Search

    Language Settings
    Select Website Language

    GDPR Compliance

    We use cookies to ensure you get the best experience on our website. By continuing to use our site, you accept our use of cookies, Privacy Policy, and Terms of Service.

    BijnorNews
    Bijnor news

    જૂનાગઢના 4 તાલુકામાં 62 ઈંચ વરસાદ, 22 ગામો સંપર્ક વિહોણા:માંગરોળમાં આભ ફાટ્યું, 19 લોકો પૂરમાં ફસાતા રેસ્ક્યુ, NDRF-SDRF તૈનાત; ગુજરાતના 167 તાલુકામાં વરસાદ,અમદાવાદમાં વીજળીના ચમકારા સાથે ધીમી ધારે વરસાદ

    10 hours ago

    જૂનાગઢ જિલ્લામાં મેઘરાજાએ પોતાનું રૌદ્ર સ્વરૂપ ધારણ કરતા સર્વત્ર જળબંબોળ અને કટોકટીની સ્થિતિ સર્જાઈ છે. ખાસ કરીને માંગરોળ પંથકમાં આભ ફાટ્યું હોય તેમ માત્ર 24 કલાકમાં 22 ઈંચથી વધુ વરસાદ ખાબક્યો છે. આ તોફાની વરસાદને કારણે માંગરોળ તાલુકાનો ચાલુ સીઝનનો કૂલ વરસાદ 37 ઈંચ પર પહોંચી ગયો છે. માંગરોળ ઉપરાંત માળિયા-હાટીના તાલુકામાં પણ મેઘરાજાએ ભારે કહેર વર્તાવ્યો છે. જ્યાં 14 ઈંચ વરસાદ ખબાક્યો છે. મેંદરડા અને કેશોદ તાલુકામાં પણ સ્થિતિ અત્યંત ગંભીર રહી છે, જ્યાં 13-13 ઈંચ જેટલો મૂસળધાર વરસાદ નોંધાયો છે. ઉલ્લેખનીય છે કે, વંથલીમાં 4 ઈંચ, માણાવદરમાં 3 ઈંચ જેટલો સામાન્ય વરસાદ નોંધાયો છે. જૂનાગઢ ગ્રામ્ય અને શહેર અને ભેસાણમાં 1 ઈંચ જેટલો વરસાદ પડ્યો હતો. ગિરનાર પર્વત વિસ્તારમાં 2 ઇંચ વરસાદ સાથે કૂલ 7 ઇંચ વરસાદ નોંધાયો છે. માંગરોળ, માણાવદર અને કેશોદમાં પૂરની સ્થિતિ જૂનાગઢ જિલ્લામાં ભારે વરસાદને કારણે કૂલ 22 ગામો સંપૂર્ણપણે સંપર્ક વિહોણા બન્યા છે, જેમાં માંગરોળના 9, માણાવદરના 3 અને કેશોદના 10 ગામોનો સમાવેશ થાય છે. માંગરોળ, કેશોદ અને માળિયા પંથકમાં દર વર્ષે વરસાદી તાંડવને લઈને પૂરની આવી જ પરિસ્થિતિનું નિર્માણ થાય છે અને ઘેડ પંથકના ગામોના પાદરોમાં તેમજ હજારો એકર ખેતરોમાં પાણી ભરાઈ જતાં ખેડૂતો અને સ્થાનિકો ભારે હેરાન-પરેશાન થાય છે. સાબલી ડેમના દરવાજા ખોલવામાં આવતા જ મઘરવાડા ગામમાં પૂરના પાણી ધસી આવતા ગામ સંપર્ક વિહોણું બન્યું હતું. 