Search

    Language Settings
    Select Website Language

    GDPR Compliance

    We use cookies to ensure you get the best experience on our website. By continuing to use our site, you accept our use of cookies, Privacy Policy, and Terms of Service.

    BijnorNews
    Bijnor news

    માનવતા શર્મસાર! 4 વર્ષની બાળકી પર 65 વર્ષના વૃદ્ધની હેવાનિયત:દુષ્કર્મ પછી હત્યા કરી મૃતદેહ છુપાવી દીધો, વેકેશનમાં નાનીના ઘરે આવી હતી

    12 hours ago

    મહારાષ્ટ્રના પુણેમાં શુક્રવારે એક વ્યક્તિએ 4 વર્ષની બાળકી પર બળાત્કાર કર્યા બાદ પથ્થરથી મારીને તેની હત્યા કરી દીધી. પોલીસે 65 વર્ષના આરોપીની ધરપકડ કરી છે. આરોપી વિરુદ્ધ કડક કાર્યવાહીની માંગ માટે લોકો હવે રસ્તાઓ પર ઉતરી આવ્યા છે. પોલીસ રિપોર્ટ મુજબ, બાળકી પુણેના ભોર તાલુકામાં રહેતી તેની નાનીના ઘરે ઉનાળાની રજાઓ મનાવવા આવી હતી. ભીમરાવ કાંબલે (આરોપી) શુક્રવારે બપોરે લગભગ બે વાગ્યે બાળકીને લલચાવીને પોતાના ઘર પાસે આવેલા તબેલામાં લઈ ગયો. ત્યાં બાળકી પર બળાત્કાર ગુજાર્યા બાદ તેની હત્યા કરી દીધી. મહારાષ્ટ્રના પૂર્વ ગૃહમંત્રી અને એનસીપી (એસપી) નેતા અનિલ દેશમુખે આ કેસમાં આરોપીને ફાંસી અને કેસની સુનાવણી ફાસ્ટ ટ્રેક કોર્ટમાં કરાવવાની માગ કરી હતી. આ પછી મહારાષ્ટ્રના સીએમ દેવેન્દ્ર ફડણવીસે કહ્યું કે સરકાર આ કેસની સુનાવણી ફાસ્ટ ટ્રેક કોર્ટમાં કરાવશે અને ગુનેગાર માટે ફાંસીની માગ કરશે. તબેલામાંથી બાળકીનો મૃતદેહ મળ્યો ઘણી વાર સુધી બાળકી ઘરે ન પાછી ફરી, તો પરિવારજનોએ તેની શોધખોળ શરૂ કરી. આખા ગામમાં શોધખોળ કર્યા પછી પણ જ્યારે તેનો કોઈ ભાળ ન મળી. આ દરમિયાન કેટલાક લોકોએ તબેલામાં પણ બાળકીને શોધી તો તેનો મૃતદેહ મળી આવ્યો. પોલીસે આસપાસના સીસીટીવી કેમેરાની તપાસ કરી તો એક ફૂટેજમાં આરોપી બાળકીને તબેલા તરફ લઈ જતો દેખાયો. પોલીસે તરત જ ભીમરાવ કાંબલેને કસ્ટડીમાં લીધો. હાલ તેની પૂછપરછ કરવામાં આવી રહી છે. સુપ્રિયા સુલેએ કહ્યું- માનવતાને કલંકિત કરનારી ઘટના એનસીપી (એસપી) નેતા અને સાંસદ સુપ્રિયા સુલેએ આરોપીને કડકમાં કડક સજા આપવાની માગ કરી. તેમણે કહ્યું કે આ ઘટના અત્યંત શરમજનક અને માનવતાને કલંકિત કરનારી છે. શિવસેનાના રાષ્ટ્રીય પ્રવક્તા શાઈના NCએ કહ્યું કે આ ક્રૂરતા સમાજ માટે મોટો પ્રશ્ન ઊભો કરે છે. આ ઘટનાને લઈને લોકોમાં ભારે ગુસ્સો છે. આ માત્ર એક ગુનો નથી, પરંતુ એક નિર્દોષ સામેનો સૌથી ક્રૂર અત્યાચાર છે. ગામલોકોએ તબેલા સામે કેમ્પ લગાવ્યો ઘટના બાદ આખા ગામમાં આક્રોશ ફેલાઈ ગયો. સેંકડો ગ્રામજનો ઘટનાસ્થળે એકઠા થયા અને આરોપીને તેમને સોંપી દેવાની માગ કરવા લાગ્યા. ગામલોકોનું કહેવું છે કે જ્યાં સુધી આરોપીને તેમના હવાલે કરવામાં નહીં આવે, ત્યાં સુધી બાળકીનો મૃતદેહ પોલીસને સોંપવામાં આવશે નહીં. ગામલોકોએ તબેલા સામે કેમ્પ લગાવી દીધો છે. પોલીસના ઉચ્ચ અધિકારીઓ પણ ઘટનાસ્થળે પહોંચી ગયા છે અને લોકોને સમજાવવાનો પ્રયાસ કરી રહ્યા છે. પરિસ્થિતિને ધ્યાનમાં રાખીને આખા