Search

    Language Settings
    Select Website Language

    GDPR Compliance

    We use cookies to ensure you get the best experience on our website. By continuing to use our site, you accept our use of cookies, Privacy Policy, and Terms of Service.

    BijnorNews
    Bijnor news

    મનપાના પશુ ડેલામાં ગૌવંશના મોતથી ભારે રોષ:ઢોર ડબ્બામાં અસહ્ય ગરમી અને સુવિધાના અભાવે 4 મહિનામાં 71 ગૌવંશના મોત, ગૌપ્રેમીઓની આંદોલનની ચીમકી

    7 hours ago

    જૂનાગઢમાં કાળઝાળ ઉનાળાની શરૂઆત થતાં જ તાપમાનનો પારો આસમાને પહોંચ્યો છે. બપોરના સમયે અસહ્ય ગરમીને કારણે સામાન્ય લોકો માટે ઘરની બહાર નીકળવું મુશ્કેલ બન્યું છે, ત્યારે જૂનાગઢ મહાનગરપાલિકા સંચાલિત પશુ આશ્રયસ્થાનોમાં રાખવામાં આવેલા અબોલ પશુઓની સ્થિતિ અત્યંત દયનીય બની ગઈ છે. મનપા દ્વારા શહેરમાંથી પકડેલા રખડતા ઢોરોને ખામધ્રોળ ચોકડી નજીક આવેલા ટોરેન્ટ ગેસ પંપ પાસેના ડેલા સહિત ત્રણ જગ્યાએ રાખવામાં આવે છે. ખામધ્રોળના આ ડેલામાં અંદાજિત 350થી વધુ ગૌવંશ છે, જ્યાં પૂરતી વ્યવસ્થા ન હોવાને કારણે માત્ર એક જ મહિનામાં 27થી વધુ અને છેલ્લા ચાર મહિનામાં કુલ 71 જેટલા ગૌવંશના મોત નીપજ્યા હોવાની ચોકાવનારી વિગતો સામે આવી છે. આ ઘટનાને પગલે ગૌરક્ષકો અને જીવદયા પ્રેમીઓમાં તંત્ર સામે ભારે નારાજગી અને આક્રોશ ફાટી નીકળ્યો છે. ગૌરક્ષકો અને જીવદયા પ્રેમીઓની માગણીઓ અને આક્રોશ ગૌરક્ષક પાર્થ હુડકાએ કોર્પોરેશનની કામગીરી પર આકરા પ્રહારો કરતા જણાવ્યું છે કે, માત્ર પતરાના છાપરા નાખી દેવાથી તંત્રની જવાબદારી પૂરી થતી નથી. આવા ગરમ છાપરા નીચે રહેવું કેટલું પીડાજનક છે, તે અધિકારીઓ પોતાની એસી ચેમ્બ બહાર આવીને ત્યાં એક કલાક બેસે તો જ ખબર પડે. તેમણે માગણી કરી છે કે, આશ્રયસ્થાનોમાં તાત્કાલિક ધોરણે ફોગર (ફુવારા) સિસ્ટમ લગાડવી જોઈએ. પાણીના કુંડામાં સફેદ ચૂનો કરવો જોઈએ જેથી પાણી ઠંડું રહી શકે. ગૌવંશને ગરમીથી બચાવવા માટે ગોળવાળું ગરમ પાણી આપવા જેવી તકેદારી રાખવી જોઈએ, કારણ કે માત્ર ખુલ્લી જમીનમાં પાણી છાંટવાથી પશુઓને ઠંડક મળતી નથી.જો કોર્પોરેશન તાત્કાલિક યોગ્ય પગલાં નહીં ભરે, તો આગામી સમયમાં તમામ ગૌરક્ષકો અને સંગઠનો આંદોલનનો માર્ગ અપનાવશે. સરકારી ડબ્બાઓમાં પંખા અને ફુવારાની વ્યવસ્થાની માગ બીજી તરફ, સ્થાનકવાસી જૈન સંઘના પ્રમુખ હિતેશ સંઘવીએ જણાવ્યું હતું કે, લોકો દૂઝણા પશુઓ કામ કરતા બંધ થાય એટલે તેમને રોડ ઉપર છોડી મૂકે છે, જેને સરકાર પકડીને ડબ્બામાં પૂરે છે જ્યાં સખત ગરમીને કારણે પશુઓને બહુ પીડા થાય છે. તેઓ પોતે દર રવિવારે ગાયોને શરીરમાં ઠંડક મળે તે