Search

    Language Settings
    Select Website Language

    GDPR Compliance

    We use cookies to ensure you get the best experience on our website. By continuing to use our site, you accept our use of cookies, Privacy Policy, and Terms of Service.

    BijnorNews
    Bijnor news

    રાજકોટ-અમદાવાદ સહિત 4 શહેરોમાં ગરમીનો પારો 41ને પાર:આજે ગાંધીનગર, સુરત સહિત 17 જિલ્લામાં હીટવેવની આગાહી, હજુ 3 દિવસ અંગ દઝાડતી ગરમી યથાવત રહેશે

    1 day ago

    ગુજરાતમાં ગરમીનો પારો આસમાને પહોંચતા જનજીવન પ્રભાવિત થયું છે, જેમાં રાજકોટ, અમદાવાદ, ડીસા અને કંડલા સહિતના મુખ્ય શહેરોમાં તાપમાન 41 ડિગ્રીને પાર કરી ગયું છે. હવામાન વિભાગ દ્વારા રાજ્યના 17 જિલ્લાઓમાં હીટવેવનું એલર્ટ જાહેર કરવામાં આવ્યું છે, જ્યારે આગામી 3 દિવસ સુધી કાળઝાળ ગરમીનો પ્રકોપ યથાવત રહેવાની આગાહી કરવામાં આવી છે. અમદાવાદમાં તાપમાન સામાન્ય કરતા 7 ડિગ્રી જેટલું ઊંચું નોંધાતા મ્યુનિસિપલ કોર્પોરેશન દ્વારા પણ તકેદારી રાખવાની સૂચના અપાઈ છે. જોકે, દરિયાકાંઠાના વિસ્તારોમાં તાપમાન નીચું રહેશે, પરંતુ ભેજને કારણે અસહ્ય બફારો અનુભવાશે. આગામી ત્રણ દિવસના પ્રકોપ બાદ ગરમીમાં 2થી 3 ડિગ્રીનો ઘટાડો થતા લોકોને આંશિક રાહત મળવાની શક્યતા છે. રાજકોટ અને કંડલામાં આજે સૌથી વધુ ગરમી નોંધાય તેવી શક્યતા IMD અને હવામાન વિભાગના રિપોર્ટ મુજબ, મોટાભાગના શહેરોમાં તાપમાન સામાન્ય કરતા 3 ડિગ્રી સેલ્સિયસથી 7 ડિગ્રી સેલ્સિયસ જેટલું ઊંચું નોંધાઈ શકે છે. રાજકોટ અને કંડલામાં આજે સૌથી વધુ ગરમી નોંધાઈ શકે છે, જ્યાં પારો 41.5 ડિગ્રી સેલ્સિયસને પાર કરી શકે છે. દરિયાકાંઠાના વિસ્તારો જેમ કે દ્વારકા, ઓખા અને વેરાવળમાં તાપમાન પ્રમાણમાં નીચું રહેશે, પરંતુ ભેજને કારણે બફારો અનુભવાઈ શકે છે. 17 જિલ્લામાં આજે હિટવેવને લઈ એલર્ટ અમદાવાદમાં પણ આજે કાળઝાળ ગરમીની આગાહી છે, જે સામાન્ય કરતા 7 ડિગ્રી જેટલી વધારે છે. બનાસકાંઠા, પાટણ, મહેસાણા, ગાંધીનગર, અમદાવાદ, સુરેન્દ્રનગર, મોરબી, રાજકોટ, જુનાગઢ, પોરબંદર, અમરેલી, ભાવનગર, બોટાદ, વડોદરા, ભરૂચ, સુરત અને કચ્છમાં હિટવેવને લઈને એલર્ટ આપવામાં આવ્યું છે. આ વર્ષે 45થી 46 ડિગ્રી સુધી તાપમાન નોંધાઈ શકે તેવી શક્યતા આ વર્ષે માર્ચ મહિનામાં મહત્તમ તાપમાન 43 ડિગ્રી સેલ્સિયસ સુધી પહોંચી શકે છે. જ્યારે આ સિઝનમાં મહત્તમ તાપમાન 45.5 ડિગ્રી સેલ્સિયસથી 46 ડિગ્રી સેલ્સિયસ સુધી નોંધાઈ શકે છે. જ્યારે અન્ય હવામાન નિષ્ણાત એ.ટી.