Search

    Language Settings
    Select Website Language

    GDPR Compliance

    We use cookies to ensure you get the best experience on our website. By continuing to use our site, you accept our use of cookies, Privacy Policy, and Terms of Service.

    BijnorNews
    Bijnor news

    રેગિંગે ડૉ. હર્ષ પંડ્યાનો જીવ લીધો:સુરત નવી સિવિલમાં 4 સિનિયર ડૉક્ટર 6 મહિના માટે સસ્પેન્ડ, ચાર ફેકલ્ટીને નોટિસ; તપાસ રિપોર્ટમાં ચોંકાવનારા ખુલાસા

    1 day ago

    સુરતની નવી સિવિલ હોસ્પિટલની હોસ્ટેલમાં 30 વર્ષીય રેસિડેન્ટ ડૉક્ટરના રહસ્યમય આપઘાતમાં ચોંકાવનારો ખુલાસો થયો છે. પોલીસ અને કોલેજ તંત્રની તપાસમાં મૃતક હર્ષ પંડ્યાનું 4 સિનિયર રેસિડેન્ટ વિદ્યાર્થીઓ દ્વારા રેગિંગ કરવામાં આવતું હોવાનું સામે આવ્યું છે. રેગિંગનો ખુલાસો થતાં જ ચારેય આરોપી સિનિયર વિદ્યાર્થીઓને 6 મહિના માટે હોસ્પિટલ, હોસ્ટેલ તેમજ તમામ ટીચિંગ એક્ટિવિટીમાંથી સસ્પેન્ડ કરી દેવાયા છે. રાત્રે 8.30થી સવાર 4.00 વાગ્યા સુધી ચાલેલી મેરેથોન બેઠક બાદ કમિટીની કાર્યવાહી ડો. હર્ષ પંડ્યાના આપઘાતની ઘટનામાં રાજ્ય સરકારના કડક નિર્દેશો હેઠળ ત્વરિત અને પારદર્શક તપાસ હાથ ધરાઈ. આ ગંભીર મામલે સિવિલ હોસ્પિટલના ડીન ડૉ. જયેશ બ્રહ્મભટ્ટ અને મેડિકલ સુપરિન્ટેન્ડેન્ટની સંયુક્ત અધ્યક્ષતામાં રચાયેલી ઉચ્ચસ્તરીય કમિટી સમક્ષ પ્રથમ વર્ષના નવ રેસિડેન્ટ ડોક્ટર્સ અને મૃતકના પિતાની ફરિયાદના આધારે નિવેદનો નોંધવામાં આવ્યા હતા. રાત્રે 8.30થી સવારના 04.00 વાગ્યા સુધી ચાલેલી આ મેરેથોન બેઠકમાં માઈક્રોબાયોલોજી વિભાગના સિનિયર રેસિડેન્ટ, ફેકલ્ટી, ટેકનિશિયન તથા સફાઈકર્મીઓના નિવેદનો નોંધી એન્ટી રેગિંગ સ્ક્વોડ દ્વારા રિપોર્ટ એન્ટી રેગિંગ કમિટીને સુપરત કરવામાં આવ્યો હતો. કમિટીના અહેવાલના આધારે શિસ્તભંગ અને ગંભીર બેદરકારી બદલ ચાર રેસિડેન્ટ ડોક્ટરો (1) ડૉ. નિરાલી વસાવે, (2) ડૉ. અનુજ મહેશ્વરી, (3) ડૉ. દીક્ષિતા ઘેવરિયા અને (4) ડૉ. હિના ભુતને 6 માસ માટે સસ્પેન્ડ કરી તાત્કાલિક હોસ્ટેલ ખાલી કરવા તેમજ કોઈપણ શૈક્ષણિક પ્રવૃત્તિઓમાં ભાગ ન લેવા સખત આદેશ કરાયો છે. આ સાથે જ માઈક્રોબાયોલોજી વિભાગના વડા ડૉ. સુમૈયા મુલ્લા સહિત ચાર