Search

    Language Settings
    Select Website Language

    GDPR Compliance

    We use cookies to ensure you get the best experience on our website. By continuing to use our site, you accept our use of cookies, Privacy Policy, and Terms of Service.

    BijnorNews
    Bijnor news

    રાજકોટમાં 4 દિવસ મકાનમાં ગોંધી રાખી સગીરાને દેહવ્યાપારમાં ધકેલી:ગ્રાહક દીઠ રૂ.500 આપતા, પાડોશી મહિલા અને તેની બહેનપણી કેટરર્સમાં કામના બહાને લઈ ગઈ હતી

    11 hours ago

    રાજકોટના આજીડેમ પોલીસ સ્ટેશન વિસ્તારમાં કેટરર્સમાં કામ અપાવવાના બહાને 12 વર્ષની સગીરાને લાલચ આપીને દેહવ્યાપારના દૂષણમાં ધકેલવાની એક ચોંકાવનારી ઘટના સામે આવી છે. પાડોશમાં રહેતી મહિલા તેની બહેનપણી સાથે મળીને સગીરાને ચાર દિવસ સુધી એક મકાનમાં રાખીને તેની પાસે જબરદસ્તીથી દેહવ્યાપાર કરાવતી હતી, જેમાં ગ્રાહક દીઠ સગીરાને રૂ.500 આપવામાં આવતા હતા. બાળકી સાથે કંઈક ખોટું થઈ રહ્યું હોવાની શંકા જતાં અન્ય એક પાડોશી મહિલાએ તેની માતાને જાણ કરી હતી. પરિવારે પૂછપરછ કરતા રડતાં-રડતાં દીકરીએ પોતાની આપવીતી જણાવી હતી. આ અંગે જાણ થતાં જ આજીડેમ પોલીસે કાર્યવાહી કરીને પોક્સો અને અન્ય સંબંધિત કલમો હેઠળ ગુનો નોંધીને બંને આરોપી મહિલાઓની ધરપકડ કરી છે. સતત ચાર દિવસ સુધી બળજબરીથી શારીરિક સંબંધ બંધાવ્યા 11 સપ્ટેમ્બરે સવારના 11 વાગ્યે પાડોશી મહિલા સગીરાને કેટરીંગના કામની લાલચ આપી ગોંડલ ચોકડી અને ત્યાંથી રિક્ષામાં આજીડેમ ચોકડી લઈ ગઈ હતી, જ્યાંથી એક યુવક પોતાના એક્ટિવા પર બંનેને માંડા ડુંગર વિસ્તારના એક મકાનમાં લઈ ગયો હતો. આ મકાનમાં સતત ચાર દિવસ સુધી પાડોશી મહિલા અને તેની બહેનપણી અલગ-અલગ પુરુષોને બોલાવીને સગીરા સાથે બળજબરીથી શારીરિક સંબંધ બંધાવતી હતી, જેના બદલામાં તેઓ તે લોકો પાસેથી નાણાં વસૂલીને સગીરાને માત્ર રૂ. 500 આપતી હતી. પાડોશી મહિલાનું ટોળકી સાથે કારસ્તાન 'દીકરી દાદીના ઘરે નથી પરંતુ તે કોઈક સાથે ક્યાક જાય છે' પીડિતાની માતા કારખાનામા મજુરી કામ કરે છે અને પિતા માર્કેટીંગ યાર્ડમાં મજુરીકામ કરે છે. દંપતીને સંતાનમા બે દીકરીઓ છે, જેમા મોટી દીકરી 12 વર્ષની અને નાની દીકરી 5 વર્ષની છે. ગત 14 સપ્ટેમ્બર 2026ના બપોરે દોઢ વાગ્યા આસપાસ માતા કામ પર હતી ત્યારે પાડોશી મહિલાનો ફોન આવ્યો હતો. 'તમારી દીકરી ક્યાં છે' તેમ પુછતા દાદીના ઘરે છે તેવુ કહેતા પાડોશીએ કહ્યું- દીકરી દાદીના ઘરે નથી પરંતુ તે કોઈક સાથે ક્યાક જાય છે. માતા-પિતાએ સગીરાની શોધખોળ કરી આ પછી પાડોશી મહિલાએ કહ્યું કે, 'તમારી દીકરીને બાજુની સોસાયટીમા રહેતા મહિલા પોતાની સાથે લઈને ક્યાંક જાય છે, તમે જલદી ઘર તરફ આવો'. જેથી માતા તરત જ કારખાનેથી નીકળી ઘર બાજુ ગઈ હતા. સગીરાને ગોંડલ ચોક નજીક ભારત પેટ્રોલપંપ ખાતે લઇ ગયાની જાણ થતા આજુબાજુમા શોધખોળ કરી તેમ છતા દીકરી ન મળતા માતા-પિતા પરત ઘરે આવી ગયા હતા. માતા ઘરના કામ કરતા હતા, તે દરમ્યાન સાંજના 6 વાગ્યા આસપાસ બાજુની સોસાયટીમા રહેતા મહિલા દીકરીને લઈને ઘરે આવ્યા હતા. પાડોશી ક્યા લઇ ગયા પૂછતાં જ સગીરા જોરજોરથી રડવા લાગી પાડોશી મહિલાને માતાએ પુછ્યુ કે, મારી દીકરીને ક્યા લઇ ગયા હતા તો તેમણે જણાવ્યું કે, હું તમારી દીકરીને કેટરીંગના કામમા લઇ જાવ છુસ તેમ કહી રોકડા રૂ.500 આપ્યા હતાં. જેથી માતાએ કેટરીંગ વાળાના નંબર માગતા તેને નંબર આપવાની ના પાડીને ઘરે જતી રહી હતી. ત્યારબાદ સગીરાના પિતા ઘરે આવ્યા અને માતાએ આ બનાવની વાત કરી હતી. બાદમાં માતા-પિતાએ દીકરીને પૂછ્યુ કે તને પાડોશી ક્યા લઇ ગયા હતા, જેથી તે જોરજોરથી રડવા લાગી હતી. આથી માતાએ દીકરીને છાની રાખી અને ડર્યા વગર જે હોઇ તે સાચુ કહેવા કહ્યું અને સગીરાએ આપવીતી જણાવી હતી. હાલ સમગ્ર મામલે આજીડેમ પોલીસે પાડોશી મહિલા અને તેની બહેનપણી વિરુદ્ધ પોક્સો સહિતની કલમ હેઠળ ગુનો નોંધી બન્નેની ધરપકડ કરી વધુ તપાસ હાથ ધરી છે.
    Click here to Read More
    Previous Article
    કેબલથી ગળું દબાવ્યું, ઈસ્ત્રીના ઘા મારી માથું ફાડી નાખ્યું:સુરતમાં 84 વર્ષીય વૃદ્ધાની હત્યાનો ભેદ ઉકેલાયો, દીકરા સાથે મકાન જોવા આવેલી મહિલાએ હત્યા કર્યાનો ઘટસ્ફોટ
    Next Article
    Houthis Release Video Of Saudi F-15 Jet Being Shot And Its Wreckage In Flames

    Related Gujarat Updates:

    Are you sure? You want to delete this comment..! Remove Cancel

    Comments (0)

      Leave a comment