ગામમાં મોટી સંખ્યામાં પોલીસ જવાનો તહેનાત કરવામાં આવ્યા છે. મુંબઈ-બેંગલુરુ હાઈવે પર ચક્કાજામ ઘટના બાદ ગામના લોકોએ વિરોધ પ્રદર્શન કર્યું અને મુંબઈ-બેંગલુરુ હાઈવે પર ચક્કાજામ કરી દીધો, જેના કારણે ભારે ટ્રાફિક જામ થઈ ગયો. પુણે ગ્રામીણ પોલીસ અધિક્ષક સંદીપ સિંહ ગિલે પ્રદર્શનકારીઓને ખાતરી આપી છે કે આ મામલે 15 દિવસની અંદર ચાર્જશીટ રજુ કરી દેવામાં આવશે. આ મામલે 12 વર્ષથી ઓછી ઉંમરની બાળકી સાથે બળાત્કારના કેસમાં BNSની કલમ 64, 65, 70 હેઠળ દોષિતને ફાંસી અથવા આજીવન કેદની સજા થઈ શકે છે. આ ઉપરાંત, તેમાં પોક્સો (POCSO) એક્ટની કલમો પણ જોડાઈ શકે છે. છત્તીસગઢમાં 7 વર્ષની બાળકી સાથે બળાત્કાર છત્તીસગઢની રાજધાની રાયપુરના તિલ્દા નેવરા વિસ્તારમાં 29 એપ્રિલે 7 વર્ષની બાળકી પર બળાત્કારનો મામલો સામે આવ્યો છે. આ ઘટના ત્યારે બની જ્યારે બાળકી એક લગ્ન સમારોહમાં ગઈ હતી. પરિવારજનોની ફરિયાદ પર પોલીસે તત્પરતા દાખવી આરોપીની ધરપકડ કરી છે. પોલીસે આરોપીનું નામ રાજકુમાર ઉર્ફે રાજા વર્મા (30 વર્ષ) જણાવ્યું છે. તિલ્દા પોલીસ પાસેથી મળેલી માહિતી મુજબ, પીડિત પરિવાર વિસ્તારમાં એક લગ્ન સમારોહમાં હાજરી આપવા આવ્યો હતો. 29 એપ્રિલ 2026ની રાત્રે લગભગ 8 થી 9 વાગ્યાની વચ્ચે તેની 7 વર્ષની દીકરી અન્ય બાળકો સાથે રમી રહી હતી. આ દરમિયાન તેમના પડોશમાં રહેતો રાજકુમાર ઉર્ફે રાજા વર્મા પણ ત્યાં હાજર હતો. આરોપીએ તક જોઈને માસૂમ બાળકી સાથે દુષ્કર્મ આચર્યું. ----------------------------------------------- આ સમાચાર પણ વાંચો… બાપ એ બાપ... સુપરહીરોની જેમ દીકરાને બચાવ્યો:ચાલતી ટ્રેને 2 વર્ષનો દીકરો પડી ગયો, પિતાએ પણ ટ્રેન નીચે કૂદીને બાળકને બચાવી લીધું; બાંગ્લાદેશનો બનાવ બાંગ્લાદેશના એક રેલવે સ્ટેશન પરથી એક ઈમોશનલ અને જીવ તાળવે ચોંટાડી દે તેવો વીડિયો સામે આવ્યો છે. બનાવ એવો બન્યો કે, બાંગ્લાદેશના એક રેલવે સ્ટેશને માતાએ તેના 2 વર્ષના દીકરાને તેડ્યો હતો. ટ્રેન અચાનક ચાલુ થઈ ને દીકરો છટકીને નીચે પાટા પાસે પડી ગયો. માતાએ દેકારો કરી મૂક્યો. દરવાજા પાસે હાજર રહેલા પિતાએ ક્ષણનો વિલંબ કર્યા વગર ચાલુ ટ્રેન નીચે ઝંપલાવ્યું ને પોતાના બે વર્ષના દીકરાને છાતી સરસો ચાંપીને સીધા સૂતા રહ્યા. ટ્રેન સડસડાટ પસાર થઈ ગઈ પછી બાપ- દીકરો સલામત બહાર નીકળ્યા. રિયલ લાઈફના સુપરહીરોનો આ વીડિયો સોશિયલ મીડિયામાં વાયરલ થઈ રહ્યો છે. વાંચો સંપૂર્ણ સમાચાર...
    Click here to Read More
    Previous Article
    દિલજીત દોસાંઝે ખાલિસ્તાની સમર્થકોને સ્ટેજ પરથી લલકાર્યા:અમેરિકામાં શો દરમિયાન સિદ્ધુ મૂસેવાલાની સ્ટાઇલમાં કહ્યું- 'મેદાનમાં આવો, હું ઉપાડીને બહાર ફેંકી દઈશ'
    Next Article
    પંજાબ- AAP છોડી BJPમાં જોડાનાર સાંસદ પર FIR:બિનજામીનપાત્ર કલમો લગાવાઈ; પોલીસ ધરપકડ કરવા દિલ્હી પહોંચી, પાઠક પાછલા દરવાજેથી નીકળ્યા

    Related National Updates:

    Are you sure? You want to delete this comment..! Remove Cancel

    Comments (0)

      Leave a comment