ફેકલ્ટી સભ્યો ડૉ. સંગીતા રાજદે, ડૉ. યોગિતા મિસ્ત્રી અને ડૉ. લતિકા પુરોહિતને શો કોઝ નોટિસ ફટકારવામાં આવી છે. એન્ટી રેગિંગ કમિટીના આ સમગ્ર રિપોર્ટને કોલેજ કાઉન્સિલ દ્વારા સર્વાનુમતે બહાલી આપવામાં આવી છે અને ભવિષ્યમાં આવી નિંદનીય ઘટનાઓનું પુનરાવર્તન ન થાય તે માટે ગંભીર સમીક્ષા કરી વહેલી સવારે રાજ્ય સરકારને સત્તાવાર અહેવાલ સુપરત કરી દેવામાં આવ્યો છે. પરિવારને પણ રેગિંગની શંકા હતી સુરત નવી સિવિલ હોસ્પિટલ સંલગ્ન મેડિકલ કોલેજના માઈક્રોબાયોલોજી વિભાગના પ્રથમ વર્ષના રેસિડેન્ટ ડૉક્ટર હર્ષ પંડ્યાએ 9 ઓગસ્ટે હોસ્ટેલમાં આપઘાત કરી લીધો. બનાવની જાણ થતાં જ અરવલ્લીના મોડાસાથી તેમના પિતા, પિતરાઈ ભાઈ સહિતના સ્વજનો તાત્કાલિક સુરત સિવિલ દોડી આવ્યા હતા. આ ઘટનામાં રેસિડેન્ટ તબીબોનું રેગિંગ થતું હોવાનું મુદ્દો ઉછળ્યો હતો અને મૃતકના પરિવારજનોએ પણ રેગિંગથી જ હર્ષે આપઘાત કર્યાનો આક્ષેપો કર્યા હતો. હર્ષની થોડા મહિના પહેલાં જ સગાઈ થઈ હતી, પિતા નિવૃત સર્જન પિતરાઈ ભાઈ ધર્મેન્દ્ર પંડ્યાએ જણાવ્યું કે, ડો. હર્ષ છેલ્લા છ મહિનાથી અહીં પીજીના પહેલા વર્ષમાં અભ્યાસ કરી રહ્યો હતો. તે બહુ શાંત, જવાબદાર અને પ્રામાણિક હતો. હર્ષની થોડા મહિના પહેલાજ સગાઈ થઈ હતી. તેણે પોતાનો MBBSનો અભ્યાસ ફિલિપાઈન્સથી પૂર્ણ કર્યો હતો અને ત્યારબાદ સારી નોકરી પણ કરી હતી. તેમના પિતા ધનસુરા સિવિલ હોસ્પિટલમાંથી ક્લાસ-1 M.S. જનરલ સર્જન તરીકે નિવૃત્ત થયેલા છે અને તેમણે પોતે પણ સુરત હોસ્પિટલમાંથી જ અભ્યાસ કર્યો હતો. વધુમાં ધર્મેન્દ્ર પંડ્યાએ કહ્યું કે, હર્ષના સાથી વિદ્યાર્થીઓ અને કલીગ્સના નિવેદનો પરથી તેમના સિનિયરોની ટોક્સિસિટી અને માનસિક ત્રાસ સામે આવી રહ્યો છે. સીનિયરોના દબાણ કે માનસિક ત્રાસના કારણે જ હર્ષે આવું આત્યંતિક પગલું ભર્યાની તેઓને શંકા હતી, જે તપાસમાં સાચી ઠરી. પરિવારને શંકા જતાં ફોરેન્સિક PMની માગ કરીઃ મૃતકના સંબંધી મૃતકના સંબંધી શૈલેષ પાઠકે જણાવ્યું કે, શરૂઆતમાં આઘાત અને માનસિક સ્થિતિ ઠીક ન હોવાને કારણે પરિવારે પોસ્ટમોર્ટમ કરવાની મંજૂરી આપી દીધી હતી, પરંતુ બાદમાં શંકા જતાં તેમણે ડીન અને સુપ્રિન્ટેન્ડન્ટની ઓફિસમાં રૂબરૂ રજૂઆત કરી રિ-પીએમ અને ફોરેન્સિક પીએમની માગણી કરી હતી. હાલ પીએમ અને FSL તપાસની પ્રક્રિયા હાથ ધરવામાં આવી છે. ‘અંકિત પણ એકનો એક દીકરો હતો’ તેમણે હોસ્પિટલ તંત્ર સામે ગંભીર આક્ષેપો કરતા જણાવ્યું કે, સિવિલ હોસ્પિટલમાં આવી ઘટનાઓ વારેવારે બન્યા કરે છે. આ પહેલાં પણ અંકિત નામના તબીબનું મોત થયું હતું અને તે પણ પોતાના મા-બાપનો એકનો એક દીકરો હતો, જેમના પિતાએ લોન અને દેવું કરીને તેને ભણાવ્યો હતો. ‘હર્ષ પંખા પર લટકીને આત્મહત્યા કરે તેવો નહોતો’ ચાર સિનિયર ડોક્ટરને સસ્પેન્ડ કર્યા પહેલાં શૈલેષ પાઠકે દાવો કર્યો હતો કે, આ 100 ટકા રેગિંગનો જ કેસ છે. મૃતક તબીબ મજબૂત મનોબળ ધરાવતો હતો અને તે પંખા પર લટકીને આત્મહત્યા કરે તેવો નહોતો. જ્યારે તે રૂમમાંથી બહાર ન આવ્યો ત્યારે તેના મિત્રોએ તપાસ કરીને દરવાજો તોડ્યો ત્યારે તે પંખા પર લટકેલી હાલતમાં મળી આવ્યો હતો. આ સમગ્ર બાબત અત્યંત શંકાસ્પદ છે અને સાચું સત્ય રી-પોસ્ટમોર્ટમ રિપોર્ટ આવ્યા બાદ જ બહાર આવશે. આ પણ વાંચો... દરવાજો તોડ્યો ને રેસિડેન્ટ ડોક્ટર પંખે લટકતા મળ્યા, સર્જન પિતાએ એકનો એક દીકરો ગુમાવ્યો, 6 મહિના પહેલાં સગાઈ થઈ હતી ‘સિનિયરોના રેગિંગની ફરિયાદમાં HODએ આડા કાન કર્યા’ તેમણે તંત્ર પાસે માગ કરી કે, આ સમગ્ર મામલે જવાબદાર લોકો સામે કડકમાં કડક કાર્યવાહી થાય, જેથી આવી ઘટનાઓનું પુનરાવર્તન ન થાય. અન્ય વિદ્યાર્થીઓએ પણ એચઓડી સમક્ષ ઉપલા વર્ષના સિનિયર વિદ્યાર્થીઓ દ્વારા થતા માનસિક ત્રાસ, ટોર્ચરિંગ અને હેરાનગતિ અંગે વારંવાર રજૂઆતો કરી હતી. સિનિયરો અડધો-અડધો કલાક સુધી ટોર્ચર કરીને અપમાનજનક શબ્દો બોલતા હોવા છતાં એચઓડીએ આડા કાન કર્યા હતા. સિવિલમાં માત્ર તપાસ કમિટીઓ રચાય છે, પરંતુ કોઈ ઉકેલ આવતો નથી અને મા-બાપ પોતાના વહાલસોયા દીકરાને ગુમાવી દે છે.
    Click here to Read More
    Previous Article
    3 બળવાખોર TMC સાંસદોનો ભાજપમાં જવાનો ઇનકાર:યુસુફ-અબુ તાહિર સામેલ, કહ્યું- અમે NDAમાં નહીં જઈએ; 20 સાંસદોએ NCPIમાં વિલય કર્યો હતો
    Next Article
    સોનગઢમાં 64 લાખથી વધુના ગાંજાનો જથ્થો ઝડપાયો:3 શખ્સો પકડાયા, 2 વોન્ટેડ જાહેર

    Related Gujarat Updates:

    Are you sure? You want to delete this comment..! Remove Cancel

    Comments (0)

      Leave a comment