19 લોકો પૂરના પાણીમાં ફસાતા રેસ્ક્યુ કરાયું આ મહાસંકટ વચ્ચે મેંદરડા નજીકના સમઢિયાળા ગામે રસ્તા પર ભારે પાણી ફરી વળતાં કાર, રિક્ષા અને વાન જેવા વાહનો બંધ પડી ગયા હતા, જેમાં 19 જેટલા લોકો પૂરના પાણીમાં જિંદગી અને મોત વચ્ચે ઝોલા ખાતા ફસાયા હતા. આ ઘટનાની જાણ થતાં જ જૂનાગઢ ફાયર બ્રિગેડની ટીમ તાત્કાલિક ઘટનાસ્થળે દોડી ગઈ હતી અને જેસીબી સહિતના આધુનિક સાધનોની મદદથી ભારે જહેમત બાદ રેસ્ક્યુ ઓપરેશન હાથ ધરીને તમામ 19 લોકોને સલામત રીતે બહાર કાઢ્યા હતા. નીચાણવાળા વિસ્તારોમાં ફાસાયેલા લોકોને સલામત સ્થળે ખસેડાયા માંગરોળ શહેરમાં પણ જળબંબાકારની સ્થિતિ સર્જાઈ છે, જ્યાં બંદર સોસાયટી, વલ્લી વિસ્તાર બાસર રોડ, હુશેનાબાદ, કામનાથ રોડ અને ખુશ્બુ ચોકડી સહિતના વિસ્તારોના ઘરોમાં પૂરના પાણી ઘૂસી ગયા હતા. નીચાણવાળા વિસ્તારની પરિસ્થિતિ અત્યંત દયનીય બનતાં લોકોને ઘરોમાંથી બહાર કાઢવા માટે અંતે બોટ એટલે કે હોડીઓની મદદ લેવી પડી છે અને બોટ મારફતે લોકોને સલામત સ્થળે ખસેડવાની કામગીરી યુદ્ધના ધોરણે ચલાવવામાં આવી રહી હતી. મેઘલ નદી પરનો ભાખરવડ ડેમ ઓવરફ્લો માળિયા હાટીના તાલુકાનું ભાખરવડ જળાશય 90% ભરાઈ ગયું હતું અને તેનું લેવલ 73.15 મીટર તથા કૂલ જથ્થો 6.64 MCFT પર પહોંચ્યો હતો, જે ચાલુ સીઝનના પ્રથમ વરસાદે જ મેઘલ નદી પર આવેલો આ ભાખરવડ ડેમ હવે સંપૂર્ણપણે ઓવરફ્લો થયો છે. માળિયા તાલુકામાં અત્યાર સુધીમાં કુલ 29 ઇંચ જેટલો નોંધપાત્ર વરસાદ નોંધાઈ ચૂક્યો છે. આ જળાશય સંપૂર્ણ છલકાઈ જતાં વહીવટી તંત્ર દ્વારા તકેદારીના ભાગરૂપે નીચાણવાળા વિસ્તારો અને ગામો જેવા કે ભાખરવડ, વડાળા, માળિયા હાટીના, જાનડી, ઘુમટી, આબેચા, નાની ધનેજ, ઝડકા, સમઢીયાળા અને ગડુંને હાઈ-એલર્ટ કરી દેવાયા છે. સ્થાનિક નાગરિકોને નદીના પટમાં અવરજવર ન કરવા તેમજ સાવચેત રહેવા કડક સૂચના આપવામાં આવી છે. નીચાણવાળા અને પાણી ભરાયેલા વિસ્તારોમાં ન જવા અપીલ માંગરોળના મામલતદાર વી. ડી. મોરીએ સત્તાવાર માહિતી આપતા જણાવ્યું હતું કે, માંગરોળ તાલુકામાં સીઝનનો કુલ 570 મીમી જેટલો ભારે વરસાદ નોંધાયો છે, જે આશરે 23 ઇંચ જેટલો થાય છે. આ ભયંકર અતિવૃષ્ટિને કારણે વહીવટી તંત્ર દ્વારા તમામ નાગરિકોને નીચાણવાળા અને પાણી ભરાયેલા વિસ્તારોમાં ભૂલથી પણ ન જવા માટે નમ્ર અપીલ કરવામાં આવી છે. નોળી નદી અને લાંગડ નદીના કોઝવે પરથી વાહનવ્યવહાર બંધ મામલતદારે ખાસ ભારપૂર્વક જણાવ્યું હતું કે, કામનાથની નોળી નદી અને લાંગડ નદીના કોઝવે પર પાણીનું સ્તર હાલમાં ખૂબ જ વધારે હોવાથી ત્યાં કોઈપણ પ્રકારના વાહનો ન ચલાવવા અને વૈકલ્પિક સુરક્ષિત રસ્તાઓનો જ ઉપયોગ કરવો. તેમણે લોકોને ઘરમાંથી બિનજરૂરી બહાર ન નીકળવા તેમજ કોઈપણ કટોકટીના સમયે કે આપત્તિના સમયે મામલતદાર કચેરી ખાતે 24 કલાક સતત કાર્યરત રાખવામાં આવેલા કંટ્રોલ રૂમનો ત્વરિત સંપર્ક કરવા જણાવ્યું છે. માંગરોળમાં ત્રણ દિવસમાં સીઝનનો 70% થી વધુ વરસાદ ભારે વરસાદને જૂનાગઢ જિલ્લા કલેક્ટર યોગેશ ચૌધરીએ પૂરગ્રસ્ત વિસ્તારોની મુલાકાત લીધી હતી અને સ્થાનિક લોકો સાથે વાતચીત કરીને સ્થિતિની સમીક્ષા કરી હતી. યોગેશ ચૌધરીએ જણાવ્યું હતું કે, છેલ્લા બે દિવસથી અતિભારે વરસાદ વરસી રહ્યો છે. ખાસ કરીને માંગરોળ, કેશોદ અને માળિયા-હાટીના પંથકમાં આશરે 300 મીમી વરસાદ નોંધાયો છે. માંગરોળમાં ત્રણ દિવસમાં સીઝનનો 70% થી વધુ એટલે કે 737 મીમી વરસાદ ખાબક્યો છે. કેશોદમાં NDRF અને જૂનાગઢ શહેરમાં SDRFની ટીમ તૈનાત આ અતિવૃષ્ટિને કારણે માર્ગ મકાન સ્ટેટના 16 અને પંચાયતના 27 રસ્તાઓ પર પાણી ફરી વળતા વાહનવ્યવહાર માટે બંધ કરાયા છે. પૂરની પરિસ્થિતિને પહોંચી વળવા કેશોદમાં NDRFની 30 સભ્યોની ટીમ અને જૂનાગઢ શહેરમાં SDRFની ટીમ તૈનાત છે. પોલીસ, પંચાયત, મહેસૂલ અને ફાયર બ્રિગેડની ટીમો સતત સંપર્કમાં રહીને બચાવ કામગીરી માટે સજ્જ છે. સોશિયલ મીડિયા અને ગ્રામ્ય વોટ્સએપ ગ્રૂપ દ્વારા લોકોને સતત સાવચેત કરવામાં આવી રહ્યા છે. સગર્ભા મહિલાઓને સુરક્ષિત રીતે હોસ્પિટલમાં શિફ્ટ કરાઈ વહીવટી તંત્રે આગોતરા પગલાં રૂપે નજીકની ડિલિવરી તારીખ ધરાવતી સગર્ભા મહિલાઓને સુરક્ષિત રીતે હોસ્પિટલમાં શિફ્ટ કરી દીધી છે. ​કલેક્ટરે નાગરિકોને ખૂબ જ અનિવાર્ય કામ વગર ઘરની બહાર ન નીકળવા નમ્ર અપીલ કરી છે. કોઈપણ કટોકટી કે ઈમરજન્સીના સમયે તાત્કાલિક સહાય મેળવવા માટે જિલ્લાના આપત્તિ વ્યવસ્થાપન કંટ્રોલ રૂમનો સંપર્ક કરવા જણાવવામાં આવ્યું છે.
    Click here to Read More
    Previous Article
    ઈન્વેસ્ટમેન્ટ પોઈન્ટ- વોલેટિલિટી સાથે ઉછાળે નફારૂપી વેચવાલીની શક્યતા:સપ્તાહ દરમિયાન શેરબજારમાં એકંદરે સકારાત્મક વલણ જોવા મળ્યું
    Next Article
    Heatwave In US Delays 250th Independence Day Celebrations

    Related Gujarat Updates:

    Are you sure? You want to delete this comment..! Remove Cancel

    Comments (0)

      Leave a comment