Search

    Language Settings
    Select Website Language

    GDPR Compliance

    We use cookies to ensure you get the best experience on our website. By continuing to use our site, you accept our use of cookies, Privacy Policy, and Terms of Service.

    BijnorNews
    Bijnor news

    સતત 4 જીત બાદ હારી રાજસ્થાન:હૈદરાબાદ તરફથી ડેબ્યુ પર સાકિબ અને પ્રફુલ્લે 4-4 વિકેટ ઝડપી; ઈશાન કિશને 91 રન બનાવ્યા

    2 weeks ago

    IPLની 19મી સીઝનમાં રાજસ્થાન રોયલ્સને પહેલી હાર મળી. રાજીવ ગાંધી સ્ટેડિયમમાં ટીમને સનરાઈઝર્સ હૈદરાબાદે 57 રનથી હરાવી. SRH તરફથી ટુર્નામેન્ટ ડેબ્યુ કરવા ઉતરેલા પેસર પ્રફુલ્લ હિંગે અને સાકિબ હુસૈને 4-4 વિકેટ ઝડપી. તો કેપ્ટન ઈશાન કિશને 91 રનની ઇનિંગ રમી. સોમવારે RRએ ટૉસ જીતીને SRHને બેટિંગમાં ઉતાર્યું. ટીમે 6 વિકેટ ગુમાવીને 216 રન બનાવ્યા. ઈશાન કિશને 91 અને હેનરિક ક્લાસને 40 રન બનાવ્યા. RR તરફથી જોફ્રા આર્ચરે 2 વિકેટ લીધી. મહેમાન ટીમ 19 ઓવરમાં 159 રન બનાવીને સમેટાઈ ગઈ. ડોનોવન ફરેરાએ 69 અને રવીન્દ્ર જાડેજાએ 45 રન બનાવીને સેન્ચુરી પાર્ટનરશીપ કરી. SRH માટે ઈશાન મલિંગાએ પણ 2 વિકેટ લીધી. હૈદરાબાદને RCB, PBKS અને LSG સામે હાર મળી હતી. ટીમે KKR બાદ હવે RRને હરાવ્યું. બીજી તરફ રાજસ્થાને RCB, MI, GT અને CSKને હરાવ્યા હતા, પરંતુ તેમને હવે હાર મળી ગઈ. જોકે, ટીમ અત્યારે પણ પોઇન્ટ્સ ટેબલમાં ટૉપ પર છે. બન્ને ટીમની પ્લેઇંગ-11 સનરાઈઝર્સ હૈદરાબાદ (SRH): ટ્રેવિસ હેડ, અભિષેક શર્મા, ઈશાન કિશન (કેપ્ટન, વિકેટકીપર), હેનરિક ક્લાસેન, સલિલ અરોરા, અનિકેત વર્મા, નીતિશ કુમાર રેડ્ડી, હર્ષ દુબે, શિવાંગ કુમાર, ઈશાન મલિંગા અને પ્રફુલ હિંગે. ઇમ્પેક્ટ પ્લેયર: સાકિબ હુસૈન રાજસ્થાન રોયલ્સ (RR): યશસ્વી જયસ્વાલ, ધ્રુવ જુરેલ (વિકેટકીપર), રિયાન પરાગ (કેપ્ટન), લુઆન ડેર પ્રિટોરિયસ, ડોનોવન ફરેરા, રવીન્દ્ર જાડેજા, જોફ્રા આર્ચર, નાન્દ્રે બર્ગર, સંદીપ શર્મા, રવિ બિશ્નોઈ અને તુષાર દેશપાંડે. ઇમ્પેક્ટ પ્લેયર: વૈભવ સૂર્યવંશી.
    Click here to Read More
    Previous Article
    IPL 2026, SRH vs RR Live Cricket Score: Debutants Praful Hinge, Sakib Hussain inspire Sunrisers Hyderabad to 57-run victory over Rajasthan Royals
    Next Article
    વીડિયો ઉતારવા બાબતે અરજદાર અને કર્મચારીઓ વચ્ચે મારામારી બાદ ફરિયાદ:અરજદારનો કર્મચારીઓ પર હુમલાનો આરોપ તો સામે કર્મચારીઓના હડતાળના હથિયાર વચ્ચે કમિશનરની મધ્યસ્થી બાદ અંતે નોંધાઈ પોલીસ ફરિયાદ

    Related સપોર્ટ Updates:

    Are you sure? You want to delete this comment..! Remove Cancel

    Comments (0)

      Leave a comment