દેસાઈના જણાવ્યા અનુસાર પણ આ વર્ષે માર્ચ મહિનામાં મહત્તમ તાપમાન 41થી 43 ડિગ્રી સેલ્સિયસ વચ્ચે પહોંચી શકે છે. જ્યારે સિઝનમાં મહત્તમ તાપમાન 45થી 46 ડિગ્રી સેલ્સિયસ સુધી પહોંચી શકે છે. ગુજરાતમાં આગામી 3 દિવસ ગરમીનો પ્રકોપ યથાવત રહેશે હવામાન વિભાગની આગાહી મુજબ, ગુજરાતમાં આગામી 3 દિવસ ગરમીનો પ્રકોપ યથાવત રહેશે. અમદાવાદ, રાજકોટ, અને સુરેન્દ્રનગર સહિતના શહેરોમાં તાપમાન 41થી 42 સુધી પહોંચી શકે છે. ત્યારબાદ પારો 2થી 3 ડિગ્રી નીચે જતા ગરમીમાં થોડી રાહત મળવાની શક્યતા છે. અમદાવાદમાં મહત્તમ તાપમાન 41 ડિગ્રી સેલ્સિયસને પાર ગયું છે. આગામી ત્રણ દિવસ સુધી તાપમાનમાં મોટો ફેરફાર નહીં થાય, પરંતુ ત્યારબાદ ગરમીમાં આંશિક રાહત મળી શકે છે. અમદાવાદમાં આકાશ ખુલ્લું રહેશે અને સખત તડકો રહેવાની શક્યતા છે. ગરમીને લીધે સિવિલ 1200 બેડ હોસ્પિટલ સેન્ટ્રલી એસી બનાવાશે સિવિલ હોસ્પિટલમાં આવતાં દર્દી-સગાંને ગરમીમાં તકલીફ ન પડે તે માટે 1200 બેડ હોસ્પિટલને સેન્ટ્રલી એસી બનાવવાનું આયોજન હાથ ધરાયું છે. હાલમાં વધી રહેલી ગરમીનો ધ્યાનમાં રાખીને 1200 બેડ હોસ્પિટલ અને જૂની સિવિલ હોસ્પિટલના વિવિધ વોર્ડમાં 80 કૂલર મૂકવામાં આવશે. સિવિલના સુપરિટેન્ડેન્ટ ડો. રાકેશ જોષીએ કહ્યું કે, અમે 1200 બેડ હોસ્પિટલને સેન્ટ્રલી એસી. બનાવવાનો અમારો પ્લાન છે, આ પ્લાન માટે સરકાર તરફથી મંજૂરી મળી ગઇ છે. જેથી પ્રોજેકટ પર ટુંક સમયમાં કામ શરૂ કરાશે. ટ્રોમા સેન્ટર સહિત ઓ અને ડી-3 અને ડી-5 જેવાં બ્લોકમાં એસીની સુવિધા છે. જેથી એક પછી એક વોર્ડ સહિત સમગ્ર 1200 બેડ હોસ્પિટલમાં એસીની સુવિધા ઊભી કરાશે. કેમ્પસમાં હરતી ફરતી પરબ પણ શરૂ થશે સિવિલ કેમ્પસની વિવિધ હોસ્પિટલમાં રોજ 10 હજારથી વધુ દર્દી-સગાં અવર-જવર કરે છે. ગરમીમાં તેમને સ્થળ પર પાણીની સુવિધા મળે તે માટે ઇ-રિક્ષા દ્વારા સવારે 9થી 6 દરમિયાન પાણીની પરબ શરૂ કરવામાં આવશે. આ 4 કારણોસર ગરમીમાં વધારો થયો
    Click here to Read More
    Previous Article
    ‘દરેક ઘરમાં ચૂલો સળગે એ સરકારની પ્રાયોરિટી’:કોમર્શિયલ સિલિન્ડર પણ મળતો રહેશે, ફર્ટિલાઇઝર-દૂધ માટે 40% કાપ; મિડલ ઇસ્ટમાં તણાવ વચ્ચે ઊર્જા મંત્રીની હૈયાધારણા
    Next Article
    યુદ્ધ જેવો હવાઈ ડ્રોન હુમલો થતા અફરાતફરી:અદાણી હજીરા પોર્ટ ઉપર લિક્વિડ જેટી અને લિક્વિડ ટર્મિનલ પર 'ડ્રોન હુમલા', બોટ દ્વારા પાણીનો મારો ચલાવ્યો, સુરક્ષા સજ્જતા ચકાસવા મોકડ્રીલ

    Related Gujarat Updates:

    Are you sure? You want to delete this comment..! Remove Cancel

    Comments (0)

      Leave a comment