By continuing to use our site, you accept our use of cookies, Privacy Policy, and Terms of Service.

    BijnorNews
    Bijnor news

    અમદાવાદમાં ભારે પવન સાથે ધોધમાર વરસાદ:4 વાગ્યા સુધી 9 જિલ્લામાં રેડ એલર્ટ, ઉમરપાડામાં સૌથી વધુ 8 ઇંચ વરસાદ, નવસારીમાં કરંટ લાગતા ત્રણના મોત

    3 days ago

    ‘રેડ એલર્ટ’ની આગાહી સાથે સવારના 6થી 12 વાગ્યા સુધીમાં 115 તાલુકામાં સૌથી વધુ સુરતના ઉમરપાડામાં 8 ઇંચ વરસાદ નોંધાયો છે. 9 તાલુકામાં 5 ઇંચથી વધુ વરસાદથી જળબંબાકારની સ્થિતિ સર્જાઈ છે. નવસારીમાં માત્ર 15 મિનિટના વરસાદમાં રસ્તાઓ બેટમાં ફેરવાઈ ગયાં છે, તો કરંટ લાગતા 3 લોકોના મોત થયાં છે. સુરતમાં ભેદવાડ ખાડી ઓવરફ્લો થતાં પૂરની સ્થિતિ ઊભી થઈ છે. છોટાઉદેપુર જિલ્લામાં નસવાડીમાં અશ્વિન નદીમાં ફસાયેલા યુવકનું અને તિલકવાડામાં પૂર વચ્ચે ઝાડ પરથી યુવકનું રેસ્ક્યૂ કરાયું હતું. વડોદરા, ભરૂચમાં પણ ભારે વરસાદથી પાણી ભરાયા છે. તો અમદાવાદમાં રેડ એલર્ટ વચ્ચે પણ તડકો જોવા મળી રહ્યો છે. અમદાવાદમાં ધોધમાર વરસાદ શરૂ થઈ ગયો છે. નાઉકાસ્ટ મુજબ, બપોરના 1 વાગ્યાથી 4 વાગ્યા સુધી સુરત, તાપી, ડાંગ, નવસારી, વલસાડ, ભાવનગર, આણંદ, ખેડા, ભરૂચ, અરવલ્લી અને નર્મદામાં રેડ એલર્ટ આપ્યું છે. રાજ્યમાં 2 ઓગસ્ટ સુધી ભારેથી અતિભારે વરસાદની આગાહી છે. આજે 31 જુલાઈ અમદાવાદ અને દક્ષિણ ગુજરાતના તમામ જિલ્લા સહિત 14 જિલ્લામાં અત્યંત ભારે વરસાદનું ‘રેડ એલર્ટ’ જારી કરાયું છે. તો રાજકોટ, અમરેલી, સુરેન્દ્રનગર સહિત 6 જિલ્લામાં ‘ઓરેન્જ એલર્ટ’ છે. જ્યારે સૌરાષ્ટ્ર અને ઉત્તર ગુજરાતમાં 15 જિલ્લામાં ‘યલો એલર્ટ’ સાથે ભારે વરસાદની આગાહી કરવામાં આવી છે. સુરતના વરસાદની પળેપળની અપડેટ્સ:પોશ વિસ્તારમાં પાણી ઘૂસ્યા, BRTS, કારખાનાઓ અને તમામ કાપડ માર્કેટ બંધ સેટેલાઈટ મેપમાં જુઓ ગુજરાત પર છવાયેલા વાદળો નવસારીના ગણદેવા ગામમાં વીજકરંટથી 3 મજૂરોના મોત નવસારી જિલ્લાના ગણદેવી તાલુકાના ગણદેવા ગામ નજીક પસાર થઈ રહેલો એક ટેમ્પો અકસ્માતે વીજળીના વાયર સાથે અડી જતાં ટેમ્પોમાં સવાર મજૂરોને વીજકરંટ લાગતાં 3ના ઘટનાસ્થળે જ મોત નીપજ્યાં હતાં. આ દુર્ઘટનામાં ગંભીર રીતે ઘવાયેલા 2 મજૂરોને સારવાર અર્થે ખારેલ હોસ્પિટલ ખસેડાયા છે, જ્યારે વધુ એક ગંભીર દર્દીને સુરત રિફર કરવામાં આવ્યો છે. ઘટનાની જાણ થતાં જ ગણદેવી પોલીસનો કાફલો સ્થળ પર પહોંચ્યો હતો. આ દુઃખદ ઘટનાને પગલે કેન્દ્રીય મંત્રી નરેશ પટેલ સહિતના સ્થાનિક આગેવાનો પણ સ્થિતિની સમીક્ષા માટે ગણદેવા જવા રવાના થયા હતા. રાજ્યના વરસાદની તસવીરો 5 વરસાદી સિસ્ટમ સક્રિય, માછીમારો માટે એલર્ટ હવામાન વિભાગના વૈજ્ઞાનિક રામાશ્રય યાદવના જણાવ્યા અનુસાર, રાજ્યમાં આગામી સાત દિવસ માટે ભારે વરસાદની આગાહી કરી છે. આજે સમગ્ર ગુજરાતમાં ભારે વરસાદ વરસી શકે છે. હાલમાં સક્રિય ડીપ ડિપ્રેશનની તીવ્રતા ઘટીને તે ડિપ્રેશનમાં પરિવર્તિત થયું છે અને પશ્ચિમ-ઉત્તર પશ્ચિમ દિશામાં આગળ વધી રહ્યું છે. હવામાન વિભાગના જણાવ્યા અનુસાર થોડા સમય બાદ આ ડિપ્રેશન વેલમાર્ક લો-પ્રેશર વિસ્તારમાં ફેરવાશે. આજે ખાસ કરીને નર્મદા અને સુરત જિલ્લામાં ભારે વરસાદની આગાહી છે. જ્યારે ભાવનગર, બોટાદ, અમદાવાદ, આણંદ અને ખેડા જિલ્લામાં અત્યંત ભારે વરસાદની શક્યતાને પગલે રેડ અલર્ટ જાહેર કરવામાં આવ્યું છે. રાજ્યમાં ડિપ્રેશન, ઓફ સ્યોર તરફ, વેસ્ટર્ન ડિસ્ટર્બન્સ, શીયર ઝોન, મોન્સૂન ટ્રફ સહિત પાંચ અલગ-અલગ હવામાન પ્રણાલીઓ સક્રિય હોવાથી વરસાદી માહોલ વધુ તીવ્ર બન્યો છે. આગામી ત્રણ દિવસ સુધી માછીમારોને દરિયો ન ખેડવાની સૂચના આપવામાં આવી છે. સમગ્ર ગુજરાતમાં ગાજવીજ અને વીજળીના કડાકા-ભડાકા સાથે વરસાદ પડવાની શક્યતા વ્યક્ત કરવામાં આવી છે.
    Click here to Read More
    Previous Article
    FIR against woman over comments on PM Modi: Is crude language a crime in India?
    Next Article
    ઈતિહાસમાં પ્રથમવાર માનવીય અંગને રેલવેમાં લવાયું:વંદે ભારત ટ્રેનમાં 217 મિનિટમાં સુરતથી અમદાવાદ 'લાઇવ હાર્ટ' પહોંચાડાયું, પ્લેટફોર્મથી યુ.એન.મહેતા હોસ્પિટલ સુધી ગ્રીન કોરિડોર તૈયાર કરાયો

    Related Gujarat Updates:

    Are you sure? You want to delete this comment..! Remove Cancel

    Comments (0)

      Leave a comment