Search

    Language Settings
    Select Website Language

    GDPR Compliance

    We use cookies to ensure you get the best experience on our website. By continuing to use our site, you accept our use of cookies, Privacy Policy, and Terms of Service.

    BijnorNews
    Bijnor news

    દિવાળી પહેલાં કાલુપુર સ્ટેશનના 4 નવા પ્લેટફોર્મ શરૂ થવાની શક્યતા:બુલેટ ટ્રેન પ્રોજેક્ટને લઈ પ્લેટફોર્મ નંબર 9થી 12ને બંધ કરાયા હતા

    6 hours ago

    કાલુપુર રેલવે સ્ટેશન પર બુલેટ ટ્રેન પ્રોજેક્ટને કારણે બંધ કરાયેલા પ્લેટફોર્મ નંબર 9થી 12 દિવાળી પહેલાં શરૂ થવાની શક્યતા છે. આ નવા ચારેય પ્લેટફોર્મ શરૂ થતાં દિવાળીના તહેવારોમાં પેસેન્જરોની વધતી ભીડને નિયંત્રિત કરવામાં મદદ મળશે, જ્યારે રેલવે દ્વારા ટ્રેક, ઓવરહેડ અને સિગ્નલ સિસ્ટમની તપાસ શરૂ કરવામાં આવી છે. તેમજ 27 ઓક્ટોમ્બરે કમિશનર ઑફ રેલવે સેફ્ટી (CRS) દ્વારા નિરીક્ષણ કરવામાં આવશે. દિવાળી પહેલાં ચારેય પ્લેટફોર્મ શરૂ કરવાનો લક્ષ્યાંક રેલવે સ્ટેશન રિડેવલપમેન્ટ પ્રોજેક્ટ હેઠળ પ્લેટફોર્મ નંબર 9થી 12ને ફરી શરૂ કરવાની કામગીરી લાંબા સમયથી ચાલી રહી છે. અગાઉ એપ્રિલમાં પ્લેટફોર્મ શરૂ કરવાની જાહેરાત કરવામાં આવી હતી. ત્યારબાદ સમયમર્યાદા વધારી ઑગસ્ટ કરવામાં આવી હતી. જોકે, ટેક્નિકલ કારણોસર કામગીરીમાં વિલંબ થતાં દિવાળી પહેલાં ચારેય પ્લેટફોર્મ શરૂ કરવાનો લક્ષ્યાંક છે. તેમજ પ્લેટફોર્મ નંબર 9 પર બ્લોક હોવાથી તેને દૂર કરવાની કામગીરી કરવામાં આવશે. ટ્રેન વ્યવહાર શરૂ કરતાં પહેલાં CRSનું નિરીક્ષણ જરૂરી પ્લેટફોર્મ નંબર 10, 11 અને 12ને મીટરગેજમાંથી બ્રોડગેજમાં રૂપાંતરિત કરવામાં આવ્યાં હોવાથી આ ત્રણેય પ્લેટફોર્મ પર ટ્રેન વ્યવહાર શરૂ કરતાં પહેલાં CRSનું નિરીક્ષણ જરૂરી છે. નિરીક્ષણ અને જરૂરી મંજૂરી બાદ પ્લેટફોર્મ શરૂ કરવાનો માર્ગ મોકળો થશે. આ ચારેય પ્લેટફોર્મ શરૂ થયા બાદ રેલવે દ્વારા પ્લેટફોર્મ નંબર 4થી 7 પર બ્લોક લેવામાં આવશે. નવા પ્લેટફોર્મ ઉપલબ્ધ થતાં ટ્રેનોના સંચાલનમાં જરૂરી ફેરફાર કરીને જૂના પ્લેટફોર્મ પર કામ કરવાની જગ્યા મળશે.
    Click here to Read More
    Previous Article
    बिहार के सिवान में पटाखा बनाते समय फैक्ट्री में बड़ा धमाका, 3 लोगों की मौत; कई घायल
    Next Article
    College Student Accuses TVK Worker Of Sexual Assault, Then A U-turn

    Related Gujarat Updates:

    Are you sure? You want to delete this comment..! Remove Cancel

    Comments (0)

      Leave a comment