Search

    Language Settings
    Select Website Language

    GDPR Compliance

    We use cookies to ensure you get the best experience on our website. By continuing to use our site, you accept our use of cookies, Privacy Policy, and Terms of Service.

    BijnorNews
    Bijnor news

    બેંગલુરુ સીઝનમાં ત્રીજી મેચ હાર્યું:ગુજરાતે 4 વિકેટથી હરાવ્યું; મેચમાં કોઈ ફિફ્ટી નહીં; ગિલે 43 રન બનાવ્યા; અરશદે 3 વિકેટ લીધી

    1 day ago

    ગુજરાત ટાઇટન્સે IPLમાં ગુરુવારે રોયલ ચેલેન્જર્સ બેંગલુરુને 4 વિકેટથી હરાવ્યું. ટીમને આ સીઝનમાં પાંચમી જીત મળી છે, જ્યારે RCB ત્રીજી મેચ હારી છે. બેંગલુરુ 12 પોઇન્ટ્સ સાથે બીજા સ્થાને છે, જ્યારે ગુજરાત 10 પોઇન્ટ્સ સાથે પાંચમા નંબર પર છે. અમદાવાદમાં ગુજરાતે ટૉસ જીતીને બોલિંગ લીધી હતી. બેંગલુરુ 19.2 ઓવરમાં 155 રન પર ઓલઆઉટ થઈ ગયું. યજમાન ટીમે 156 રનનો ટાર્ગેટ 15.5 ઓવરમાં 6 વિકેટ ગુમાવીને ચેઝ કરી લીધો. રાશિદ ખાને સુયશ શર્માના બોલ પર ચોગ્ગો ફટકારીને ટીમને જીત અપાવી. મેચમાં એક પણ ફિફ્ટી ના લાગી, ગિલ ટૉપ સ્કોરર રહ્યો આ મેચમાં કોઈ પણ બેટર ફિફ્ટી ના ફટકારી શક્યું. ગુજરાતનો કેપ્ટન શુભમન ગિલ મેચમાં ટૉપ સ્કોરર રહ્યો. તેણે 43 રન બનાવ્યા. બીજી તરફ, બેંગલુરુના દેવદત્ત પડિકલે 40 રનની ઇનિંગ રમી. અરશદ ખાને 3 વિકેટ ઝડપી ગુજરાત તરફથી અરશદ ખાને 3 વિકેટ ઝડપી હતી. જેસન હોલ્ડર અને રાશિદ ખાનને 2-2 વિકેટ મળી હતી. સિરાજ-રબાડાને એક-એક વિકેટ મળી હતી. એક બેટર રનઆઉટ થયો હતો. ભુવનેશ્વરે 3 વિકેટ ઝડપી, પર્પલ કેપ મળી બેંગલુરુ તરફથી ભુવનેશ્વર કુમારે 3 વિકેટ ઝડપી હતી. તેણે જોસ બટલર (39 રન), કેપ્ટન શુભમન ગિલ (43 રન) અને સાઈ સુદર્શન (6 રન)ને પેવેલિયન મોકલ્યા હતા. આ સાથે જ તે સીઝનના ટૉપ વિકેટ ટેકર્સની લિસ્ટમાં ટૉપ પર આવી ગયો છે. IPL-2026નું પોઇન્ટ્સ ટેબલ બન્ને ટીમની પ્લેઇંગ-11 ગુજરાત ટાઇટન્સ (GT): શુભમન ગિલ (કેપ્ટન), સાઈ સુદર્શન, જોસ બટલર (વિકેટકીપર), વોશિંગ્ટન સુંદર, જેસન હોલ્ડર, શાહરૂખ ખાન, રાશિદ ખાન, અરશદ ખાન, કાગીસો રબાડા, મોહમ્મદ સિરાજ અને માનવ સુથાર. ઇમ્પેક્ટ ઓપ્શન્સ: રાહુલ તેવતિયા. રોયલ ચેલેન્જર્સ બેંગલુરુ (RCB): વિરાટ કોહલી, જેકબ બેથેલ, દેવદત્ત પડિકલ, રજત પાટીદાર (કેપ્ટન), જિતેશ શર્મા (વિકેટકીપર), ટિમ ડેવિડ, રોમારિયો શેફર્ડ, કૃણાલ પંડ્યા, ભુવનેશ્વર કુમાર, જોશ હેઝલવુડ અને સુયશ શર્મા. ઇમ્પેક્ટ પ્લેયર: વેંકટેશ અય્યર.
    Click here to Read More
    Previous Article
    9 Punjabis deported from Australia land in Delhi; “most having criminal record,” says CM Mann
    Next Article
    Ground Report | ભર ઉનાળે દેશમાં ચોમાસું! | ચૂંટણી પૂરી થતાં જ કકળાટ શરૂ | News18 Gujarati

    Related સપોર્ટ Updates:

    Are you sure? You want to delete this comment..! Remove Cancel

    Comments (0)

      Leave a comment