Search

    Language Settings
    Select Website Language

    GDPR Compliance

    We use cookies to ensure you get the best experience on our website. By continuing to use our site, you accept our use of cookies, Privacy Policy, and Terms of Service.

    BijnorNews
    Bijnor news

    વડોદરામાં લૂંટ અને વાહનચોરીના ગુનાઓનો ભેદ ઉકેલાયો:ખિસકોલી સર્કલ પાસે એકટીવા રોકીને યુવક પાસેથી મોબાઇલ અને રોકડ રકમની લૂંટ કરનાર 4 શખ્સોની ધરપકડ, 56,220 રૂપિયાનો મુદ્દામાલ જપ્ત

    10 hours ago

    વડોદરા શહેરમાં એકટીવા ચાલકનો પીછો કરીને ખિસકોલી સર્કલ નજીક રોકીને યુવક પાસેથી રોકડા રૂપિયા અને મોબાઇલ લૂંટનાર તેમજ લૂંટના ગુનામાં ઉપયોગમાં લેવાયેલા વાહનોની ચોરી કરનાર 4 આરોપીઓની ટોળકીને વડોદરા શહેર ક્રાઇમ બ્રાન્ચે ઝડપી પાડી છે. પોલીસે આરોપીઓ પાસેથી રોકડ રકમ, મોબાઇલ ફોન અને ચોરીના વાહનો સહિત કુલ રૂ. 56,220નો મુદ્દામાલ કબજે કર્યો છે. વડોદરા ક્રાઇમ બ્રાન્ચની ટીમને પેટ્રોલિંગ દરમિયાન પોલીસને બાતમી મળી હતી કે, લાલબાગ બ્રિજ નીચે કાળા રંગની સ્પ્લેન્ડર બાઈક સાથે ચાર શંકાસ્પદ ઇસમો ઉભા છે. બાતમીના આધારે પોલીસ ટીમ તાત્કાલિક સ્થળ પર પહોંચી અને ચારેય ઇસમોને ઝડપી પાડ્યા હતા. તેમની પાસેથી ચાર મોબાઇલ ફોન અને રોકડા રૂપિયા મળી આવ્યા હતા. તેઓની પૂછપરછમાં ખુલ્યું કે, તા. 22 એપ્રિલની રાત્રે આરોપીઓએ મોપેડ પર નીકળી લાલબાગ બ્રિજ પાસે એક એકટીવા ચાલકનો પીછો કર્યો હતો. ત્યારબાદ ખિસકોલી સર્કલ પાસે તેને રોકી તેની પાસેથી રોકડા રૂપિયા અને મોબાઇલ ફોન લૂંટી લીધા હતા. ઘટનાના બાદ તેઓ મોપેડ સ્થળ પર મૂકી ફરાર થયા હતા. આ ઉપરાંત આરોપી મનિષ નિનામાએ મોપેડ મુજમહુડા વિસ્તારમાંથી તથા સ્પ્લેન્ડર બાઈક ગોરવા વિસ્તારના ઇલોરાપાર્કમાંથી ચોરી કરી લાવ્યાનું પણ સ્વીકાર્યું હતું. પકડાયેલા આરોપીઓમાં અક્ષય ભઇલાલભાઇ માળી, ગુરૂ ઉર્ફે લાલો અંશુભાઇ મારવાડી,પ્રગ્નેશ ઉર્ફે સન્ની ભઇલાલ માળી અને અને મનિષ ખુમાનસિંહ નિનામાનો સમાવેશ થાય છે. ચારેય આરોપીઓ વડોદરાના રહેવાસી છે. પોલીસે આરોપીઓ પાસેથી રૂ. 1220 રોકડ, એક સ્પ્લેન્ડર બાઈક અને ચાર મોબાઇલ ફોન કબજે કર્યા છે. આ કામગીરી દરમિયાન અટલાદરા પોલીસ સ્ટેશનમાં નોંધાયેલ લૂંટનો ગુનો તેમજ જે.પી. રોડ અને ગોરવા પોલીસ સ્ટેશનમાં નોંધાયેલા વાહનચોરીના ગુનાઓનો ભેદ ઉકેલાયો છે. પોલીસે ત્રણેય પોલીસ સ્ટેશનોને જાણ કરી આગળની તપાસ માટે આરોપીઓને સોંપવાની કાર્યવાહી હાથ ધરી છે. તપાસમાં બહાર આવ્યું છે કે આરોપીઓ અગાઉ પણ અનેક ચોરી અને અન્ય ગુનાઓમાં સંડોવાયેલા છે અને તેમના વિરુદ્ધ વિવિધ પોલીસ સ્ટેશનોમાં ગુનાઓ નોંધાયેલા છે.
    Click here to Read More
    Previous Article
    'અમારા પ્રશ્નો સોલ્વ કરી શકતા હો તો મત લેવા આવજો':તખ્તેશ્વરમાં એક તરફ નેતાઓના 'વિકાસ'ના દાવા, બીજી તરફ ગટરના ગંદા પાણી પીવા મજબૂર પ્રજા
    Next Article
    ‘Now give me a Rs 500 cr film’: Avinash Tiwary asks Farah Khan as she tours his ‘boys’ pad’, gifts him a locker

    Related Gujarat Updates:

    Are you sure? You want to delete this comment..! Remove Cancel

    Comments (0)

      Leave a comment