Search

    Language Settings
    Select Website Language

    GDPR Compliance

    We use cookies to ensure you get the best experience on our website. By continuing to use our site, you accept our use of cookies, Privacy Policy, and Terms of Service.

    BijnorNews
    Bijnor news

    અધેવાડા ગામ પાસેના મંદિર સામે જુગાર રમતાં 4 શખ્સ ઝડપાયા:રૂ.3830 રોકડ સહિતનો મુદ્દામાલ જપ્ત, પોલીસે દરોડો પાડીને રંગેહાથ દબોચ્યા

    7 hours ago

    ભાવનગરના અધેવાડા વિસ્તારમાં આવેલા રામાપીરના મંદિર સામે જાહેરમાં તીનપત્તીનો જુગાર રમી રહેલા ચાર શખ્સોને ભરતનગર પોલીસે ઝડપી પાડ્યા છે. પેટ્રોલિંગ દરમિયાન મળેલી ખાનગી બાતમીના આધારે પોલીસે દરોડો પાડીને આ કાર્યવાહી કરી હતી. પોલીસે ઘટનાસ્થળેથી ગંજીપાના અને રૂ. 3,830ની રોકડ સહિતનો મુદ્દામાલ કબજે કર્યો છે. મંદિર સામે જુગાર રમતાં ચાર ઝડપાયા ભરતનગર પોલીસ સ્ટેશનનો સ્ટાફ વિસ્તારમાં પેટ્રોલિંગ કરી રહ્યો હતો તે દરમિયાન અધેવાડા ગામમાં કેટલાક શખ્સો જુગાર રમતા હોવાની ચોક્કસ માહિતી મળી હતી. બાતમીના આધારે પોલીસે તાત્કાલિક રેઈડ કરીને સ્થળ પરથી પરેશ મેહુલભાઈ ચારોલીયા, પોપટ ધીમાભાઈ પરમાર, અશોક તખુભાઈ પરમાર અને અજય શાંતિભાઈ પરમાર (તમામ રહે. અધેવાડા ગામ)ને રંગેહાથ ઝડપી લીધા હતા. રૂ.3830 રોકડ સહિતનો મુદ્દામાલ જપ્ત કરાયો પોલીસે જુગારના પટમાં પડેલા સાહિત્ય અને 3,830 રોકડ રકમ જપ્ત કરી ચારેય આરોપીઓની ધરપકડ કરી છે. આ તમામ શખ્સો વિરુદ્ધ ભરતનગર પોલીસ સ્ટેશનમાં જુગારધારા એક્ટ-12 મુજબ ગુનો દાખલ કરીને આગળની કાયદેસરની કાર્યવાહી હાથ ધરવામાં આવી છે.
    Click here to Read More
    Previous Article
    જાહેર જગ્યામાં જુગાર રમતા ચાર ઝડપાયા:અધેવાડા ગામ પાસે આવેલ મંદિર સામે જુગાર રમતાં ચાર શખ્સો ઝડપાયા
    Next Article
    U19 Asia Cup LIVE: 9-Down India Steal Miracle Win On Final Ball, Beat Pak To Win Title

    Related Gujarat Updates:

    Are you sure? You want to delete this comment..! Remove Cancel

    Comments (0)

      Leave a comment