Search

    Language Settings
    Select Website Language

    GDPR Compliance

    We use cookies to ensure you get the best experience on our website. By continuing to use our site, you accept our use of cookies, Privacy Policy, and Terms of Service.

    BijnorNews
    Bijnor news

    સુરતીઓએ મન ભરીને માણી મોટરની મજા:ઓટો એક્ષ્પોમાં 4 દિવસમાં 87 હજારની ભીડ, બાઇક સ્ટંટ અને એડવેન્ચર ડ્રાઇવિંગ બન્યા આકર્ષણનું કેન્દ્ર

    8 hours ago

    ધી સધર્ન ગુજરાત ચેમ્બર ઓફ કોમર્સ દ્વારા આયોજિત 'સુરત ઇન્ટરનેશનલ ઓટો એક્ષ્પો 2026'નું સોમવારે ભવ્ય સમાપન થયું. સરસાણાના એક્ઝિબિશન સેન્ટર ખાતે ચાર દિવસ સુધી ચાલેલા આ મેળાએ બિઝનેસ અને મનોરંજનના તમામ રેકોર્ડ તોડી નાખ્યા છે. આ વર્ષે એક્ષ્પોમાં માત્ર નવી ગાડીઓનું પ્રદર્શન જ નહીં પણ રુંવાડા ઉભા કરી દે એવા બાઇક સ્ટંટ શોએ મુલાકાતીઓના દિલ જીતી લીધા હતા. ખાસ કરીને રવિવારે તો માનવ મહેરામણ એ રીતે ઉમટ્યું હતું કે, આખું સેન્ટર ‘હાઉસફુલ’ જેવી સ્થિતિમાં જોવા મળ્યું હતું. બાઇક સ્ટંટ શોમાં સાહસના દ્રશ્યો જોઈ સુરતીઓ સ્તબ્ધ થયા આ વખતના ઓટો એક્ષ્પોનું સૌથી મોટું આકર્ષણ 'બાઇક સ્ટંટ શો' રહ્યો હતો. કુશળ પ્રોફેશનલ રાઇડર્સ દ્વારા જ્યારે હવામાં બાઇક જમ્પ કરાવવામાં આવી અને એક ટાયર પર કરતબો બતાવવામાં આવ્યા ત્યારે દર્શકોના શ્વાસ અધ્ધર થઈ ગયા હતા. તાળીઓના ગડગડાટ વચ્ચે રાઇડર્સે જોખમી વળાંકો અને સ્પીડ સાથે જે રીતે બાઇક કંટ્રોલ કરી તેણે યુવાનોમાં ભારે ક્રેઝ જગાડ્યો હતો. સ્ટંટ જોવા માટે એટલી ભીડ જામી હતી કે, લોકોએ ઉભા રહીને પણ આ રોમાંચક પળોને પોતાના કેમેરામાં કેદ કરી હતી. 4 દિવસમાં 6 મહિના જેટલો બિઝનેસ ચેમ્બરના પ્રમુખ નિખિલ મદ્રાસીએ જણાવ્યું હતું કે, આ એક્ષ્પોમાં અપેક્ષા કરતા વધુ પ્રતિસાદ મળ્યો છે. સામાન્ય રીતે ઓટો ડીલર્સને જે ઇન્કવાયરી અને સેલ્સ ટાર્ગેટ પૂરો કરવામાં 6 મહિના લાગે છે એટલો બિઝનેસ માત્ર 4 દિવસમાં જ મળી ગયો છે. કાર અને ટુ-વ્હીલર સેગમેન્ટમાં એટલી બધી જેન્યુન ઇન્કવાયરી આવી છે કે એક્ઝિબિટર્સ ગદગદિત થઈ ગયા છે. અનેક લોકોએ તો ઓન-ધ-સ્પોટ પસંદગી કરીને એડવાન્સ ચેક આપી પોતાની મનપસંદ સવારી બુક કરાવી લીધી હતી. રવિવારે રેકોર્ડબ્રેક 50 હજાર લોકો ઉમટ્યા એક્ષ્પોના આંકડાઓ પર નજર કરીએ તો, પ્રથમ દિવસે 7,880 અને બીજા દિવસે 14,740 લોકો આવ્યા હતા. જોકે, રવિવારે રજાના દિવસે સુરતીઓએ તમામ રેકોર્ડ તોડી નાખ્યા અને એક જ દિવસમાં 50,000થી વધુ લોકોએ મુલાકાત લીધી હતી. સોમવારે છેલ્લા દિવસે પણ 15,000 લોકો આવતા, કુલ મુલાકાતીઓનો આંકડો 87,000ને વટાવી ગયો હતો. ટુ-વ્હીલર સેગમેન્ટમાં તો સ્થિતિ એવી હતી કે ડિસ્પ્લેમાં મુકાયેલા વાહનો પણ ગ્રાહકોએ સ્થળ પર જ ખરીદી લીધા હતા. દેશમાં સૌથી વધુ એડવેન્ચર ડ્રાઇવિંગનો રેકોર્ડ સાહસના શોખીનો માટે જીપ દ્વારા તૈયાર કરવામાં આવેલું 'પ્રુવીંગ ગ્રાઉન્ડ' ચર્ચાનો વિષય બન્યું હતું. અહીં ખાડા-ટેકરા, ઉબડખાબડ રસ્તા અને ઊંચા ઢોળાવ પર જીપ ચલાવવાનો લ્હાવો 87 હજાર મુલાકાતીઓમાંથી હજારો લોકોએ લીધો હતો. આયોજકોના મતે, એક જ દિવસમાં આટલી મોટી સંખ્યામાં એડવેન્ચર ડ્રાઇવિંગનો અનુભવ લેનારા લોકોનો આ આંકડો સમગ્ર ભારતમાં સૌથી વધુ છે. લોકોએ જાતે સ્ટીયરિંગ પકડીને ઓફ-રોડિંગનો સાચો રોમાંચ અનુભવ્યો હતો. વિન્ટેજ કારોની શાન અને ભવિષ્યની ટેકનોલોજીનો સંગમ એક્ષ્પોમાં એક તરફ લેટેસ્ટ EV અને લક્ઝરી કાર હતી તો બીજી તરફ વિન્ટેજ કાર સેગમેન્ટે વડીલો અને ઇતિહાસપ્રેમીઓને આકર્ષ્યા હતા. દાયકાઓ જૂની રજવાડી કારોની ચમક અને તેની જાળવણી જોઈને લોકો આશ્ચર્યચકિત થઈ ગયા હતા. આ એક્ષ્પોએ સાબિત કરી દીધું છે કે, સુરતનું ઓટોમોબાઈલ માર્કેટ તેજીમાં છે. ચેમ્બરના આ પ્રયાસથી ગ્રાહકોને એક જ છત નીચે તમામ બ્રાન્ડ્સ જોવાની તક મળી અને ડીલરોને મોટું પ્લેટફોર્મ પ્રાપ્ત થયું.
    Click here to Read More
    Previous Article
    Panchkula caterer turns to wood-fired stove
    Next Article
    The Shivalik ship loaded | 44 હજાર મેટ્રિક ટન ગેસ ભરેલું શિવાલિક જહાજ ગુજરાત પહોંચ્યું | Gujarat

    Related Gujarat Updates:

    Are you sure? You want to delete this comment..! Remove Cancel

    Comments (0)

      Leave a comment