Search

    Language Settings
    Select Website Language

    GDPR Compliance

    We use cookies to ensure you get the best experience on our website. By continuing to use our site, you accept our use of cookies, Privacy Policy, and Terms of Service.

    BijnorNews
    Bijnor news

    રાજકોટમાં ગેરકાયદે હથિયારોનો રાફડો ફાટ્યો:ક્રાઇમ બ્રાન્ચે 4 ગેરકાયદે હથિયારો સાથે આરોપીની કરી ધરપકડ, એક મહિનામાં 55 હથિયારો ઝડપાયા

    1 day ago

    રાજકોટ શહેર ક્રાઇમ બ્રાન્ચ દ્વારા આજ રોજ વધુ ચાર હથિયાર સાથે એક આરોપીની ધરપકડ કરવામાં આવી છે. અગાઉ ઝડપાયેલા આરોપી રીપલ દ્વારા સુરેન્દ્રનગર જિલ્લાના ધીરા કુકડીયાની ધરપકડ કરી તેની પાસેથી ચાર ગેરકાયદે હથિયાર સહીત કુલ 80,000નો મુદામાલ કબ્જે કરવામાં આવ્યો છે. જયારે PCB દ્વારા વધુ એક ગેરકાયદે હથિયાર સાથે એક આરોપીની ધરપકડ કરી ફરાર બે શખ્સોની શોધખોળ હાથ ધરી છે. આમ રાજકોટ શહેર પોલીસે છેલ્લા એક મહિનામાં અલગ-અલગ દરોડા દરમિયાન કુલ 55 ગેરકાયદે હથિયારો ઝડપી પાડ્યા હોવાનું સામે આવ્યું છે. રાજકોટ ક્રાઇમ બ્રાન્ચ દ્વારા ગત 25 જુલાઈના રોજ છોટા ઉદયપુરના રીપલ ઉર્ફે વિપુલ કાગડીયાભાઇ રાઠવાની ત્રણ ગેરકાયદે હથિયાર સાથે ધરપકડ કરી હતી અને આ હથિયાર તે સુરેન્દ્રનગરના સાયલા તાલુકાના ગરાંભડી ગામે રહેતા ધીરા મોહન કુકડીયા (ઉ.વ.40)ને આપવા આવ્યો હોવાનું જણાવ્યું હતું જયારે ઊંડાણ પૂર્વક તપાસ કરતા આરોપી રીપલએ અગાઉ પણ ધીરા કુકડીયાને હથિયાર આપ્યા હોવાની કબૂલાત આપતા આજ રોજ રાજકોટ ક્રાઇમ બ્રાન્ચે આરોપી ધીરા મોહન કુકડીયાની ધરપકડ કરી આજ રોજ વધુ 4 ગેરકાયદે હથિયાર કબ્જે કરવામાં આવ્યા છે જેમાં બે દેશી બનાવટની પિસ્તોલ અને બે દેશી બનાવટની રિવોલ્વર કબ્જે કરવામાં આવ્યા છે. પોલીસે આરોપી પાસેથી કુલ 80,000નો મુદામાલ કબ્જે કરી વધુ તપાસ હાથ ધરી છે. પોલીસ તપાસમાં આરોપી ધીરા કુકડીયાએ વર્ષો પહેલા રીપલ પાસેથી 25થી 35 હજાર કિંમતમાં ગેરકાયદે હથિયાર ખરીદ કર્યા હતા. પોતે ખેતી કામ કરે છે અને શોખ ખાતર ગેરકાયદે હથિયાર રાખતો હોવાનું રટણ કરતા પોલીએ વધુ તપાસ હાથ ધરી છે. જયારે આરોપી ધીરા વિરુદ્ધ અગાઉ ધજાળા પોલીસ સ્ટેશનમાં 2021માં મારામારી નો ગુનો નોંધાઈ ચુક્યો હોવાનું પોલીસ તપાસમાં સામે આવ્યું છે. બીજી તરફ રાજકોટ શહેર PCB ટિમ દ્વારા આજ રોજ બાલભવન પાસેથી યાકીબ મામટી (ઉ.વ.37) નામના યુવાનની ગેરકાયદે દેશી બનાવટની પિસ્તોલ તથા 9 જીવતા કાર્ટીસ સાથે ધરપકડ કરી કુલ 34,000નો મુદામાલ કબ્જે કરી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે. પોલીસ પુછપરછમાં આરોપી અરબાઝ કાજી અને અકીલ સૈયદનું નામ ખુલતા પોલીસ ફરાર બન્ને શખ્સોની શોધખોળ હાથ ધરી છે. જેમાં અકીલ વિરુદ્ધ 3 ગુના અને અરબાઝ વિરુધ્ધ બે ગુના નોંધાઈ ચુક્યા હોવાનું પોલીસ તપાસમાં સામે આવ્યું છે. ઉલ્લેખનીય છે કે, રાજકોટ શહેર પોલીસે છેલ્લા એક મહિનામાં કુલ 55 ગેરકાયદે હથિયાર સાથે 25 જેટલા આરોપીઓની ધરપકડ કરવામાં આવી છે.
    Click here to Read More
    Previous Article
    "Rs 350 Every Day To Reach Office": Bengaluru Entrepreneur Flags Rising Commute Costs For Freshers
    Next Article
    ગોધરાના બખ્ખર ગામે મકાનમાં આગ:ઘરવખરી અને અનાજ બળીને ખાખ, પોલીસ તપાસ શરૂ

    Related Gujarat Updates:

    Are you sure? You want to delete this comment..! Remove Cancel

    Comments (0)

      Leave a comment