Search

    Language Settings
    Select Website Language

    GDPR Compliance

    We use cookies to ensure you get the best experience on our website. By continuing to use our site, you accept our use of cookies, Privacy Policy, and Terms of Service.

    BijnorNews
    Bijnor news

    સૌરાષ્ટ્ર સામે જમશેદ આલમે 4 બોલમાં 4 વિકેટ ઝડપી:આવું કરનાર ત્રીજો ભારતીય; મુશ્તાક અલી ટ્રોફીમાં રેલવેએ સૌરાષ્ટ્રને હરાવ્યું

    15 घंटे पहले

    રેલવેના 23 વર્ષીય ઝડપી બોલર જમશેદ આલમે T20 ડેબ્યૂને યાદગાર બનાવી દીધો. તેણે સૈયદ મુશ્તાક અલી ટ્રોફીમાં સૌરાષ્ટ્ર સામે સતત 4 બોલમાં 4 વિકેટ ઝડપી. T20 ક્રિકેટમાં આવું કરનાર તે ત્રીજો ભારતીય બોલર બની ગયો છે. તેના પહેલાં અભિમન્યુ મિથુને નવેમ્બર 2019માં અને દર્શન નલકંડેએ 2021માં આ સિદ્ધિ મેળવી હતી. ઇન્દોરમાં રમાયેલી મેચમાં રેલવેએ પ્રથમ બેટિંગ કરતાં 20 ઓવરમાં 5 વિકેટે 182 રન બનાવ્યા. જવાબમાં સૌરાષ્ટ્રની ટીમ 8 વિકેટે 153 રન જ બનાવી શકી. રેલવેએ આ મેચ 29 રનથી જીતી. જમશેદને પ્લેયર ઑફ ધ મેચ પસંદ કર્યો. જમશેદે T20ના 2 વધુ મોટા રેકોર્ડ બનાવ્યા વિદર્ભે ગુજરાતને 5 વિકેટે હરાવ્યું વરસાદને કારણે ગુજરાત-વિદર્ભ મેચ 13 ઓવરની થઈ. ગુજરાતે 7 વિકેટે 128 રન બનાવ્યા. આર્ય દેસાઈએ 41 અને ઉર્વિલ પટેલે 35 રન બનાવ્યા. બંનેએ પ્રથમ વિકેટ માટે 54 રન જોડ્યા, જ્યારે ખીલન પટેલે 26 રન બનાવ્યા. વિદર્ભ તરફથી પાર્થ રેખડેએ 2 ઓવરમાં 15 રન આપીને 3 વિકેટ ઝડપી. યશ ઠાકુર અને યશ કદમને 2-2 વિકેટ મળી. વિદર્ભે 5 વિકેટ ગુમાવીને લક્ષ્યાંક હાંસલ કરી લીધો. હિમાચલે ત્રિપુરાને 32 રને હરાવ્યું, કેપ્ટન પુખરાજની અડધી સદી હિમાચલે પહેલા બેટિંગ કરતાં 183 રન બનાવ્યા. કેપ્ટન પુખરાજ મન્ને 31 બોલમાં 61 રન બનાવ્યા. એકાંત સેને 33, આયુષ જમવાલે 25 અને વૈભવ શર્માએ 24 રન બનાવ્યા. ત્રિપુરા તરફથી મણિસંકર મુરસિંહે 4 અને સૌરભ દાસે 3 વિકેટ લીધી. ત્રિપુરા ટાર્ગેટ ચેઝ કરી શક્યું નહીં અને હિમાચલે 32 રનથી મેચ જીતી લીધી. જિતેશની અડધી સદીથી બરોડાએ બંગાળને હરાવ્યું અભિમન્યુ ઈશ્વરનની 46 બોલમાં 78 રનની ઇનિંગ્સના આધારે બંગાળે 172 રન બનાવ્યા. બરોડા તરફથી કૃણાલ પંડ્યા અને સફવાન પટેલે 2-2 વિકેટ લીધી. જવાબમાં શાશ્વત રાવતે 35 બોલમાં 51 રન બનાવ્યા. ત્યાર બાદ જિતેશ શર્માએ 29 બોલમાં 54 રનની ઇનિંગ્સ રમીને ટીમને જીત અપાવી. પંજાબના સમદે 27 બોલમાં 64 રન બનાવ્યા જમ્મુ-કાશ્મીરે પંજાબ સામે 195 રનનું લક્ષ્ય હાંસલ કર્યું. અબ્દુલ સમદે 27 બોલમાં અણનમ 64 રન બનાવ્યા. તેણે પોતાની ઇનિંગ્સમાં 7 છગ્ગા ફટકાર્યા. સાતમા ક્રમે ઉતરેલા મુઝફ્ફર લોને પણ પેનલ્ટીમેટ બોલ પર છગ્ગો ફટકારીને ટીમની જીતમાં યોગદાન આપ્યું. ઓપનર કમરાન ઇકબાલે પણ અડધી સદી ફટકારીને મજબૂત શરૂઆત અપાવી. પંજાબ તરફથી વિહાન મલ્હોત્રાએ 59 બોલમાં 85 રન બનાવ્યા, જ્યારે રમણદીપ સિંહે અડધી સદી ફટકારી. મુશ્તાક અલી ટ્રોફીમાં રમાયેલી અન્ય મેચ પ્લેટ ગ્રુપની ત્રણેય મેચ વરસાદને કારણે રદ નાગાલેન્ડના સોવિમામાં પ્લેટ ગ્રુપની ત્રણેય મેચ વરસાદને કારણે રદ થઈ ગઈ. અરુણાચલ પ્રદેશ વિરુદ્ધ નાગાલેન્ડ, સિક્કિમ વિરુદ્ધ મેઘાલય અને સર્વિસિસ વિરુદ્ધ મેઘાલયની મેચ રમાઈ શકી નહીં.
    Click here to Read More
    Previous Article
    What Trump 'Predicted' On Iran, Stocks And Oil Before US Midterms
    Next Article
    મોર્નિંગ ન્યૂઝ બ્રીફ:સોનામાં 72 હજારનો કડાકો, હજું કેટલું સસ્તું થશે? વાપીમાં PIએ આરોપીના પગમાં ગોળી ધરબી દીધી, ઇઝરાયલમાં આઇઝનકોટનું નેતન્યાહૂની પાર્ટીને તેડું

    Related સપોર્ટ Updates:

    Are you sure? You want to delete this comment..! Remove Cancel

    Comments (0)

      Leave a comment