Search

    Language Settings
    Select Website Language

    GDPR Compliance

    We use cookies to ensure you get the best experience on our website. By continuing to use our site, you accept our use of cookies, Privacy Policy, and Terms of Service.

    BijnorNews
    Bijnor news

    નો નંબર પ્લેટ નો ઇંધણની કડક અમલવારી:રાજકોટના પેટ્રોલપમ્પ ઉપર નંબર પ્લેટવગરના વાહનોમાં ઇંધણ પુરી આપનાર 4 ફિલરમેન, 4 વાહનચાલક અને એક સંચાલક સામે ફરિયાદ દાખલ

    6 घंटे पहले

    રાજકોટ શહેર પોલીસ કમિશનર દ્વારા નો નંબર પ્લેટ નો ઇંધણ અંગે જાહેરનામું પ્રસિદ્ધ કરવામાં આવ્યું હતું જે જાહેરનામાની કડક અમલવારી ફરી એક વખત શરૂ કરાવવા સૂચના આપવામાં આવી હતી જે અંતર્ગત શહેરના અલગ અલગ પેટ્રોલપંપ ઉપર ફરજ બજાવતા 4 ફિલરમેન, 4 વાહનચાલક અને એક સંચાલક વિરુધ્ધ નંબર પ્લેટ વગરના વાહનોમાં પેટ્રોલ પુરી આપવા બદલ જાહેરનામા ભંગ બદલ ફરિયાદ નોંધી કાયદેસરની કાર્યવાહી હાથ ધરવામાં આવી છે. ગાંધીગ્રામ પોલીસે ફિલરમેન અને વાહનચાલક સામે ફરિયાદ નોંધી રાજકોટ શહેર ગાંધીગ્રામ પોલીસ દ્વારા શીતલ પાર્ક ચોક પાસે આવેલ ન્યારાના પેટ્રોલ પંપ ખાતે નંબર પ્લેટ વગર બાઈક લઇ એક વ્યક્તિ રૂ.100નું પેટ્રોલ પુરાવવા માટે આવેલ જેને ફિલરમેન અલ્તાફ શેખ સિપાઈએ પેટ્રોલ પુરી આપ્યું હતું જેથી ફિલરમેન વિરુધ્ધ BNS કલમ 223 મુજબ અને પેટ્રોલ પૂરાવનાર મોરબીના નિશિત મહેતા નામના યુવાન સામે એમ.વી.એક્ટની કલમ 207 મુજબ ગુનો નોંધી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે. બીજા બનાવમાં યુનિવર્સીટી પોલીસ દ્વારા કાલાવડ રોડ પર આત્મીય કોલેજ સામે ઇન્ડિયન ઓઇલ પેટ્રોલ પંપ ખાતે પાછળની સાઈડમાં નંબર પ્લેટ વગર એક્સેસ વાહન લઇ એક વ્યક્તિ રૂ.100નું પેટ્રોલ પુરાવવા માટે આવેલ જેને ફિલરમેન નરેશભાઈ શીલુ દ્વારા પેટ્રોલ પુરી આપ્યું હતું જેથી ફિલરમેન અને વાહન ચાલક ઉદય ગોસ્વામી વિરુદ્ધ BNS કલમ 223 મુજબ ગુનો નોંધી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે. આજીડેમ પોલીસ દ્વારા આજીડેમ ચોક નજીક ભાવનગર રોડ પર આવેલા એચ.પી. ના પેટ્રોલપંપ ખાતે એક બાઈક ચાલક નંબર પ્લેટ વગર એક વ્યક્તિ પેટ્રોલ પુરાવવા માટે આવેલ જેને ફિલરમેન ભરતપ્રસાદ મિશ્રા દ્વારા પેટ્રોલ પુરી આપ્યું હતું જેથી ફિલરમેન વિરુદ્ધ BNS કલમ 223 મુજબ ગુનો નોંધી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે. જયારે સ્વાતિ પાર્ક મેઈન રોડ પર કોઠારીયા રિંગરોડ પર કૃષ્ણરાજ પેટ્રોલિયમ ખાતે પાછળની સાઈડમાં નંબર પ્લેટ વગર બાઈક ચાલક પેટ્રોલ પુરાવવા માટે આવેલ જેને ફિલરમેન બિપીનભાઈ બોરીસાગર દ્વારા પેટ્રોલ પુરી આપ્યું હતું જેથી ફિલરમેન અને વાહન ચાલક વિપુલ સોરઠીયા વિરુદ્ધ BNS કલમ 223 મુજબ ગુનો નોંધી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે. આ તરફ માલવિયાનગર પોલીસે પણ નાના મવા ચોક ખાતે એચ.પી.ના પેટ્રોલપંપ ખાતે એક બાઈક ચાલક નંબર પ્લેટ વગર એક નંબર પ્લેટ વગર બાઈક લઇ એક વ્યક્તિ પેટ્રોલ પુરાવવા માટે આવેલ જેને ફિલરમેન દ્વારા પેટ્રોલ પુરી આપ્યું હતું જેથી પેટ્રોલ પંપના સંચાલક વિવેક ચૌધરી અને વાહન ચાલક કાનો સાઢમીયા વિરુદ્ધ BNS કલમ 223 મુજબ ગુનો નોંધી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે. ઉલ્લેખનીય છે કે ગુજરાતમાં એક માત્ર રાજકોટ શહેર પોલીસ કમિશનર દ્વારા નંબર પ્લેટ વગરના વાહનો સામે કડક અમલવારી માટે નો નંબર પ્લેટ નો ઇંધણ અંગે ખાસ જાહેરનામું પ્રસિદ્ધ કરવામાં આવ્યું છે. જો કોઈ પેટ્રોલપંપ સંચાલક જાહેરનામાનો અમલ નહિ કરે તો તેમના વિરુદ્ધ કાયદેસરની કાર્યવાહી હાથ ધરવામાં આવશે. હાલ પોલીસ દ્વારા રેન્ડમલી તેમજ સીસીટીવી ફૂટેજનું બેકપ ચેક કરી અને જાહેરનામાની કડક અમલવારી ફરીથી શરૂ કરવામાં આવી છે.
    Click here to Read More
    Previous Article
    મનપામાં એક જ કામ માટે બે અલગ-અલગ લાયકાત !:રાજકોટમાં CNG બસમાં કંડકટર માટે 12 પાસ જરૂરી, ઇલેક્ટ્રિક બસમાં 8 પાસ ચાલે છે, નવી ભરતી નહીં થતા 180 કંડક્ટરો ઓવરટાઈમ કરવા મજબૂર
    Next Article
    Gatherings Banned In Madurai As Court Allows Deepam On Hill At Centre Of Row

    Related Gujarat Updates:

    Are you sure? You want to delete this comment..! Remove Cancel

    Comments (0)

      Leave a comment