Search

    Language Settings
    Select Website Language

    GDPR Compliance

    We use cookies to ensure you get the best experience on our website. By continuing to use our site, you accept our use of cookies, Privacy Policy, and Terms of Service.

    BijnorNews
    Bijnor news

    ઘરફોડ ચોરીના 4 ગુનાનો ભેદ ઉકેલાયો:ચોરીના સોના-ચાંદીના દાગીના સહિત 3.42 લાખનો મુદામાલ જપ્ત, ધ્રોલ પંથકના ભાઈ-બહેન ઝડપાયા

    8 hours ago

    ભાવનગર લોકલ ક્રાઇમ બ્રાન્ચ (LCB) ની ટીમ પેટ્રોલિંગમાં હતી ત્યારે બાતમી મળી હતી કે, બોરતળાવની પાળી પાસે પમ્પિંગ સ્ટેશનના પગથિયે એક મહિલા અને પુરુષ શંકાસ્પદ હાલતમાં બેઠા છે. પોલીસે ત્યાં તપાસ કરતા જામનગરના ધ્રોલ પંથકના રમાબેન ઉર્ફે રામીબેન વાઘેલા (ઉ.વ. 41) અને સંજય ઉર્ફે મેહુલ વાઘેલા (ઉ.વ. 25) મળી આવ્યા હતા. તેમની તલાશી લેતા તેમની પાસેથી ₹37,500 રોકડા, સોનાનો ચેઈન, પેન્ડલ, ચાંદીની કડલી અને સિક્કા સહિત કુલ ₹3,42,300નો મુદ્દામાલ મળી આવ્યો હતો. આ મિલકત અંગે તેઓ કોઈ સંતોષકારક ખુલાસો ન કરી શકતા પોલીસે તેમની ધરપકડ કરી હતી. ભાવનગરમાં ચાર સ્થળેથી ચોરી કર્યાંની કબૂલાત પોલીસ પૂછપરછ દરમિયાન આ માસીયાઈ ભાઈ-બહેને કબૂલ્યું હતું કે તેઓ તેમના પરિવારના અન્ય સભ્યો (માતા, ભાભી, બહેન અને માસી) સાથે મળીને ભાવનગરના વિવિધ વિસ્તારોમાં ચોરી કરતા હતા.કાળિયાબીડ વિસ્તારમાં અઢી વર્ષ પહેલા પાણીની ટાંકી પાસેની સોસાયટીમાંથી સોના-ચાંદીના દાગીના અને રોકડની ચોરી કરી હોવાની કબૂલાત કરી હતી. એ સાથે જ રિંગ રોડ પર અઢી વર્ષ પહેલા ઘોઘા રોડથી એરપોર્ટ તરફના રિંગ રોડ પર આવેલી સોસાયટીમાં ઘરફોડ ચોરી કરી હતી. આખલોલ જકાતનાકામાં 9 મહિના પહેલા ટોયોટા શો-રૂમ પાછળ આવેલી સોસાયટીના મકાનમાંથી અને આશરે એક મહિના પહેલા જ્વેલ્સ સર્કલ પાસે આવેલી સોસાયટીમાં ચોરી કરી હોવાની કબૂલાત કરી હતી. ભીખ માંગવાના બહાને રેકી કરતા આ ગેંગની કામ કરવાની પદ્ધતિ ખૂબ જ ચાલાકીભરી હતી. તેઓ ભીખ માંગવાના બહાને રહેણાંક સોસાયટીઓમાં આંટા મારતા અને બંધ મકાનોની રેકી કરતા હતા. તક મળતા જ તેઓ તાળા તોડી ઘરમાં પ્રવેશતા. પોલીસને ગેરમાર્ગે દોરવા માટે તેઓ એક ખાસ યુક્તિ અજમાવતા હતા—ચોરી કર્યા બાદ ઘટનાસ્થળે પુરુષના ચંપલ મૂકીને જતા રહેતા હતા, જેથી તપાસ દરમિયાન કોઈ પુરુષ ચોર હોવાની શંકા જાય. હાલમાં LCBએ આ બંને આરોપીઓ વિરુદ્ધ કાયદેસરની કાર્યવાહી કરી વધુ તપાસ માટે તેમને બોરતળાવ પોલીસ સ્ટેશનમાં સોંપ્યા છે.
    Click here to Read More
    Previous Article
    Ahead of crucial May 8 meet, Venu Srinivasan, Vijay Singh voted out of Tata Education Trust
    Next Article
    "Improved Me Quite A Bit": Giorgia Meloni Calls Out Viral Fake Lingerie Photo

    Related Gujarat Updates:

    Are you sure? You want to delete this comment..! Remove Cancel

    Comments (0)

      Leave a comment