Search

    Language Settings
    Select Website Language

    GDPR Compliance

    We use cookies to ensure you get the best experience on our website. By continuing to use our site, you accept our use of cookies, Privacy Policy, and Terms of Service.

    BijnorNews
    Bijnor news

    ઇજિપ્તમાં બે ટ્રેનો અથડાઈ, 4નાં મોત, 88 ઘાયલ:ઘણા ડબ્બા પાટા પરથી ઉતરી ગયા; 25 વર્ષમાં અહીં 9 મોટા રેલ અકસ્માતો થયા

    10 hours ago

    ઇજિપ્તમાં રવિવારે બે પેસેન્જર ટ્રેનો અથડાઈ ગઈ. આ અકસ્માતમાં 4 લોકોનાં મોત થયા છે, જ્યારે 88 લોકો ઘાયલ થયા છે. ટક્કર બાદ ઘણા ડબ્બા પાટા પરથી ઉતરી ગયા. આ અકસ્માત રાજધાની કાહિરાથી લગભગ 76 કિલોમીટર દૂર ગીઝા પ્રાંતમાં થયો. રાષ્ટ્રપતિ અબ્દેલ ફતહ અલ-સીસીએ અકસ્માત બાદ તપાસના આદેશ આપ્યા છે. ઇજિપ્તમાં છેલ્લા 25 વર્ષમાં 9 મોટા રેલ અકસ્માતો થયા છે. ટ્રેનો અથડાયા બાદની 4 તસવીરો ઇજિપ્તના ગીઝાના અલ-અય્યાતમાં રવિવારે ટ્રેન પાટા પરથી ઉતરી ગયા બાદ લોકો ઘાયલો અને પીડિતોની શોધ કરતા જોવા મળ્યા. એક ટ્રેને બીજી ટ્રેનને પાછળથી ટક્કર મારી ઇજિપ્તના આરોગ્ય મંત્રાલયના જણાવ્યા અનુસાર, ઘાયલોને હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યા છે. રેલવે ઓથોરિટીએ જણાવ્યું કે એક ટ્રેન ગીઝાથી ફયૂમ જઈ રહી હતી. બીજી ટ્રેન કાહિરાથી અસવાન જઈ રહી હતી. આ દરમિયાન ગીઝાથી આવી રહેલી ટ્રેને બીજી ટ્રેનને પાછળથી ટક્કર મારી દીધી. અકસ્મિક ઘટના બાદ રેલવે ટ્રેક પરના ડબ્બા પાટા પરથી ઉતરી ગયા. તેના કારણે રેલ સેવા પણ પ્રભાવિત થઈ. ઘટનાસ્થળે રાહત અને બચાવ દળ પહોંચ્યું. ટ્રેક પરથી ક્ષતિગ્રસ્ત ડબ્બા અને કાટમાળ હટાવવા માટે ક્રેનો બોલાવવામાં આવી, જેથી ટ્રેનો ફરીથી દોડી શકે. રાષ્ટ્રપતિ બોલ્યા- બેદરકારી કરનાર સામે કાર્યવાહી કરીશું .ઈજિપ્તના રાષ્ટ્રપતિ અબ્દેલ ફતહ અલ-સીસીએ અકસ્માત અંગે ચિંતા વ્યક્ત કરી. તેમણે કહ્યું છે કે તપાસમાં જે પણ બેદરકારી માટે દોષી જણાશે, તેના સામે કાર્યવાહી કરવામાં આવશે. રેલવે ઓથોરિટીએ પણ અકસ્માતનું કારણ જાણવા માટે તપાસ શરૂ કરી દીધી છે. જોકે, હજુ સુધી એ જાણવા મળ્યું નથી કે બંને ટ્રેનો એકબીજા સાથે કેવી રીતે અથડાઈ. રેલવે ટ્રેક પરથી કાટમાળ હટાવવાનું કામ ચાલુ છે. .ઈજિપ્તમાં થયેલા મોટા ટ્રેન અકસ્માતો
    Click here to Read More
    Previous Article
    Stocks To Watch Today: Wipro, Zee Entertainment, Asian Paints, Marico, JSW Energy, Voltas
    Next Article
    ઇન્દિરાની હત્યા પછી ભયભીત હતા સોનિયા ગાંધી:કહ્યું- હંમેશાં ડર લાગતો કે હવે પછી રાજીવનો જ નંબર હશે; 1991માં હત્યા થઈ હતી

    Related International Updates:

    Are you sure? You want to delete this comment..! Remove Cancel

    Comments (0)

      Leave a comment