Search

    Language Settings
    Select Website Language

    GDPR Compliance

    We use cookies to ensure you get the best experience on our website. By continuing to use our site, you accept our use of cookies, Privacy Policy, and Terms of Service.

    BijnorNews
    Bijnor news

    ગઢડા પોલીસે રીઢા વાહનચોરને ઝડપ્યો:4 ચોરીની મોટરસાયકલ, રૂ. 75 હજારનો મુદ્દામાલ જપ્ત

    1 day ago

    ગઢડા પોલીસે વાહનચોરીના ગુનામાં સંડોવાયેલા એક રીઢા આરોપીની ધરપકડ કરી છે. પોલીસે તેની પાસેથી ચોરીની કુલ ચાર મોટરસાયકલ કબજે કરી છે, જેની અંદાજિત કિંમત રૂ. 75,000 આંકવામાં આવી છે. આ મામલે વધુ તપાસ હાથ ધરવામાં આવી રહી છે. પોલીસ સ્ટાફ પેટ્રોલિંગમાં હતો ત્યારે તેમને ખાનગી બાતમી મળી હતી. બાતમી મુજબ, વાહનચોરીની ટેવ ધરાવતો શૈલેષભાઈ ઉર્ફે કાળીયો જીવરાજભાઈ ડાભી (ઉંમર 30, રહે. તતાણા, તા. ગઢડા, જી. બોટાદ) લાખણકા ગામ નજીક મામાદેવના મંદિર પાસે શંકાસ્પદ હાલતમાં મોટરસાયકલ સાથે હાજર હતો. આ બાતમીના આધારે પોલીસે તાત્કાલિક સ્થળ પર પહોંચી આરોપી શૈલેષ ડાભીને કોર્ડન કરીને ઝડપી પાડ્યો હતો. પોલીસે તેની પાસેથી મોટરસાયકલના માલિકીના આધાર-પુરાવા માંગતા તે સંતોષકારક જવાબ આપી શક્યો નહોતો. કડક પૂછપરછ દરમિયાન, આરોપીએ આ મોટરસાયકલ ચોરીની કબૂલાત કરી હતી. વધુ પૂછપરછમાં તેણે અન્ય ત્રણ ચોરીની મોટરસાયકલ પણ સંતાડી રાખી હોવાનું જણાવતા પોલીસે તે પણ કબજે કરી હતી. કબજે કરાયેલા વાહનોમાં હીરો સ્પ્લેન્ડર પ્રો, હીરો સ્પ્લેન્ડર પ્લસ, હોન્ડા સીબી યુનિકોર્ન અને હીરો હોન્ડા સીડી-100 મોડલની મોટરસાયકલોનો સમાવેશ થાય છે. આ પૈકી એક મોટરસાયકલ અંગે ગઢડા પોલીસ સ્ટેશનમાં અગાઉથી ગુનો નોંધાયેલો હોવાનું પણ સામે આવ્યું છે. પોલીસે આરોપી શૈલેષ ડાભી સામે કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે. તેની અન્ય વાહનચોરીના ગુનાઓમાં સંડોવણી અંગે પણ વધુ તપાસ શરૂ કરવામાં આવી છે.
    Click here to Read More
    Previous Article
    Pakistan Army Dumps WhatsApp For China's WeChat Over Spying, Hacking Fears
    Next Article
    No Insurance, No Fuel? Supreme Court Asks Centre To Launch Pilot Project

    Related Gujarat Updates:

    Are you sure? You want to delete this comment..! Remove Cancel

    Comments (0)

      Leave a comment