Search

    Language Settings
    Select Website Language

    GDPR Compliance

    We use cookies to ensure you get the best experience on our website. By continuing to use our site, you accept our use of cookies, Privacy Policy, and Terms of Service.

    BijnorNews
    Bijnor news

    જામનગરમાં સફાઈ કર્મચારીઓને દિવાળીની ભેટ અપાઈ:વોર્ડ 4માં 70 મહિલાઓને સાડી-મીઠાઈ, 51 પુરુષોને રૂ. 500 અને વાલ્વમેન-ભૂગર્ભ શ્રમિકોને રૂ. 1,100 અપાયા

    20 hours ago

    જામનગર મહાનગરપાલિકાના વોર્ડ નં. 4ના કોર્પોરેટરોએ દિવાળી નિમિત્તે સફાઈ કર્મચારીઓ અને અન્ય શ્રમિકોને ભેટ આપી. વોર્ડમાં આ પ્રકારની પહેલ પહેલીવાર કરવામાં આવી છે. કોર્પોરેટર સોનલબા રાણા, આલાભાઈ રબારી અને જીતુભાઈ શિંગાળાએ સંયુક્ત રીતે કાર્યક્રમ યોજ્યો હતો. વોર્ડમાં કામ કરતી 70 મહિલા સફાઈ કર્મચારીઓને સાડી અને મીઠાઈ આપવામાં આવી હતી. 51 પુરુષ સફાઈ કર્મચારીઓને રૂ. 500 રોકડા અપાયા હતા. વાલ્વમેન અને ભૂગર્ભ ગટરના શ્રમિકોને પ્રત્યેકને રૂ. 1,100ની રોકડ ભેટ આપવામાં આવી હતી. કોર્પોરેટરોએ જણાવ્યું કે દિવાળીના તહેવારમાં નગરજનોની સુવિધા અને આરોગ્ય માટે કામ કરતા કર્મચારીઓ સાથે ખુશીઓ વહેંચવા આ ભેટ આપવામાં આવી. કાર્યક્રમથી કર્મચારીઓમાં ઉત્સાહ જોવા મળ્યો.
    Click here to Read More
    Previous Article
    હજારો વાહન ચાલકોને રાહત મળશે:રાજકોટમાં લાભ પાંચમ પછી 170 કરોડથી વધુના નવા ડામર રોડના કામો શરૂ થશે, સ્ટેન્ડિંગ કમિટીમાં 38માંથી 19 દરખાસ્ત પેન્ડિંગ
    Next Article
    ભારતનેટ પ્રોજેક્ટના ટેન્ડરને લગતી GTPLની અરજી હાઇકોર્ટે નકારી:5 હજાર કરોડનો પ્રોજેક્ટ, ટેન્ડર શરતો સામે કરી હતી અરજી, અરજદારે ભરેલી 5 લાખની રકમ પણ જમા લેવા આદેશ

    Related Gujarat Updates:

    Are you sure? You want to delete this comment..! Remove Cancel

    Comments (0)

      Leave a comment