માટે તરબૂચ ખવડાવવા જાય છે. તેમણે સરકારને વિનંતી કરી છે કે સરકારી ડબ્બાઓમાં પંખા અને ફુવારાની વ્યવસ્થા કરવામાં આવે, કારણ કે સરકાર પાસે ગ્રાન્ટની કોઈ કમી નથી. તેમણે રાજસ્થાનની સરકારી ગૌશાળાઓનું ઉદાહરણ આપતા કહ્યું કે ત્યાં 4 ડિગ્રી ગરમી વધારે હોવા છતાં ઉત્તમ વ્યવસ્થાને કારણે મૃત્યુદર ખૂબ ઓછો છે. જૂનાગઢથી એક ડેલિગેશનને રાજસ્થાન મોકલીને ત્યાંની વ્યવસ્થાનું અનુકરણ કરવું જોઈએ. મહાનગરપાલિકાની સ્પષ્ટતા અને આગામી આયોજન આ સમગ્ર મામલે ખામધ્રોળ પશુ ડેલાના લાઈવસ્ટોક ઇન્સ્પેક્ટર દેવાંગ કમલેશભાઈ ઠાકરે જણાવ્યું હતું કે, અત્યારે આ ડેલામાં કુલ 352 ગૌવંશ હાજર છે અને સફાઈ કામદાર, મજૂર, સિક્યુરિટી ગાર્ડ તથા બે લાઈવસ્ટોક ઇન્સ્પેક્ટર સહિત કુલ 8 લોકોનો સ્ટાફ કાર્યરત છે. તેમણે સ્વીકાર્યું હતું કે છેલ્લા એક મહિનામાં 28 ગૌવંશના મોત નીપજ્યા છે, પરંતુ તેની પાછળના કારણો સ્પષ્ટ કરતા તેમણે જણાવ્યું કે: બહારથી જે પશુઓ રેસ્ક્યુ કરીને લાવવામાં આવે છે તે પહેલાથી જ બીમાર, પ્રોલેપ્સવાળા કે વ્યાણ થયેલા અને બેસી ગયેલા હોય છે. શહેરમાં રખડતા આ પશુઓ નકરો એઠવાડો અને પ્લાસ્ટિક ખાતા હોવાથી તેમના પેટમાં પ્લાસ્ટિક ભરાઈ જાય છે, જેનાથી તેમની પાચન ક્ષમતા નબળી પડી જાય છે. અહીં લાવ્યા બાદ જ્યારે તેમને લીલો ચારો આપવામાં આવે છે, ત્યારે તેઓ તેને પચાવી શકતા નથી અને માલ ન્યુટ્રિશન (કુપોષણ)ના કારણે અંતે મૃત્યુ પામે છે. હાલની વ્યવસ્થા અને આગામી સુધારા ડેલામાં વેટરનરી ઓફિસરના માર્ગદર્શન હેઠળ નિયમિત સારવાર કરવામાં આવે છે. ધૂળ ન ઊડે અને હવા ઠંડી રહે તે માટે સરફેસ ઉપર નિયમિત પાણીનો છંટકાવ કરાય છે. આ ઉપરાંત, વ્યાણ થયેલ પશુઓના શેડ, પ્રિકોશન એરિયા અને ટ્રીટમેન્ટ યુનિટમાં પંખાઓની સુવિધા પહેલેથી જ છે. ગૌવંશને ગરમીમાં રાહત આપવા માટે આગામી એક સપ્તાહની અંદર જ મોટા શેડમાં ફુવારા (ફોગર) સિસ્ટમ શરૂ કરી દેવામાં આવશે, જેનું માપ પણ લેવાઈ ગયું છે. તેમજ ત્યાં વોલફેન લગાવવા માટે પણ ઉચ્ચ કક્ષાએ અરજી કરવામાં આવી છે, જે કામગીરી ટૂંક સમયમાં પૂર્ણ કરવામાં આવશે.
    Click here to Read More
    Previous Article
    અમદાવાદ ઢોસા કાંડમાં નવો ઘટસ્ફોટ, બાળકીના શરીરમાં બેક્ટેરિયા મળ્યાં:પોસ્ટમોર્ટમ રિપોર્ટ સામે આવ્યો, 'એસિનેટોબેક્ટર બૌમાની' બેક્ટેરિયાથી શરીરમાં ગંભીર ચેપ ફેલાયો
    Next Article
    Chhotaudepur Drinking Water Shortage: પીવાના પાણી વગર તરસે મરતું ગામ, નળ છે પણ પાણી નથી | Women

    Related Gujarat Updates:

    Are you sure? You want to delete this comment..! Remove Cancel

    Comments (0)

      Leave a comment