Search

    Language Settings
    Select Website Language

    GDPR Compliance

    We use cookies to ensure you get the best experience on our website. By continuing to use our site, you accept our use of cookies, Privacy Policy, and Terms of Service.

    BijnorNews
    Bijnor news

    ગુજરાતમાં તડકો ત્રાસદાયક બન્યો, 4 શહેરમાં પારો 42°Cને પાર:આજે રાજકોટમાં સૌથી વધુ 43°C તાપમાન રહેશે; પવનની દિશા બદલાતા કાલથી ગરમીમાં રાહત મળશે

    2 days ago

    છેલ્લા અઠવાડિયાથી રાજ્યના મોટા શહેરોમાં તાપમાન 43 ડિગ્રી પાર પહોંચ્યું છે. ખાસ કરીને અમદાવાદ, રાજકોટ અને ઉત્તર ગુજરાતના વિસ્તારોમાં તડકો ત્રાસદાયક બન્યો હતો. બપોરના સમયે રસ્તાઓ સુમસામ જોવા મળતા હતા. ગરમીના કારણે હોસ્પિટલોમાં હીટસ્ટ્રોક અને ડિહાઇડ્રેશનના કેસોમાં પણ વધારો નોંધાયો હતો, જેથી અસહ્ય ગરમીના કારણે લોકો ત્રાહિમામ પોકારી ઉઠ્યા હતા. ગઈરોજ સૌથી વધુ અમદાવાદમાં 43°C મહત્તમ તાપમાન નોંધાયું હતુ, જે રાજ્યનું સૌથી ઊંચુ હતું. આવતીકાલથી આકરી ગરમીમાંથી રાહત મળવાની સંભાવના છે. હવામાન વિભાગની આગાહી મુજબ, 30 એપ્રિલથી અનેક જિલ્લાઓના તાપમાનમાં 2થી 3 ડિગ્રી સુધીનો ઘટાડો થવાની શક્યતા છે. દરિયાકાંઠાના વિસ્તારોમાં હજી પણ ઉકળાટ યથાવત્ રહેશે. દીવ, દમણ અને દાદરા નગર હવેલીમાં ભેજનું પ્રમાણ વધુ હોવાના કારણે લોકોને અસહ્ય ઉકળાટનો સામનો કરવો પડી શકે છે. ત્રણ દિવસ સુધી રાજ્યમાં તાપમાન 40થી 43°C સુધી રહેવાનું અનુમાન છે. આજે રાજકોટમાં સૌથી વધુ તાપમાન નોંધાવાની સંભાવના હવામાન વિભાગના પૂર્વાનુમાન મુજબ, આજે 29 એપ્રિલે રાજકોટમાં 43°C, અમદાવાદમાં 43°C, અમરેલીમાં 43°C, ગાંધીનગરમાં 42°C, વડોદરામાં 43°C, સુરતમાં 35°C, ભાવનગરમાં 39°C, ભુજમાં 39°C, દાહોદમાં 39°C, દમણમાં 37°C, ડીસામાં 41°C, દ્વારકામાં 33°C, નલિયામાં 39°C અને પોરબંદરમાં 35°C મહત્તમ તાપમાન રહેશે. પશ્ચિમ દિશા તરફથી પવન ફૂંકાતા તાપમાનમાં ફેરફાર થશે હવામાન વિભાગના ડાયરેક્ટર એ. કે. દાસે જણાવ્યું કે, આગામી 7 દિવસ સુધી વાતાવરણ સૂકું રહેવાનું છે. આગામી દિવસમાં તાપમાનમાં બેથી ત્રણ ડિગ્રીનો ઘટાડો નોંધાશે. જે બાદ કોઈ મોટો બદલવા જોવા મળશે નહીં. દક્ષિણ પશ્ચિમથી પશ્ચિમ દિશા તરફ પવન ફૂંકાઈ શકે છે. તેમજ 15થી 20 કિલોમીટર પ્રતિ કલાકની ઝડપે પવન ફૂંકાશે. છેલ્લા 24 કલાકમાં સૌથી વધુ તાપમાન 43 ડિગ્રી નોંધાયું છે. રાજકોટમાં 43.6 ડિગ્રી સૌથી વધુ તાપમાન નોંધાયું છે, જે સામાન્ય કરતા 2 ડિગ્રી વધારે નોંધાયું છે. ત્રણ દિવસ સુધી તાપમાન 43 ડિગ્રી સુધી પહોંચી રહેવાનું અનુમાન છે. પશ્ચિમ દિશા તરફથી પવન ફૂંકાતા હોવાથી તાપમાનમાં ફેરફાર થશે. અમદાવાદના હોટસ્પોટ વિસ્તારોને ચેક કરવા માટે અહીં ક્લિક કરો - https://amc.satleolabs.com/view શિક્ષણ વિભાગ એલર્ટ, 12 વાગ્યા પહેલાં બાળકોને છોડવા કહ્યું અમદાવાદ શહેર-જિલ્લા શિક્ષણાધિકારી દ્વારા શહેરની તમામ શાળાઓને બાળકોની સલામતી માટે પોતાની વિવેકબુદ્ધિથી સમયમાં ફેરફાર કરવા કહ્યું છે. તેઓએ જણાવ્યું કે, દરેક વખતે પરિપત્ર કરવો એ જરૂરી નથી, શાળાઓ પોતે નિર્ણય લઈ શકે છે. બપોરના 12 વાગ્યા પહેલાં તમામ બાળકોને છોડી દેવાઈ તેવી વ્યવસ્થા કરવી. આ સાથે જ વિદ્યાર્થીઓને ખુલ્લા મેદાનમાં બેસાડવાનું ટાળવા અને બહારની કોઈપણ પ્રકારની એક્ટિવિટીઝ ન કરાવવી. વધુમા તેમણે ગરમીના આ પ્રચંડ માહોલમાં બાળકોને ઠંડકવાળા અને સુરક્ષિત વાતાવરણમાં જ રાખવા માટે ભાર મુકાયો છે. ગુજરાતની ગરમીનો ઐતિહાસિક રેકોર્ડ ગરમીના સર્વકાલીન રેકોર્ડની વાત કરીએ, તો ગુજરાતમાં સૌથી વધુ ગરમીનો રેકોર્ડ મે, 2016માં નોંધાયો હતો, જ્યારે અમદાવાદમાં 48.0°C અને કંડલામાં 48.4°C તાપમાન નોંધાયું હતું. અત્યારે (2026) એપ્રિલ મહિનો પૂરો થવા આવ્યો છે અને મે મહિનો બાકી હોવાથી શક્યતા છે કે, આગામી દિવસોમાં આ 45.2°Cનો રેકોર્ડ પણ તૂટી શકે છે, કારણ કે મે મહિનો ગુજરાતમાં સૌથી ગરમ મહિનો માનવામાં આવે છે. આગામી 24 કલાકમાં ગુજરાતમાં હીટવેવનો ખતરો છે અને તાપમાન 45 ડિગ્રી સુધી પહોંચવાની શક્યતા છે.
    Click here to Read More
    Previous Article
    વડોદરા ગ્રામ્ય તાલુકા પંચાયતની ચૂંટણીનું પરિણામ:પહેલીવાર જુઓ વિજેતા ઉમેદવારોનું ફોટો સાથેનું લિસ્ટ
    Next Article
    Morbi Municipal Corporation elections | મોરબી પ્રથમ વખત યોજાયેલી ચૂંટણીમાં ભાજપે ભવ્ય જીત નોંધાવી

    Related Gujarat Updates:

    Are you sure? You want to delete this comment..! Remove Cancel

    Comments (0)

      Leave a comment