Search

    Language Settings
    Select Website Language

    GDPR Compliance

    We use cookies to ensure you get the best experience on our website. By continuing to use our site, you accept our use of cookies, Privacy Policy, and Terms of Service.

    BijnorNews
    Bijnor news

    ભાજપની હારથી મચ્યો ખળભળાટ:હિંમતનગર વોર્ડ નં- 4માં બે બૂથમાં પડેલ 300થી વધુ સીંગલ વોટથી ભાજપના 3 ઉમેદવારની હાર

    2 days ago

    હિંમતનગર શહેરના વોર્ડ નં-4 માં ત્રણ બેઠકો પર ભાજપના ત્રણ ઉમેદવારની હાર થતા ખળભળાટ મચી ગયો છે. ભાજપના જ વ્યક્તિઓએ આ ત્રણને હોંશીયામાં ધકેલ્યાનુ પ્રસ્થાપિત થઈ રહ્યુ છે એક બૂથમાં પડેલા 736 મત જો આખી પેનલને મળ્યા હોત તો 2944 મત ચાર ઉમેદવારોને મળવા જોઈતા હતા તેની સામે ચાર ઉમેદવારને કુલ 2314 મત મળ્યા છે મતલબ, ત્રણ ઉમેદવારને કુલ 630 મત ઓછા પડ્યા છે જેનો સીધો મતલબએ થાય છે કે દરેક ઉમેદવારને સરેરાશ 200 મત ઓછા મળ્યા છે જે હારનુ કારણ બન્યા છે. વર્ષ 2015 માં પણ આ વોર્ડમાં આ પોકેટમાં જ સીંગલ વોટીંગ થયુ હતુ વર્ષ 2026માં ભાજપ જે એકમાત્ર ઉમેદવારની જીત થઈ છે તેજ ઉમેદવારની વર્ષ 2015 માં જીત થઈ હતી. હિંમતનગર પાલિકામાં વોર્ડ સીમાંકન જાહેર થયા બાદ ચાલુ કાઉન્સીલરે વાંધો ઉઠાવી 400 થી વધુ મતના બે પોકેટને મૂળ સ્થિતિમાં મૂકાવ્યા હતા તે કાઉન્સીલરને ભાજપે ટિકિટ જ આપી ન હતી ! આ શક્ય બન્યુ ન હોત તો વોર્ડ નં-4 માં ચારેય બેઠક ગુમાવી હોત એ પણ એટલું જ વાસ્તવિક છે. શહેરના વોર્ડ નં-3 ને બાદ કરતા બાકીના 10 વોર્ડમાં એક માત્ર વોર્ડ નં-4 ભારે રસાકસી હતી કારણ ભાજપ- કોંગ્રેસ સમર્થિત સમીકરણો 50-50 ટકા હતા. પક્ષ વિરોધી કામ કરનાર હોદ્દેદારોને હટાવો‎ વોર્ડ નં- 4 માંથી ઉમેદવારી કરનાર ભાજપના ડૉ. જાનકી રાવલે જણાવ્યું કે પાર્ટીના મહિલા મોરચાના પ્રમુખ કાજલબેન દોશીને ટીકીટ ન મળતા તેમના પતિ પરાગભાઈ દોશી સાથે મળી પૂર્વ ધારાસભ્યનુ સમર્થન હોવાનુ જૂઠાણુ ફેલાવી પાર્ટી વિરોધી પ્રચાર કર્યો હતો જેના પૂરાવા જીલ્લા પ્રમુખ માગશે ત્યારે રજુ કરીશું. શક્તિનગર અને આંબાવાડી મળી 300થી વધુ મતદારોએ સીંગલ વોટીંગ કર્યુ છે જેમાં પેનલ જળવાઈ નથી. 3 બેઠકો ગુમાવી પક્ષની ગરીમાને નુકસાન કરનાર હોદ્દેદારો વિરૂધ્ધ દાખલારૂપ શિક્ષાત્મક કાર્યવાહી કરવા પૂરાવા સાથે સાંજે લેખીત માંગ કરવાની છું.
    Click here to Read More
    Previous Article
    સમગ્ર પંથકે એક ‘સંત હૃદય’ ગુમાવ્યું:ટીંટોઈના સેવાભાવી અને શામળાજી અન્ન ક્ષેત્રના સક્રિય સેવક સદા દાદાનું નિધન થયું
    Next Article
    Dhurandhar 2 actor Hirav Mehta on killing Sanjay Dutt’s character: ‘I was afraid I will get a lot of hate’

    Related Gujarat Updates:

    Are you sure? You want to delete this comment..! Remove Cancel

    Comments (0)

      Leave a comment