Search

    Language Settings
    Select Website Language

    GDPR Compliance

    We use cookies to ensure you get the best experience on our website. By continuing to use our site, you accept our use of cookies, Privacy Policy, and Terms of Service.

    BijnorNews
    Bijnor news

    સુરતમાં બે પરિણીતાની આત્મહત્યા, 4 મહિનાની સગર્ભાએ ફાંસો ખાધો:માતાએ રડતાં રડતાં કહ્યું- 4 વર્ષથી સાસરિયાંમાં હેરાન કરતા; પતિ મોડો ઘરે આવતાં શંકા રાખી પત્નીએ જીવન ટૂંકાવ્યું

    10 hours ago

    સુરતમાં આપઘાતના બે અલગ-અલગ બનાવો સામે આવ્યા છે. પલસાણામાં ગર્ભવતી પરિણીતા સપના નિકમે સાસરિયાંના શારીરિક-માનસિક ત્રાસથી કંટાળીને જીવન ટૂંકાવ્યું હોવાના આક્ષેપ પરિવારે કર્યા છે. જ્યારે બીજી તરફ પાંડેસરામાં પતિ મોડો ઘરે આવતો હોવાની શંકાને કારણે થયેલા ઝઘડા બાદ પત્નીએ ફાંસો ખાધો હતો. બંને ઘટનાઓમાં પોલીસે અકસ્માત મોતનો ગુનો નોંધી તપાસ શરૂ કરી છે. 'મમ્મી, આ લોકો મને ત્રાસ આપે છે' મૃતક સપનાના માતા રંજનાબેને કહ્યું હતું કે, મારી દીકરીએ સવારે 8 વાગ્યે ફોન કરીને કહ્યું હતું કે 'મમ્મી, આ લોકો મને ત્રાસ આપે છે'. હું તે વખતે અમદાવાદ હતી એટલે મેં તેને પોલીસને જાણ કરવા કહ્યું હતું. પરંતુ બપોરે 2 વાગ્યે તેના દિયરનો ફોન આવ્યો કે સપનાએ આપઘાત કરી લીધો છે. 'અમે ત્યાં પહોંચ્યા તે પહેલાં જ તેમણે લાશ નીચે ઉતારી એમ્બ્યુલન્સ બોલાવી લીધી હતી. છેલ્લા 4 વર્ષથી આ લોકો તેને હેરાન કરતા હતા. તે 4 મહિનાની ગર્ભવતી હતી, તે આવું પગલું ન ભરી શકે. આ તમામ સાસરિયાંઓનું જ કારસ્તાન છે અને અમને આ મામલે યોગ્ય ન્યાય તથા તમામ દોષિતોને કડક સજા થવી જોઈએ.' પ્રથમ બનાવ પલસાણામાં 4 મહિનાની ગર્ભવતી પરિણીતાનો આપઘાત પલસાણાના કણાવ ગામમાં રહેતી 23 વર્ષીય સપના નીલેશ નિકમે પોતાના ઘરે ગળે ફાંસો ખાઈ આપઘાત કરી લીધો હતો. સપનાના લગ્ન ચાર વર્ષ અગાઉ નીલેશ સાથે થયા હતા અને તેમને બેથી ત્રણ વર્ષની એક પુત્રી પણ છે. એટલું જ નહીં, સપના 4 મહિનાની ગર્ભવતી પણ હતી. પતિ દારૂ પીને મારઝૂડ કરી શંકા રાખતો આ કરુણ ઘટના બાદ પિયર પક્ષમાં શોકનો માહોલ છવાઈ ગયો છે. પરિણીતાના માતા-પિતાએ પતિ, સાસુ અને સસરા પર અસહ્ય ત્રાસ આપવાનો ગંભીર આરોપ મૂક્યો છે. આક્ષેપ છે કે પતિ અવારનવાર દારૂ પીને આવતો અને મારઝૂડ કરી શંકા કરતો