Search

    Language Settings
    Select Website Language

    GDPR Compliance

    We use cookies to ensure you get the best experience on our website. By continuing to use our site, you accept our use of cookies, Privacy Policy, and Terms of Service.

    BijnorNews
    Bijnor news

    4 હજારમાં વડોદરાથી દીવ, પોરબંદર અને ભૂજ જવાશે:8 સીટર વિમાની સેવા શરૂ થશે, 8 કલાકની મુસાફરી હવે 60 મિનિટમાં

    4 days ago

    આગામી દિવાળી અગાઉ વડોદરાથી દીવ એક કલાકમાં કે દ્વારકાધીશ મંદિરે બે કલાકમાં પહોંચી જવાય કે કચ્છના રણોત્સવમાં 3 કલાકમાં હાજરી આપી શકાય તે કલ્પના સાકાર બને તેવી પૂરેપૂરી શક્યતા છે. કારણ કે વડોદરા એરપોર્ટથી આ વર્ષે ઓક્ટોબરમાં એર ટેક્સીની ફ્લાઇટ શરૂ થવાની છે. ઉડાન સ્કીમ અંતર્ગત વિમાની ઓપરેટર કંપનીને મંજૂરી અપાઇ છે. હવે કેટલીક ઔપચારિકતા બાકી છે. આ સેવા અંતર્ગત વિમાનમાં 8 મુસાફરો હવાઇ સફર કરી શકશે. એટલું જ નહીં ટિકિટના દર આકર્ષક રખાશે. આ સેવા શરૂ કરાતાં સૌરાષ્ટ્ર અને વડોદરાના ઉદ્યોગપતિઓ અને બિઝનેસમેનને રોકાણ કરવા માટે અનુકૂળતા ઊભી થશે. ઉડાન (ઊડે દેશ કા આમ નાગરિક) અંતર્ગત સરકારે પ્રાદેશિક કનેક્ટિવિટી વધારવા પર ભાર મૂક્યો છે. જેમાં સરકાર વાયાબિલિટી ગેપ ફંડિંગ આપશે એટલે વિમાની ભાડું સામાન્ય નાગરિકને પણ પરવડશે. ઉલ્લેખનીય છે કે, અત્યારે અમદાવાદ, સુરતથી દીવની ફ્લાઇટ છે, પણ વડોદરાથી પણ સુવિધા શરૂ થતાં શહેરના પ્રવાસન, બિઝનેસ, ઉદ્યોગો અને મેડિકલ ટુરિઝમને વેગ મળશે. ઉડાન કાફે શરૂ કરવા પણ મંજૂરી મગાઈ છે વડોદરા એરપોર્ટના ડાયરેક્ટર એમ.એસ.આઇ દાઉદએ જણાવ્યું કે, વડોદરાથી ભૂજ, દીવ અને પોરબંદર માટે 8 સીટર વિમાનોની મંજૂરી અપાઇ છે. જે મળતાં જ સૌરાષ્ટ્ર-ક્ચ્છ અને વડોદરા વચ્ચે હવાઇ વહેવાર શરૂ થશે. ઉપરાંત ઉડાન કાફે માટે પણ મંજૂરી મગાઈ છે. એ મળે તો એરપોર્ટના અંદરના ભાગે રૂા.10માં ચા, રૂ.20માં સમોસા મળી શકશે. કસ્ટમર સરવેમાં વડોદરાને બીજા ક્રમ માટે એવોર્ડ મળ્યો દેશભરનાં એરપોર્ટમાં ગ્રાહકોને અપાતી સુવિધામાં વડોદરા એરપોર્ટને દેશમાં (કેટેગરી-2)ના એરપોર્ટમાં બીજું સ્થાન મળ્યું હતું. જેનો ઇનામ વિતરણ સમારોહ નવી દિલ્હીમાં 31 માર્ચે યોજાયો હતો. જેમાં વડોદરાના એરપોર્ટ ડાયરેક્ટર એમએસઆઇ દાઉદને એએઆઇના ચેરમેને એવોર્ડ આપ્યો હતો. જ્યારે મંગળવારે સેવા દિનની ઉજવણી એરપોર્ટ ઓથોરિટી ઓફ ઇન્ડિયાના એએઆઇ ડે અંતર્ગત કરાઈ હતી. જેમાં બીએપીએસ શાસ્ત્રી મહારાજ હોસ્પિટલ દ્વારા હેલ્થ ચેકઅપ કેમ્પ યોજાયો હતો. જેનું ઉદઘાટન કાર્યકારી એરપોર્ટ ડાયરેક્ટર આર.ડી.સેન્ડ્રે દ્વારા કરાયું હતું. ભૂજ દીવ પોરબંદર
    Click here to Read More
    Previous Article
    Amar Ujala Bulletin 2 April: Trump-Iran War Update & IPL 2026 में Sameer Rizvi का तूफान
    Next Article
    Indian stock markets fall 2% as Trump drives up threats on Iran

    Related Gujarat Updates:

    Are you sure? You want to delete this comment..! Remove Cancel

    Comments (0)

      Leave a comment