હતો. પલસાણા પોલીસે મૃતદેહને પોસ્ટમોર્ટમ માટે સુરત સિવિલ હોસ્પિટલ મોકલી સાસરિયાં સામે ફરિયાદ નોંધવા તજવીજ હાથ ધરી છે. બીજો બનાવ પાંડેસરામાં પતિ મોડો આવતાં શંકા રાખી પત્નીએ ગળે ફાંસો ખાધો સુરતના પાંડેસરામાં રહેતી 31 વર્ષીય કિરણ જયસ્વાલે ઘરમાં પંખા સાથે ફાંસો લગાવી આત્મહત્યા કરી લીધી છે. મૂળ ઉત્તર પ્રદેશનો આ પરિવાર સુરતમાં રહી મજૂરીકામ કરે છે. કિરણના પતિ રિંકુ જયસ્વાલ રોજ કામ પરથી મોડો આવતો હોવાથી કિરણને તેના પર શંકાઓ થતી હતી. આ બાબતને લઈને ગત(18 સપ્ટેમ્બર) રાત્રે પણ બંને વચ્ચે બોલાચાલી થઈ હતી. ત્યારબાદ સૌ જમીને સૂઈ ગયા હતા. રાત્રિ દરમિયાન કિરણે આ અંતિમ પગલું ભરી લીધું હતું. બનાવની જાણ થતાં પાંડેસરા પોલીસે સ્થળ પર પહોંચીને અકસ્માત મોતનો ગુનો નોંધી આગળની કાર્યવાહી શરૂ કરી છે. બે સંતાનોએ માતા ગુમાવી મૃતકના સંબંધી રામરતન જયસ્વાલે કહ્યું કે, મારો ભાઈ રિંકુ જયસ્વાલ અને તેની પત્ની કિરણ વચ્ચે રાત્રે સામાન્ય બોલાચાલી થઈ હતી. રિંકુ રોજ કામ પરથી થોડો મોડો આવતો હોવાથી કિરણ શંકા રાખી ઝઘડો કરતી હતી. રાત્રે જમીને બધા શાંતિથી સૂઈ ગયા હતા. આ પણ વાંચો 'મમ્મી બહુ તકલીફમાં છું, મન કરે છે સુસાઈડ કરી લઉં'- ભાજપ નેતાની પુત્રવધૂનો આપઘાત 25 ઓગસ્ટ સુરત જિલ્લાના કડોદરા ખાતે ભાજપનાં પૂર્વ નગરપાલિકા ઉપપ્રમુખ શશી સિંઘની પુત્રવધૂ નિધિ રાજપૂતે આંતરવસ્ત્રોમાં સુસાઇડ નોટ છૂપાવી આપઘાત કરી લીધો હતો. નિધિએ આપઘાત પહેલાં માત્ર 10 મિનિટ તેના સાસુ સાથે છેલ્લી વાતચીત કરી હતી, જેની ઓડિયો ક્લિપ સામે આવી છે. સમગ્ર મામલે નિધિના ફોરેન્સિક પોસ્ટમોર્ટમ બાદ અંતિમ વિધિ પૂર્ણ કરવામાં આવી હતી. બીજી તરફ પોલીસે આરોપી પતિ સૌરભસિંહની અટકાયત કરી. (વાંચો સંપૂર્ણ સમાચાર) આ પણ વાંચો: આપઘાત સમયે શું મનઃસ્થિતિ હશે?
    Click here to Read More
    Previous Article
    નંદીગ્રામ બાદ રેજીનગરમાં પણ મમતા બેનર્જીને ઝટકો:TMC ઉમેદવારે નામ પાછું ખેંચ્યું; બંને પેટાચૂંટણીવાળી બેઠકો પરથી ઉમેદવારો હટી ગયા
    Next Article
    રાજકોટની મારવાડી યુનિવર્સિટીની વિદ્યાર્થિનીનો આપઘાત:આંધ્રપ્રદેશની 19 વર્ષીય યુવતીએ ગર્લ્સ હોસ્ટેલના 10માં માળેથી ઝંપલાવ્યું

    Related Gujarat Updates:

    Are you sure? You want to delete this comment..! Remove Cancel

    Comments (0)

      Leave a comment